________________
સનત્કુમાર આદિ દેવો ઉપપાત આશ્રયી પુરુષવેશવાળા જ છે, કારણ કે એ સ્વર્ગોમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી, પરન્તુ સૌધર્મ અને ઈશાન સ્વર્ગમાં ઉત્પન્ન થયેલી દેવીઓ જ અશ્રુત કલ્પ સુધીના દેવોના ઉપભોગમાં આવે છે. તે કારણથી સંભોગ આશ્રયિને તો બારમા સ્વર્ગ સુધી સ્ત્રીવેદ અને પુરુષવેદ બન્ને પ્રાપ્ત થાય છે. તથા રૈવેયક અને અનુત્તર દેવો તો સર્વથા (ઉપપાતથી અને ઉપભોગથી પણ) પુરુષવેદવાળા જ છે, કારણ કે (ત્યાં દેવીઓની ઉત્પત્તિ નથી એટલું જ નહિ, પરંતુ) દેવીઓના ઉપભોગનો પણ અભાવ છે. એ પ૯મી ગાથાનો અર્થ સમાપ્ત. //પલા
વિતરણ : પૂર્વ ગાથામાં સ્વરૂપથી પોતપોતાના જીવોના) આશ્રયવાળો વેદ કહીને હવે આ ગાથામાં એ જ ૩ વેદમાં ગુણસ્થાન રૂપ ૧૪ જીવસમાસનો વિચાર કરાય છે તે આ પ્રમાણે
अनियटुंत नपुंसा, सभी पंचिंदिया य थीपुरिसा
कोहो माणो मायाऽनियट्टि लोभो सरागंतो ॥६०॥ માથાર્થ નપુંસકદવાળા નવમા અનિવૃત્તિ ગુણસ્થાન સુધીના જીવો હોય છે, સ્ત્રી અને પુરુષવેશવાળા સંજ્ઞિપંચેન્દ્રિયો હોય છે. | ઇતિ વેતદ્વીરમ્ | અનિવૃત્તિ (નવમા) ગુણસ્થાન સુધી ક્રોધ, માન, માયા એ ત્રણ કષાય હોય છે, અને સરાગ ગુણસ્થાન (સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન) સુધી લોભ હોય છે. // ઇતિ થાયઠરમ્ II૬૦ગા.
વ્યારથાર્થ : મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને જેના અને અનિવૃત્તિ ગુણસ્થાન છે, તે નિવૃજ્યન્ત ગુણસ્થાનકો ૧ થી ૯ સુધીનાં ગણાય. તે ૧ થી ૯ સુધીનાં ગુણસ્થાન નપુંસી = એકેન્દ્રિયાદિ જીવોની અપેક્ષાએ નપુંસકવેદમાં પ્રાપ્ત થાય છે. શું તે ગુણસ્થાનવર્તી જીવો માત્ર નપુંસકવેદમાં જ પ્રાપ્ત થાય છે?
ઉત્તર : ના. સન્ની પંર્વિહિયા ય થી પુરિસા = મિથ્યાદૃષ્ટિથી અનિવૃત્તિગુણસ્થાન સુધીના જીવોમાં જે જીવો સંગ્નિ પંચેન્દ્રિય એટલે ગર્ભજ પંચેન્દ્રિય છે, તે જીવો સ્ત્રીવેદમાં અને પુરુષવેદમાં પણ પ્રાપ્ત થાય છે, એ તાત્પર્ય છે. અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે - મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને અનિવૃત્તિ સુધીનાં ૯ ગુણસ્થાનો અનેક જીવોની અપેક્ષા ટાણે વેદમાં પ્રાપ્ત થાય છે, અને દશમું સૂક્ષ્મસંપરાય ઈત્યાદિ ગુણસ્થાનો તો વેદના ઉદયરહિત જ જાણવાં. એ પ્રમાણે વેદદ્વાર કહ્યું || ઇતિ વેરહારમુIT
હવે વાયર કહેવાય છે. ત્યાં કષ-શિપ’ ઈત્યાદિ દંડક ધાતુ હિંસાના અર્થવાળા છે. તેથી નરક આદિ સ્થાનોમાં પ્રાણીઓ જેના વડે વષ્યન્ત = હિંસાય છે – હણાય છે તે એટલે ફર્મ કહેવાય. અથવા જેને વિશે પ્રાણીઓ પરસ્પર કૃષન્તિ = કષાય છે, હણાય છે તે કષ એટલે સંસાર કહેવાય. એજ કષ એટલે કર્મરૂપ જે વાવ = લાભ, અથવા કપ = સંસારનો ૩ય = લાભ જેઓનો છે તે કષાય ક્રોધ, માન, માયા, અને લોભ એ (૪ નામવાળા ૪ પ્રકારના) પ્રસિદ્ધ જ છે. તે કારણથી જ સૂત્રકર્તા કષાયના ભેદોનું નિરૂપણ ન કરતાં સીધા કષાયોને વિશે પ્રસ્તુત એવા ૧૪ જીવસમાસનો જ વિચાર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૭૮