________________
તથા દેશવિરત ગુણસ્થાન એજ ૧૦ઉપરાંત અગિયારમા વૈક્રિયમિશ્રકાયયોગમાં પણ પ્રાપ્ત થાય છે. તથા પ્રમત્તસંયત ગુણસ્થાન આહારકના ૨ યોગ સહિત ઉપર કહેલા ૧૧ યોગમાં એટલે સર્વ મળી ૧૩ યોગમાં પ્રાપ્ત થાય છે. તથા અપ્રમત્તથી ક્ષીણમોહ સુધીનાં (૭ થી ૧૨ સુધીનાં) ૬ ગુણસ્થાનો ૪ મનયોગ, ૪ વચનયોગ અને ૧ ઔદારિક યોગ એ ૯ યોગમાં પ્રાપ્ત થાય છે. તથા સયોગિકેવલી ગુણસ્થાન સત્યમનયોગ, અસત્યામૃષા મનયોગ, સત્ય વચનયોગ, અસત્યામૃષા વચનયોગ, ઔદારિકયોગ, ઔદારિકમિશ્રયોગ, તથા કાર્મહયોગ એ ૭યોગમાં પ્રાપ્ત થાય છે, એમ પૂર્વોક્ત ગ્રંથ (ગા. ૫૬-૫૭-૫૮) વડે અહીં પ્રતિપાદન કર્યું અને એથી તેર યોગમાં ચાર જીવસમાસ છે, દશમાં એક છે, અગિયારમાં એક છે, સાતમાં એક અને નવમાં છ છે,' અને અયોગિકેવલી ગુણસ્થાન તો કોઈપણ યોગમાં પ્રાપ્ત થાય નહિ, કારણ કે એ ગુણસ્થાનમાં યોગરહિતપણું છે, એ વાતનું અહીં સમર્થન કર્યું છે. એ પ્રમાણે ૧૮મી ગાથાનો અર્થ સમાપ્ત થયો //પ૮
૩વતર : પૂર્વ ગાથાઓમાં ૧૪ જીવસમાસરૂપ ૧૪ ગુણસ્થાનોમાં ૧૫ યોગ (યોગ માર્ગણા)નું પ્રતિપાદન કરીને, હવે આ ગાથામાં એ જ ૧૪ જીવ સમાસમાં ૩ વેદ માર્ગણાનું પ્રતિપાદન કરે છે તે આ પ્રમાણે :
नेरइया य नपुंसा, तिरिक्ख मणुया तिवेयया हुंति ।
देवा य इत्थिपुरिसा, गेविजाई पुरिसवेया ॥५९॥ THથાર્થ : નારકી નપુંસકવેદવાળા હોય છે, તિર્યંચો તથા મનુષ્યો ૩ વેદવાળા છે. દેવો સ્ત્રીવેદ અને પુરૂષદવાળા છે, અને રૈવેયકાદિ દેવો એક પુરુષવેદવાળા છે. 'પો
વ્યાધ્યાર્થ : વેદ્યતે = સ્ત્રી આદિકને કામાભિલાષ ઉત્પન્ન કરવા વડે અનુભવાય તે વેદ કહેવાય, અને તે ચારિત્રમોહનીયાન્તર્ગત કર્મપુદ્ગલનો સમૂહ વિશેષ છે. તે વેદ ૩ પ્રકારનો છે, તે આ પ્રમાણે :- સ્ત્રીઓને પુરૂષ પ્રત્યે કામાભિલાષ ઉત્પન્ન કરનાર તે ત્રીવે, પુરુષોને
સ્ત્રી પ્રત્યે કામાભિલાષ ઉત્પન્ન કરનાર તે પુરુષવેવ, અને નપુંસકોને સ્ત્રી તથા પુરુષ એ ઉભય પ્રત્યે કામાભિલાષ ઉત્પન્ન કરનાર તે નપુંસવે. એ ત્રણ પ્રકારનો વેદ આધાર વિના નિરાશ્રય (નિરાધાર) સંભવતો નથી, તેથી ૩ વેદનું નિરૂપણ તેના નારક આદિ આશ્રય દ્વારા જ (એટલે જે જે જીવોને એ ૩ વેદ હોય છે તે તે જીવો દ્વારા જ) કરાય છે.
ત્યાં પ્રથમ નારકો નપુંસકદવાળા જ હોય છે, અર્થાતુ નારકોમાં નપુંસકવેદ જ પ્રાપ્ત થાય છે, કારણ કે તેઓને અતિસંક્લિષ્ટપણું હોવાથી શેષ ૨ વેદનો અભાવ છે, એ તાત્પર્યાર્થ છે. તથા તિર્યંચ અને મનુષ્યો ૩દવાળા હોય છે. ત્યાં એકેન્દ્રિય - દ્વીન્દ્રિય -ત્રીન્દ્રિય - ચતુરિન્દ્રિય - સમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ તથા સમૂર્છાિમ મનુષ્યોમાં કેવળ ૧ નપુંસકવેદ હોય છે, અને ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યોમાં તો ટાણે વેદ હોય છે. તથા ભવનપતિઓ, વ્યત્તરો,
જ્યોતિષી દેવો અને વૈમાનિક દેવો, સૌધર્મ તથા ઈશાન સ્વર્ગના દેવો ઉપરાંત આશ્રયી સ્ત્રીવેદ તથા પુરુષવેદવાળા છે, કારણ કે એ દેવોમાં દેવ અને દેવીઓ બન્ને ઉત્પન્ન થાય છે. પુનઃ ૧ અહીં એટલે આ વ્યાખ્યામાં પ્રતિપાદન કર્યું છે, ગાથામાં યોગાભાવે અયોગીને યોગ ન હોય એમ કહ્યું નથી માટે.
For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org