________________
સમગ્ર લોકમાં પ્રાપ્ત થવાને દંડ, કપાટ ઈત્યાદિ ક્રમ વડે સમુદ્રઘાત કરે છે. તે સંબંધમાં કહ્યું છે કે – “વળી જે કેવલિભગવંતને વેદનીયાદિ કર્મ આયુષ્યથી અધિક સ્થિતિવાળું હોય, તે કેવલિભગવંત તે ૩ કર્મોને આયુષ્યની સરખી સ્થિતિવાળાં કરવા માટે સમુઘાત પામે છે – કરે છે.'
તે સમુદ્યાત કેવી રીતે કરે છે, તે કહેવાય છે. કહ્યું છે કે :
પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મન્થાન આકાર અને ચોથે સમયે તો કેવલિભગવંત સમસ્ત લોકવ્યાપી થાય છે.
પાંચમા સમયે તો કેવલિભગવંત આંતરાં સંહરે છે, અને છઠ્ઠા સમયે મન્થાન આકાર સંહરે છે, સાતમા સમયે કપાટ સંહરે છે, અને ત્યારબાદ શ્રી કેવલિભગવંત આઠમા સમયે દંડ આકાર સંહરે છે, (જેથી પૂર્વવત્ દેહસ્થ થાય છે)”
એ આઠ સમયોમાં કયા સમયને વિશે કેવલિભગવંત કયા યોગને વિશે વર્તે છે, તે કહેવાય છે :
“તે (કેવલજ્ઞાની) (સમુદ્રઘાતના) પહેલા તથા આઠમા સમયે ઔદારિકકાયયોગવાળા, ૨-૬-૭ સમયોમાં ઔદારિકમિશ્રકાયયોગવાળા તથા ૩-૪-૫ સમયોમાં કાર્મણકાયયોગવાળા હોય છે. અને એ (૩-૪-૫) ત્રણ સમય દરમ્યાન તેઓ નિયમે અનાહારક (આહાર રહિત) હોય છે.”
એ પ્રમાણે સમુદ્યતને પ્રાપ્ત થયેલા શ્રી કેવલિભગવંતો પૂર્વે કહેલા (૩-૪-૫ એ) ત્રણે સમયોમાં કામણ કાયયોગને વિશે પ્રાપ્ત થાય છે, અને શેષ દેશવિરતિ આદિ જીવસમાસો (ગુણસ્થાનો) કાણકાયયોગમાં પ્રાપ્ત થતા નથી. કારણ કે સયોગિકેવલી વર્જીને બીજા જીવોને તો વિગ્રહગતિમાં જ કેવલ કાર્મણકાયયોગ જ હોય છે. અને વિગ્રહગતિમાં દેશવિરતિ આદિ ગુણોનો સંભવ – સદ્ભાવ છે નહિ. તેમજ મિશ્રદૃષ્ટિ પણ વિગ્રહગતિમાં હોય નહિ, કારણ કે મરણ પામેલા અને અગ્રભવનું સ્થાન હજી નહિ પામેલા એવા (માર્ગમાં વહેત) જીવોને જ વિગ્રહગતિ હોય છે, અને મિશ્ર દૃષ્ટિ જીવને મરણનો સિધ્ધાંતમાં નિષેધ કર્યો છે. એ જ વાત ગ્રંથકાર કહે છે કે જો સપૂમિછો ખડું છાનું, અર્થાત્ સમ્યગુ-મિથ્યાદૃષ્ટિ (એટલે મિશ્રદૃષ્ટિ)પણામાં વર્તતો જીવ મરણ નથી જ પામતો, કારણ કે મિશ્રદૃષ્ટિનો તથા પ્રકારનો સ્વભાવ જ છે.
હવે સ સસમોસે, સU ૩ સોશિહેવત્ની નાવ | ઇત્યાદિ ૩ ગાથાઓમાં કહેલા અર્થનું જ તાત્પર્ય કહેવાય છે, તે આ પ્રમાણે :
મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદન અને અવિરત સમ્યગદૃષ્ટિ એ ત્રણ જીવસમાસ (એ ત્રણ ગુણસ્થાનો) તો ૪ મનયોગ, ૪ વચનયોગ, ઔદારિયોગ, ઔદારિકમિશ્રયોગ, વૈક્રિયયોગ, વૈક્રિયમિશ્રયોગ અને કાર્મણકાયયોગરૂપ ૧૩-૧૩ યોગમાં વર્તે છે – પ્રાપ્ત થાય છે. અને મિશ્રદૃષ્ટિ ગુણસ્થાન તો ૪ મનયોગ, ૪ વચનયોગ, ૧ ઔદારિકયોગ, ૧ વૈક્રિયયોગ એ ૧૦ યોગમાં પ્રાપ્ત થાય છે.
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org