________________
અહીં ગ્રંથકર્તાએ સિદ્ધાંતમાં જેને ‘અપર્યાપ્ત' ગણાવ્યો છે તેનું ગ્રહણ નથી કર્યું, પરન્તુ અસંપૂર્ણ શરીરવાળો જીવ તે પણ અપર્યાપ્ત છે, એમ તેઓ કહી રહ્યા છે. કારણ કે અપર્યાપ્ત જેવો તે પણ અપર્યાપ્ત ગણાય. એ પ્રમાણે વિચારતાં મનુષ્યોનું તથા તિર્યંચોનું ઉત્તરવૈક્રિયશરીર તેમજ ચૌદ પૂર્વધરનું આહારક શરીર તેના રચવાના પ્રારંભ આદિ કાળમાં, અને સમુદ્રઘાતના ૨-૬-૭ સમયોમાં શ્રી કેવલિભગવંતોનું ઔદારિકશરીર પણ અસંપૂર્ણ જ છે કારણ કે તે વખતે તે શરીરના સંપૂર્ણ વ્યાપારનો અભાવ છે. તેથી પૂર્વોક્ત રીતિએ તેઓ (પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચો) પણ અપર્યાપ્ત હોવાથી તે સ્થિતિમાં સંભવતા મિશ્રયોગ અહીં ગ્રહણ કર્યો છે. તેમાં કોઈ દોષ નથી. તફાવત એટલો જ કે – મિશ્રદૃષ્ટિ એવા મનુષ્ય-તિર્યંચોને વૈક્રિયમિશ્રયોગ ન જાણવો. કારણ કે અન્ય કોઈ ગ્રંથોમાં પણ કહ્યો નથી, માટે ત્યાં મિશ્રદૂષ્ટિ મનુષ્ય-તિર્યંચો તથા દેવ – નારકો વૈક્રિયશરીર જ રચતા નથી કે બીજું કોઈ કારણ હશે? તે તો શ્રી કેવલિભગવંતો અથવા બહુશ્રુતો જાણે. અહીં વિશેષ વિસ્તારથી સર્યું. એ પ૭ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો //પણી
વતર : હવે આ ગાથામાં કાર્પણ કાયયોગને વિષે જીવસમાસનો-ગુણસ્થાનોનો વિચાર કહેવાય છે. તે આ પ્રમાણે :
मिच्छा सासण अविरय, भवंतरे केवली समुहया य ।
कम्मइओ काओगो, न सम्ममिच्छो कुणइ कालं ॥५८॥ માથાર્થ : મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનવાળા, સાસ્વાદન ગુણસ્થાનવાળા, અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનવાળા, એક ભવથી બીજા ભાવમાં વક્રગતિએ જતા જીવો, તથા સમુદ્રઘાતમાં વર્તતા શ્રી કેવલિભગવંત – એ સર્વે કર્મણકાયયોગવાળા હોય છે. તેમજ મિશ્ર સમ્યગુદૃષ્ટિ જીવો મરણ પામતા નથી. //૫૮.
વ્યારથાર્થ : મિથ્યાદૃષ્ટિઓ, સાસ્વાદનીઓ, અવિરત સમ્યગ્દષ્ટિઓ, ભવાન્તરે જતાં વિગ્રહગતિમાં વર્તતા જીવો એ સર્વને વાઇફાયયો હોય છે. અર્થાત્ એ જીવો કામણ કાયયોગમાં વર્તે છે, એ સંબંધ છે. અર્થાત્ પૂર્વભવના ઔદારિકાદિ શરીરનો પ્રથમ જ ત્યાગ કર્યો હોવાથી, અને અગ્રભવના (પ્રાપ્ત થનાર ભવના) ઔદારિકાદિ શરીરની હજી સુધી પ્રાપ્તિ થઈ નથી, તેથી તે જીવો તે વખતે (એટલે વિગ્રહગતિ વખતે માર્ગમાં) કાર્મણકાયયોગને વિષે જ પ્રાપ્ત થાય છે, એ તાત્પર્ય છે. તથા જેઓએ સમુદ્દઘાત કર્યો છે એવા શ્રી કેવલિભગવંતો ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં કાર્મણકાયયોગને વિષે જ પ્રાપ્ત થાય છે. અહીં તાત્પર્ય એ છે કે :
કેવલિ સમુઘાતનું સ્વરૂપ છે અહીં નજીકમાં મોક્ષે જવાની અવસ્થામાં વર્તતા કોઈપણ કેવલિભગવંત પોતાનું આયુષ્યકર્મ અલ્પ અને વેદનીયકર્મ હજી ઘણું રહ્યું છે એમ જાણીને, આયુષ્યની સ્થિતિથી વેદનીયકર્મની જે અધિક સ્થિતિ છે તે અધિક સ્થિતિ ખપાવવા માટે, પોતાના આત્મપ્રદેશો વડે
Jain Education International
૭૫ For Private & Personal Use Only
www.jainelibrary.org