________________
વિશુદ્ધિનો અભાવ છે. અને જો સાસ્વાદન સહિત પૂર્વભવમાંથી આવ્યો હોય તો હું આવલિકા બાદ અવશ્ય મિથ્યાત્વે જ જાય છે, પરન્તુ મિશ્રણમ્યત્વ પામતો નથી. અને જો સમ્યક્ત સહિત જ ત્યાં ઉત્પન્ન થયો હોય તો તેવા જીવને પરભાયું - અનન્તરપણે મિશ્રમાં જવાનું જ હોય નહિ, કારણ કે અન્ય ગ્રંથોમાં તેનો નિષેધ કહ્યો છે. જે કારણથી કહ્યું છે કે :
‘મિથ્યાત્વથી અવિરુદ્ધપણે શેષ બે પુંજમાં સંક્રાન્તિ-ગમન હોય છે, તથા મિશ્રમાંથી પણ શેષ બે પુંજને વિષે ગમન હોય છે, પરન્તુ સમ્યક્તથી તો માત્ર મિથ્યાત્વમાં જ ગમન હોય પણ મિશ્રમાં ગમન ન હોય.’ ||૧|
એ કારણથી એ દેવ, નારક વિગેરે જીવો અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રદૂષ્ટિ હોતા નથી. તેથી મિશ્રદૃષ્ટિ દેવ-નારકોને વૈક્રિયમિશ્રયોગનો સંભવ નથી. (અર્થાત્ વૈ૦ મિશ્રયોગ ન હોય.). એમ સિદ્ધ-સાબિત થયું.
તથા અપર્યાપ્ત મનુષ્યો અને અપર્યાપ્ત તિર્યંચો પૂર્વે કહેલા સ્વરૂપવાળા ઔદારિકમિશ્રયોગ યુક્ત હોય છે. માત્ર તેઓ પણ તે અપર્યાપ્ત અવસ્થામાં મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદની અને અવિરત સમ્યગુદૃષ્ટિ એ ૩ વિશેષણોવાળા જ જાણવા. (પરન્તુ મિશ્રદૃષ્ટિ વિશેષણવાળા નહિ.) કારણ કે સમ્યગુમિથ્યાદૃષ્ટિ (એટલે મિશ્રદૃષ્ટિ)ના અભાવ માટે તો જે યુક્તિ પૂર્વે દેવ - નારકોને અંગે હમણાં જ કહી ગયા તે જ સર્વ યુક્તિ આ મનુષ્ય – તિર્યંચોના સંબંધમાં પણ સમજવી. તેમજ મનુષ્ય - તિર્યંચોને દેશવિરતિ આદિ વિશેષણો-ગુણસ્થાનકો પણ અપર્યાપ્ત અવસ્થામાં હોય નહિ, કારણ કે દેશવિરતિ આદિ ગુણસ્થાનકો તો જીવને વિરતિપણું પ્રાપ્ત થાય ત્યારે જ હોય છે, અને અપર્યાપ્ત અવસ્થામાં તો વિરતિપણાનો અંશમાત્ર પણ હોતો નથી.
પ્રશ્ન :- “સલ્વે ૩પન્નત્તયા મીસા” એમ જે ગ્રંથકર્તાએ ગાથામાં કહ્યું છે, તે અયુક્ત જેવું લાગે છે. કારણ કે મિશ્રયોગમાં ઔદારિકમિશ્રયોગ તો પર્યાપ્ત મનુષ્ય એવા સયોગિકેવલી ભગવંતને કેવલી સમુદ્રઘાત અવસ્થામાં ૨-૬-૭મા (એ ત્રણ) સમયોમાં હોય છે. તેમજ મનુષ્ય તથા તિર્યંચો કે જે પર્યાપ્ત હોય છે તેઓને પણ વૈક્રિયલબ્ધિવંતોને વૈક્રિયના આરંભાદિ કાળે પૂર્વોક્ત સ્વરૂપવાળો વૈક્રિયમિશ્રયોગ હોય છે. તથા પર્યાપ્ત મનુષ્યોમાં પણ ચૌદ પૂર્વધરોને આહારકના આરંભાદિ-કાળમાં આહારકમિશ્રયોગ હોય છે તે તો અત્યંત પ્રસિદ્ધ જ છે. અને એ લબ્ધિ ફોરવનારા મનુષ્ય-તિર્યંચો કંઈ અપર્યાપ્ત અવસ્થાવાળા હોતા નથી. કારણ કે સર્વે જીવો પ્રથમ ઉત્પન્ન થાય છે તે વખતે અત્તમુહૂર્તમાત્ર કાળ સુધી જ અપર્યાપ્તા હોય એમ સિદ્ધાંતોમાં કહ્યું છે. તેમજ તે અપર્યાપ્ત અવસ્થામાં કેવલિપણું ઈત્યાદિ ભાવોનો પણ સંભવ નથી માટે સર્વે અપર્યાપ્તા જીવો જ મિશ્રયોગવાળા હોય, એમ કથન અયુક્ત સરખું ભાસે છે).
ઉત્તર :- એ વાત સત્ય છે. અને તે તમે ઠીક કહી છે – પૂછી છે. પરન્તુ તમોએ હજી અમારો અભિપ્રાય જાણ્યો નથી તેથી જ એ પ્રશ્ન કર્યો છે. એ બાબતમાં અમારો અભિપ્રાય એ છે કે – ૧. મિશ્રપુંજમાં અને સમ્યક્તપુંજમાં. ૨. મિથ્યાત્વપુંજમાં અને સમ્યક્તપુંજમાં.
Jain Education International
For Private & Personal Use Only
૭૪
www.jainelibrary.org