________________
પ્રમાણે મનુષ્ય-તિર્યંચને ઔદાળ તથા વૈ૦ યોગ હોય છે.)
આહારયા મત્તા ઈતિ. મનુષ્યોમાં ચૌદ પૂર્વધર પ્રમત્તસંયત (૬ઠ્ઠા ગુણસ્થાનવાળા) મુનિ મહાત્માઓ આહારકયોગવાળા પણ હોય છે.
પ્રશ્ન :- આહા૨કશરીર રચવાના પ્રારંભ કાળમાં જ લબ્ધિ ફોરવવાની ઉત્સુકતા હોવાથી આહારકશરીર રચનાર મુનિને પ્રમત્તભાવ રચનાના પ્રારંભકાળમાં જ હોઈ શકે એમ સ્થાનાન્તરે (અન્ય ગ્રંથોમાં) કહ્યું છે. અને આહારકશરીર નિષ્પન્ન થયે (રચાઈ રહ્યા બાદ) તો ઉત્સુકતાની નિવૃત્તિ થવાથી આહારકશ૨ી૨ને અપ્રમત્ત પણ કહ્યા છે, તો અહીં આહારકશ૨ી૨યોગમાં કેવળ પ્રમત્તગુણસ્થાનવાળા મનુષ્યો જ કેમ કહ્યા ?
ઉત્તર :- એ વાત જો કે સત્ય છે, પરન્તુ સ્થાનાન્તરે (અન્ય ગ્રંથોમાં) પણ જે આચાર્યોનો એ અભિપ્રાય છે કે – આહારકશરીરની રચનાના પ્રારંભમાં અને સમાપ્તિ માં આહારકશરીરના રચનાર મુનિઓ પ્રમત્ત જ હોય છે, કારણ કે લબ્ધિ ફો૨વવાની તથા સંહ૨વાની ઉત્સુકતા છે; તેઓના મત-અભિપ્રાયને આશ્રયિને જ એ પૂર્વોક્ત અભિપ્રાય કહ્યો છે. માટે એમાં કોઈપણ દોષ નથી. અને તે કારણથી વૈક્રિય યોગનો પણ અપ્રમત્તમાં જે નિષેધ કરાય છે તે એ મતને આશ્રયીને જ કરાય છે, એમ જાણવું.
सव्वेऽपजत्तया मीसा સર્વે પણ એટલે પૂર્વે કહેલાં વિશેષણોવાળા, પૂર્વે કહેલા દેવ વિગેરે અપર્યાપ્તા = એટલે અપર્યાપ્ત અવસ્થાવાળા, હજી જ્યાં સુધી શ૨ી૨૫ર્યાપ્તિ સમાપ્ત કરતા નથી ત્યાં સુધી તે દેવ વિગેરે મિશ્રકાયયોગવાળા હોય છે. તે આ પ્રમાણે :
દેવ તથા ના૨કો તો અપર્યાપ્ત અવસ્થામાં સર્વે પણ પૂર્વે જેનું સ્વરૂપ કહેવાયું છે એવા વૈક્રિય મિશ્રકાયયોગવાળા હોય છે. પરંતુ તફાવત એ વિચારવો કે તે અપર્યાપ્ત અવસ્થામાં તેઓ મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદન અને અવિરત સમ્યદૃષ્ટિ એ ૩ વિશેષણવાળા જ જાણવા પરંતુ મિશ્રગુણસ્થાનરૂપ વિશેષણવાળા નહિ; કારણ કે કોઈપણ જીવને અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રદૃષ્ટિ ન હોય. તે આ પ્રમાણે :
અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રદૃષ્ટિપણું હોય તો તે પરભવનું સાથે આવેલું હોય કે તે જ ભવમાં નવું થયેલું હોય ? ત્યાં પરભવનું સાથે આવેલું તો સંભવે નહિ, કારણ કે મિશ્રદૃષ્ટિવાળા જીવોને મરણનો જ નિષેધ છે. (અર્થાત્ મિશ્રસમ્યક્ત્વમાં મરણ ન હોય.) શાસ્ત્રનું વચન છે કે - F સમમિઘ્નો નુર્ જાત ઈતિ. તથા તદ્નવસંબંધિ નવું મિશ્રસમ્યક્ત્વ પણ (અપર્યાપ્ત અવસ્થામાં) ન હોય; કારણ કે જો મિથ્યાદૃષ્ટિ-અવસ્થા-સહિત પૂર્વભવમાંથી આવ્યો હોય તો અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રસમ્યક્ત્વ પામે નહિ. કારણ કે એવી અવસ્થામાં તથાપ્રકારની ૧. અહીં આહારકનો પ્રારંભ અને સમાપ્તિ એ બે કહેવાથી આહારકના પ્રથમ સમયથી અન્ય સમય સુધીનો સંપૂર્ણ કાળ જાણવો, પરંતુ આહા૰ મિશ્રયોગના વ્યપદેશવાળા બે ભાગ જાણવા.
૨. ‘આહાઝ્યોગ પ્રમત્તગુણસ્થાનવર્તી મનુષ્યને હોય.' એ ગામામાં કહેલો અભિપ્રાય તે પૂર્વોક્ત અભિપ્રાય જાણવો, સહારા પમત્તા ઈતિ.
૩. આ ગાથાની જ ચાલુ વ્યાખ્યામાં નરતિરિ ઝોરાતિયા સવેતવી એ પદની વ્યાખ્યામાં જ વૈક્રિયયોગ પ્રમત્તગુણસ્થાન સુધીના જ મનુષ્યોને કહ્યો છે તે.
Jain Education International
For Private & Personal Use Only ૭૩
www.jainelibrary.org