________________
હૃદયમાં જ વિચારીને વિશેષ્યપણા વડે પ્રધાન એવા કેવળ દેવ-નારક” પદ માત્રથી જ (અર્થાત્ સામાન્ય પણે દેવ – નારકોમાં), મૂળગ્રંથકર્તાએ કાયયોગનો વિચાર કહ્યો છે.
એથી એકેક જીવસમાસ (મિથ્યાત્વાદિ ગુણસ્થાનકસ્વરૂપ) પણ દેવ-નારક વિગેરે રૂપ પોતાના આધારના ભેદથી અનેકપણું પામે, અને તેને વિષે કાયયોગની વિચારણા કરીએ તો વિચારની વિપુલતાથી શિષ્યને અધિક સારી વ્યુત્પત્તિ (સરળ રીતે બોધ થવા રૂપ) સિદ્ધ થાય છે.
એ પ્રમાણે હવે વિશેષ ચર્ચાથી સર્યું. વળી બુદ્ધિમંતોએ આ વિશેષણોની બાબતમાં આગમથી અવિરુદ્ધ એવું બીજું સમાધાન પણ સમજાય તો કરવું.
પ્રશ્ન :- દેવ તથા નારકોને વૈક્રિય, વૈક્રિયમિશ્ર તથા કાર્મણ એ ૩ કાયયોગ હોય છે તો અહીં મૂળગ્રંથકર્તાએ ગાથામાં મારા એક વૈક્રિયયોગ જ કેમ કહ્યો ? - ઉત્તર :- શરીર પર્યામિ વડે પર્યાપ્ત અવસ્થા વિચારીને જ અહીં દેવ-નારકોને કેવળ વૈક્રિયયોગ કહો છે, અને શરીર પર્યાપ્તિ વડે અપર્યાપ્ત અવસ્થામાં સંભવતો વૈક્રિયમિશ્રકાયયોગ આ ગાથાના જ ઉત્તરાર્ધમાં સવે કપત્તયા મસા એ વાક્યથી કહૃાો છે, અર્થાત્ કહેશે. અને વિગ્રહગતિ વિગેરેમાં સંભવતો કાર્પણ કાયયોગ તો આગળની ૫૮મી ગાથામાં કહેવાશે, માટે એમાં કોઈ દોષ નથી; અને એ પ્રમાણે વિચાર કરીને આગળ કહેવાતા મનુષ્યગતિ આદિ માર્ગણાઓના યોગ વિચારમાં પણ ઉત્સુકતા (ઉપર પ્રમાણે ની આશંકા) ન કરવી. નર તિરિ મોરાતિયા સવેડવી = મિથ્યાષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરતસમ્યગુદૃષ્ટિ, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરભંપરાય, સૂક્ષ્મસંપરાય, ઉપશાન્તમોહ, ક્ષીણમોહ તથા સયોગિકેવલી એ ૧૩ ગુણસ્થાનવર્તી મનુષ્યો, તથા મિથ્યાષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યગુદૃષ્ટિ અને દેશવિરત એ ૫ ગુણસ્થાનવર્તી તિર્યંચો ઔદારિક કાયયોગવાળા હોય છે, તેમજ વૈક્રિય વડે સહિત હોય તે “સર્વે ક્રિય” એટલે વૈક્રિયકાયયોગવાળા પણ છે. અહીં તાત્પર્ય આ છે કે
પૂર્વોક્ત વિશેષણોવાળા મનુષ્ય તથા તિર્યંચો ઔદારિકકાયયોગી હોય છે, તથા એ જ મનુષ્ય, તિર્યંચો વૈક્રિયકાયયોગવાળા પણ હોય છે. પરન્તુ મનુષ્યો અહીં ફક્ત ગર્ભજ અને પ્રમત્ત ગુણસ્થાન સુધીના જ સમજવા. કારણ કે સમૂર્છાિમ મનુષ્યો અતિસંક્લિષ્ટ પરિણામવાળા હોવાથી તેઓને વૈક્રિયલબ્ધિનો અભાવ છે, તેમજ સર્વ પર્યાપ્તિઓ વડે અપર્યાપ્ત થકા જ તે મરણ પામે છે.
જો કે એ સમૂર્છાિમ મનુષ્યોને ૧ ઔદારિકકાયયોગ તો હોય છે જ, કારણ કે તેઓ શરીર પર્યાતિ વડે પર્યાપ્ત થયા બાદ જ મરણ પામે છે. તથા અહીં અપ્રમત્તાદિ મનુષ્યો પણ (વૈક્રિય કાયયોગના સંબંધમાં) ન ગણવા, કારણ કે તેઓ અતિવિશુદ્ધ પરિણામવાળા હોવાથી વૈક્રિય લબ્ધિનું ઉપજીવન (રચના) અપ્રમત્તાદિકને ન હોય, તથા અહીં (વૈક્રિયકાયયોગના સંબંધમાં) તિર્યંચો પણ ગર્ભજ જાણવા, કારણ કે સમૂર્શિમ તિર્યંચોને વૈક્રિયલબ્ધિનો અભાવ છે. (એ
Jain Education International
For Privatas Personal Use Only
www.jainelibrary.org