________________
सुर नारया विउव्वी, नर तिरि ओरालिया सवेउव्यी । .
आहारया पमत्ता, सव्येऽपजत्तया मीसा ॥५७॥ થાર્થ દેવ તથા નારકો વૈક્રિયયોગવાળા હોય છે, મનુષ્યો તથા તિર્યંચો વૈક્રિયસહિત ઔદારિકયોગવાળા હોય છે, પ્રમત્ત- ગુણસ્થાનવર્ધી મુનિઓ આહારમયોગવાળા હોય છે અને સર્વે અપર્યાપ્ત જીવો મિશ્રયોગવાળા હોય છે. પણ
વ્યારથાર્થ : વિરૂધ્વી = વૈક્રિયશરીરવાળા હોય છે, એ તાત્પર્ય, વૈક્રિયશરીરવાળા કયા જીવો હોય છે ? તે કહે છે – મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, મિશ્રદૃષ્ટિ અને અવિરત સમ્યગદૃષ્ટિ એ ૪ ગુણસ્થાનવ દેવો તથા એ ૪ ગુણસ્થાનવર્તી નારકો વૈ૦ શરીરવાળા હોય છે.
પ્રશ્ન :- ગાથામાં તો કંઈપણ વિશેષણ વિના સામાન્યથી જ દેવ - નારકો કહ્યા છે, તો (અહીં વ્યાખ્યામાં) મિથ્યાદૃષ્ટિ આદિ વિશેષણ કેવી રીતે કહો છો?
ઉત્તર :- જો એમ પૂછતા હો તો કહીએ છીએ કે સામર્થ્યથી જ એ પ્રમાણે વિશેષણ કહ્યાં છે. અને જો તેમ ન કરીએ તો (અર્થાતુ મિથ્યાદૃષ્ટિ આદિ વિશેષણ રહિત દેવ-નારકો કહીએ તો) કાયયોગમાં ગુણસ્થાનરૂપ જીવસમાસનો વિચાર કરતી વખતે વિશેષણ રહિત કેવળ દેવ-નારક પદનું ગ્રહણ તે તદ્દન અપ્રસ્તુત – નિરર્થક થાય છે. (એટલે જે વિષય જે સ્વરૂપે કહેવા ધારેલો છે તે વિષય તે સ્વરૂપે કહી નહિ શકાય.) વળી દેવ - નારકો માટે મિથ્યાદૃષ્ટિ આદિ વિશેષણો કહેવાં તે મૂળસૂત્રકારનો અભિપ્રાય નથી એમ પણ ન કહેવું, કારણ કે મૂળગ્રંથકર્તાએ પણ મિથ્યાદૃષ્ટિ આદિ વિશેષણો હૃદયમાં રાખીને જ - વિચારીને જ દેવ-નારક પદ કહ્યા છે. વળી જો એમ પૂછતા હો કે મૂળગ્રંથકર્તાએ મિથ્યાષ્ટિ આદિ વિશેષણો હૃદયમાં વિચારીને જ ગાથામાં દેવ-નારક શબ્દ કહ્યા છે, તે આપણે કેવી રીતે જાણી શકીએ? તો કહીએ છીએ કે – આગળની ૫૮મી ગાથામાં જ મિચ્છા સાસUT ઈત્યાદિ ગુણસ્થાનકો કાર્મણ કાયયોગના વિચાર પ્રસંગે સ્પષ્ટ રીતે કહી છે તે ઉપરથી અહીં પણ તે જ રીતે સમજવું જોઈએ તે સ્પષ્ટ છે. વળી ગ્રંથકાર દરેક પ્રતિપાદન બુદ્ધિપૂર્વક જ કરતા હોય છે. જો આવાં સ્થાનોમાં અપ્રસ્તુત હોય તેવું કથન તેઓ કરી દે, તો તેઓનું પ્રતિપાદન બુધ્ધિ કે વિચાર વગરનું છે તેમ સિદ્ધ થાય. તેવું તો છે નહિ, હોય પણ નહિ; માટે દેવ-નારકનાં વિશેષણરૂપ મિથ્યાદૃષ્ટિ આદિ ગુણસ્થાનોમાં પણ યોગનો વિચાર ભલે કરીએ તો પણ વસ્તુતઃ તેના વિશેષ્યભૂત દેવ-નારકોમાં જ સામર્થ્યથી પણ યોગપ્રાપ્તિનો વિચાર કર્યો છે એમ ગણાય; કારણ કે વિશેષ્ય વિના નિરાશ્રય વિશેષણ હોઈ શકતું નથી. માટે મિથ્યાદૃષ્ટિ આદિ વિશેષણો ચાલુ વિષયને અંગે આવશ્યક છે, તો પણ તે વિશેષણોની પ્રધાનતા - મુખ્યતા ન ગણીને (એટલે વિશેષણો ગૌણ રાખીને) મારા
૧. કહેવા યોગ્ય વિષયમાં જે કંઈ અવશ્ય સ્વરૂપ ગ્રંથકારે સ્પષ્ટ અક્ષરોથી ન કહ્યું હોય, અને તે સ્વરૂપ વિના કહેવાતો વિષય સાંગોપાંગ સંપૂર્ણ ન થતો હોય તો તેવા વિષયને સ્પષ્ટ કહેવો તે સામર્થ્યથી કહ્યો ગણાય. ૨. આધારરહિત.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org