________________
સંભવ નથી, તે કારણથી અહીં અસત્ય યોગમાં સયોગિકેવલી ભગવંતને ગ્રહણ કર્યા નથી. હવે એ બાબતની વિશેષ ચર્ચાથી સર્યું.
પ્રશ્ન :- અહીં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકમાં સંગ્નિ પંચેન્દ્રિયોને અંગે જ યોગનો (યોગ પ્રાપ્તિનો) વિચાર કહ્યો, પરંતુ મિથ્યાષ્ટિ ગુણસ્થાનમાં વર્તનારા શંખ આદિ કીન્દ્રિય જીવો તેમજ બીજા ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંગ્નિ પંચેન્દ્રિય, એ જીવોને વચનયોગ છે, તો પણ તે દ્વીન્દ્રિયાદિકોને વચનયોગનો વિચાર આ ગાથામાં કેમ ન કહ્યો(એ આશંકા કરીને હવે તેનો ઉત્તર કહેવાય છે.)
ઉત્તર : સંવડું મંતવડે ઈતિ. શંખ આદિ કીન્દ્રિય જીવોને, કાનખજૂરા આદિ ત્રીન્દ્રિય જીવોને, ભ્રમર આદિ ચતુરિન્દ્રિય જીવોને, તથા મત્સાદિ અસંગ્નિ પંચેન્દ્રિય જીવોને એ સર્વે મિથ્યાષ્ટિ જીવોને અસત્યામૃષા નામનો છેલ્લો ૧ વચનયોગ છે; કારણ કે એ જીવોને ધ્વનિ - ભાષા અવ્યક્ત - અસ્પષ્ટ છે, તેથી સત્ય તરીકે ગણી શકાતી નથી, તેમ અસત્ય તરીકે પણ કહી શકાય એમ નથી, માટે એ જીવોને અસત્યામૃષારૂપ એક જ વચનયોગ છે, એ તાત્પર્ય છે. (એ પ્રમાણે સર્વ અસંગ્નિને વચનયોગ ૧ જ હોય છે.)
પ્રશ્ન : - અહીં કોઈ એમ શંકા-પ્રશ્ન પૂછે છે કે – પૂર્વે તો નરકગતિ વિગેરે માર્ગણામાં કઈ માર્ગણાને વિષે કેટલાં અને કયા ગુણસ્થાન હોય છે ? તે રીતે ગુણસ્થાનકરૂપ જીવસમાસો માર્ગણાસ્થાનોમાં કહૃાા છે, (અર્થાત્ જીવસમાસના વક્તવ્યરૂપે ગુણસ્થાનો જ કહ્યાં છે.) અને અહીં તો વિપરીતપણું દેખાય છે, કારણ કે અહીં તો તમોએ ગુણસ્થાનરૂપ જીવસમાસોમાં જ યોગમાર્ગણાનો વિચાર કહ્યો છે, તો એ પ્રમાણે વિપરીત વકતવ્ય કેમ?
ઉત્તર :- એ વાત સત્ય છે, પરંતુ જે અને જેટલા ગુણસ્થાનરૂપ જીવસમાસોમાં છે અને જેટલા યોગ પ્રાપ્ત થાય છે, તે અને તેટલા યોગમાં પણ તે અને તેટલા જ ગુણસ્થાનરૂપ જીવસમાસ પણ પ્રાપ્ત થાય છે, માટે એ વક્તવ્યમાં કોઈપણ રીતે અર્થભેદ (ભાવાર્થનો તફાવત) નથી. કેવળ અતિસુગમતાથી અતિપ્રસિદ્ધ ખાતરીવાળા (એટલે સુગમતાથી સહેજે સમજી શકાય તેવા) ઉપાયને આશ્રયીને કોઈ સ્થાને કોઈક પ્રકારની વચનોક્તિ (ભિન્ન) પણ પ્રવર્તે છે, માટે જો ભાવાર્થ જુદો ન પડતાં એક જ આવતો હોય તો વચનના ભેદમાત્રથી વ્યામોહ ન કરવો. (એટલે આ વિપરીત કથન કેમ ? એવી શંકા ન કરવી.) વળી અહીં જે યોગ જે જીવને કહયો છે, તે યોગ તે જીવને લબ્ધિથી તો પ્રથમ સમયથી જ જાણવો, પરંતુ ક્રિયાપ્રવૃત્તિરૂપે તો પોતપોતાની પર્યાપ્તિઓ સમાપ્ત થયા બાદ તે યોગ હોય એમ જાણવું. એ પ૬મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. પ૬
નવતર : એ પ્રમાણે પૂર્વ ગાથામાં વચનયોગ અને મનયોગ માર્ગણામાં ગુણસ્થાનરૂપ જીવસમાસ કહીને હવે કાયયોગને વિષે તે કહે છે, અર્થાત્ કાયયોગ માર્ગણામાં ગુણસ્થાનરૂપ જીવસમાસ આ પ૭મી ગાથામાં કહેવાય છે :
Jain Education International
For Private Gersonal Use Only
www.jainelibrary.org