________________
ઉપર કહ્યા છે, અને બાકી જે અસત્યમનયોગ, મિશ્રમનોયોગ તથા અસત્યવચનયોગ અને મિશ્રવચનયોગ એ ૪ યોગ તે પણ સંજ્ઞિના મિથ્યાષ્ટિ ગુણસ્થાનથી જ આરંભીને ક્ષીણમોહછદ્મસ્થ નામના ૧૨મા) ગુણસ્થાન સુધી પ્રાપ્ત થાય છે – હોય છે. અહીં પણ એકેન્દ્રિય - દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિયનું મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાન ન કહેતાં “સંજ્ઞિ પંચેન્દ્રિયના મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનથી પ્રારંભીને એમ કહ્યું તેનું કારણ પ્રથમ કહ્યું તે જ જાણવું. (અર્થાત્ અસંજ્ઞિ તથા એકેન્દ્રિયાદિકને ૧ અસત્યામૃષા વચનયોગ આ ગાળામાં જ કહેવાશે એ કારણ.)
વળી બીજી વાત એ છે કે – આ કહેવાતા ૪ યોગ (અસત્ય તથા મિશ્ર મનયોગ અને વચનયોગ) રાગ, દ્વેષ, અજ્ઞાન અને અનાભોગવાળા જીવોને જ હોય છે, અને તે રાગાદિક સર્વે દોષ સયોગિકેવલી ભગવંતોને સર્વથા સમૂલ નાશ પામેલા હોય છે, માટે “સયોગિકેવલી સુધી” એમ કહેવું છોડીને ગ્રંથકર્તાએ પર્યન્તમાં ક્ષીણમોહ છબસ્થ જ કહૃાા છે.
પ્રશ્ન :- એ પ્રમાણે કહેતા હો તો અસત્યવચનાદિ ૪ યોગ મિથ્યાદ્રષ્ટિથી પ્રારંભીને પ્રમત્ત સુધીનાં (૧થી ૬) ગુણસ્થાનોમાં જ સંભવે, કારણ કે રાગાદિકથી અવિશુદ્ધપણું તેઓને જ છે, પરંતુ અપ્રમત્તથી પ્રારંભીને ક્ષણમોહ સુધીના જે જીવો તેઓને તો અત્યંત વિશુદ્ધ, અધિક વિશુદ્ધ (વિશુદ્ધતર) અને તેથી પણ અધિક અધિક વિશુદ્ધ (વિશુદ્ધતમ) અધ્યવસાયો હોય છે તો અસત્યમનયોગાદિ તેઓને કેવી રીતે હોય ? કારણ કે અસત્યપણાનો સંભવ તો અવિશુદ્ધિમાં જ હોય છે.
ઉત્તર :- એ વાત જો કે સત્ય છે. પરંતુ એ ગુણસ્થાનવર્તાિ જીવોને (અપ્રમત્તથી ક્ષણમોહ સુધીના જીવોને) જ્ઞાનાવરણીયાદિકનો ઉદય તો હજી પણ વર્તે છે જ, અને તે હોતે છતે (અર્થાત્ જ્ઞાનાવરણીયાદિકનો ઉદય વર્તે છે તેથી) અનાભોગ આદિ દોષ (રાગ, દ્વેષ, અજ્ઞાન અને અનાભોગ એ જ જે પ્રથમ કહ્યા છે તે) સંભવે છે, અને અનાભોગાદિ દોષથી અસત્યતા અવશ્ય હોય છે. માટે ક્ષીણમોહ ગુણસ્થાનમાં પણ છદ્મસ્થભાવે (અજ્ઞાનભાવે) અનાભોગાદિ દોષ હોય ત્યાં અસત્યતા સંભવે છે, તો શેષ (ઉપશાત્તમોહાદિ) ગુણસ્થાનોમાં અસત્યતા સંભવે તેમાં શું આશ્ચર્ય ? તે કારણથી અસત્યાદિ ૪ યોગનો સદ્ભાવ - સંભવ એ અપ્રમત્તાદિ ગુણસ્થાનોમાં કહેવો વિરોધવાળો નથી, જે કારણથી કહ્યું છે કે :
“અહીં છદ્મસ્થ જીવોને અનાભોગથી કંઈપણ સ્કૂલના (ભૂલ-ચૂક) ન થાય એમ નહિ, કારણ કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છદ્મસ્થ જીવોને છે, અને તે કર્મનો જ્ઞાન આવરવાનો સ્વભાવ જ છે. માટે તેવા જ્ઞાન આવરવાના સ્વભાવવાળા જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તતાં અનાભોગથી – અનુપયોગથી છદ્મસ્થ જીવોને સ્કૂલના સંભવે જ. લા.
સયોગી કેવલી ભગવંતને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નથી, અને જ્ઞાનાવરણના અભાવે અનાભોગ વિગેરેનો સંભવ નથી, અને અનાભોગ આદિક દોષ ન હોવાથી અસત્યનો પણ ૧. આ ગાથાની જ વ્યાખ્યામાં કારણ કહેવાઈ ગયું છે.
Jain Education International
For Privateersonal Use Only
www.jainelibrary.org