SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તથા પૂર્વે (પ૩મી ગાથામાં) કહેલા સ્વરૂપવાળું કાશ્મણ એ જ કાય તે કાર્મણકાય, અને તેના વડે જે યોગ તે વાર્મળવાયો. અહીં કાર્મણમિશ્રયોગ જ કારણથી સંભવતો નથી તે કારણ તો પૂર્વે કહેવાયું જ છે. તેમજ કેવળ કાર્મણકાયયોગ તો વિગ્રહગતિમાં તથા કેવલિસમુદ્યાતના ૩-૪-૫ મા સમયોમાં હોય છે, એમ જાણવું. વળી અહીં તૈજસૂયોગ તથા કાર્મહયોગ એ બેમાંથી કોઈપણ એક યોગ હોય ત્યારે બીજો યોગ પણ અવશ્ય હોય જ, અને એ બેમાંનો કોઈપણ એક યોગ ન હોય ત્યારે તેના અભાવે બીજો યોગ પણ અવશ્ય ન હોય, એ પ્રમાણે એ બે યોગ હમેશાં સહચારી હોવાથી કાર્પણ યોગ ગ્રહણ કરવાથી તૈજસૂયોગ પણ અવશ્ય ગ્રહણ થયેલો જાણવો. એ અપેક્ષાએ તૈજસૂકાયયોગને કાર્મણકાયયોગથી જુદો કહ્યો નથી, એમ જાણવું. એ પ્રમાણે પપમી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //પપણી નવતરણ : એ પ્રમાણે ૧૫ યોગનું સ્વરૂપ કહીને હવે અહીં ચાલુ વિષય તરીકે ગતિ આદિ માર્ગણાઓમાં ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસ કહેવાય છે, તે પ્રસ્તુત-ચાલુ વિષયને મનમાં ધારણ કરતાં - સ્મરણ કરતાં આચાર્ય પૂર્વોક્ત ૧૫ યોગમાં ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસનો વિચાર કરવાને - કહેવાને આ પ૬મી ગાથા કહે છે : सच्चे असच्चमोसे, सण्णी उ सजोगिकेवली जाव । सण्णी जा छउमत्थो, सेसं संखाइ अंतवउ ॥५६॥ નાથાર્થ : સત્ય તથા અસત્યામૃષા (મનયોગ અને વચનયોગ) સંશિના મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનથી યાવત્ સયોગી કેવલી (૧થી ૧૩મા) ગુણસ્થાન સુધી હોય છે. તથા શેષ મનયોગ અને વચનયોગ (૪ યોગ) સંશિથી (એટલે સંજ્ઞિના મિથ્યાષ્ટિ ગુણસ્થાનથી) યાવત્ છઘસ્થ ગુણસ્થાન સુધી (૧થી ૧૨મા સુધી) હોય છે. તથા શંખ આદિ જીવોને (દ્વીન્દ્રિયથી અસંક્ષિ પંચેન્દ્રિય સુધીના જીવોને) અંતિમ વચનયોગ (૧ અસત્યામૃષા વચનયોગ જ) હોય છે. પી. વ્યાહ્યર્થ : સત્યમનયોગ, અસત્યામૃષા મનયોગ, સત્યવચનયોગ, તથા અસત્યામૃષા વચનયોગ એ ૪ યોગ સંજ્ઞિજીવો સંબંધિ મિથ્યાષ્ટિ ગુણસ્થાનથી પ્રારંભીને યાવત્ સયોગિકેવલી ગુણસ્થાન સુધી (એટલે સંશિને ૧ થી ૧૩ મા ગુણ૦ સુધી) હોય છે. અહીં તાત્પર્ય એ છે કે એકેન્દ્રિયોને તો મનયોગ તથા વચનયોગ સર્વથા સંભવતા જ નથી, અને દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા અસંજ્ઞિ પંચેન્દ્રિયોને તો વચનયોગ હોય છે. (પરંતુ મનયોગ હોય નહિ), તે એક અસત્યામૃષાવચનયોગ જ આ ગાથામાં (દ્વીન્દ્રિયાદિકને) કહેશે. તેથી હવે બાકી રહેલાં સંશિઓને જ અંગે “સંશિઓને મિથ્યાષ્ટિ ગુણસ્થાનથી પ્રારંભીને એમ કહ્યું છે. તથા અયોગિકેવલીને તો યોગનો જ સર્વથા અભાવ હોય છે, માટે પર્યન્ત સયોગિકેવલી જ કહ્યા છે. Yout ના છ૩મથો સે ઈતિ. મન-વચનયોગ સંબંધિ જે ૮ યોગ છે તેમાંના ૪ યોગ તો ૧. સન્ની ૩ રનનોf૧દેવતી નાવ એ વાક્યના અર્થ તરીકે લભ્યમાન ગુણસ્થાનોમાં પર્યન્ત અયોગી કેવલી ન કહેતાં પર્યન્ત સયોગી કેવલી કહ્યા છે, ઇતિ ભાવ:. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy