________________
સ્વરૂપમાત્ર પ્રતિપાદન કરનાર એવું વ્યવહારિક વિકલ્પજ્ઞાન અથવા વચન તે સત્ય પણ નથી તેમ મૃષા પણ નથી, પરંતુ - સત્યાગૃષા રૂપે આગમમાં કહેલું છે, કારણ કે એ વિચાર અથવા વચનોચ્ચારમાં આરાધકપણું નથી, તેમ વિરાધકપણું પણ નથી. એ કારણથી “હે દેવદત્ત !' ઈત્યાદિ વિકલ્પ સત્યાગૃષા મનોયોગ - વવનયો કહેવાય. એ પ્રમાણે મનોયોગ ૪ પ્રકારનો કહ્યો. અને મનોયોગના જ વ્યાખ્યાનમાં વચનયોગ પણ ૪ પ્રકારનો કહ્યો એમ જાણવું. કારણ કે વિશેષતઃ મનમાં પ્રથમ વિચારાયેલ ભાવ જ વચન દ્વારા બોલાય છે. (એ પ્રમાણે જો કે મનોયોગની વ્યાખ્યામાં વચનયોગની વ્યાખ્યા અંતર્ગત થઈ ગઈ છે-કહેવાઈ છે) તો પણ વચનયોગની વ્યાખ્યાનું સ્થાન શૂન્ય ન રહે તેથી તેનું કંઈક સ્વરૂપ કહેવાય છે:
! ૪ પ્રકારનો વચનયોગ // સતાં = મુનિ મહાત્માઓને અથવા જીવાદિ પદાર્થોને દિતા = કલ્યાણ કરનાર (વાણી) તે સત્ય, પુનઃ સત્ય અને તેવી વાણી તે સત્યવાન. અને સહકારી કારણભૂત એવા સત્યવચન વડે જે યોગ (અર્થાત્ સત્યવચનવાળો જે યોગ) તે સત્યવાનયો. અથવા પૂર્વે (મનોયોગની વ્યાખ્યામાં) કહ્યા પ્રમાણે વચનગત સત્યત્વનો યોગમાં ઉપચાર કરીએ (એટલે સત્યવચનરૂપ સહકારી કારણનો યોગરૂપ કાર્યધર્મમાં-ક્રિયામાં ઉપચાર - આરોપ કરીએ) તો “સત્ય અને તે વચનયોગ તે સત્યવચનયોગ (કર્મધારય સમાસ પ્રમાણે જ) ગણાય, એમ પણ જાણવું. આગળ કહેવાતા શેષ ૩ વચનયોગમાં વ્યુત્પત્તિ અર્થ સિવાયનું શેષ સ્વરૂપ સત્યમનોયોગાદિવતું જાણવું. // રૂતિ 9. સત્યવાનયો ||
તથા સત્યથી જે વિપરીત તે અસત્ય, પુનઃ “અસત્ય અને તે વચન” (એ કર્મધારય સમાસ પ્રમાણે) સત્યવાન કહેવાય. પુનઃ તે અસત્યવચન વડે (એટલે સહકારી કારણભૂત એવા અસત્યવચન વડે) જે યોગ તે ૨. સત્યવનયો કહેવાય
તથા સત્યથી જે વિપરીત તે અસત્ય, પુનઃ “સત્યાસત્ય અને તે વચન' તે સત્યાસત્ય વચન. તે (સહકારી કારણભૂત એવા) સત્યાસત્યવચન વડે જે યોગ તે ૩. સત્યાસત્યવવનયો 1. તથા જે વચનમાં સત્યભાવ ન હોય તે અસત્ય, તેમજ જે વચનમાં મૃષાભાવ ન સમાયેલો હોય તે અમૃષા. એ પ્રમાણે અસત્ય અને તે અમૃષા એ બે પદ (ના સમાસ) વડે અસત્યામૃષા અને તે જ વચનયોગ તે ૪. સત્યાકૃપાવવનયો. એ પ્રમાણે ચારે વચનયોગનો વ્યુત્પત્તિ અર્થ કહ્યો. પરંતુ એ ચારે વચનયોગની શેષ વિષયવ્યવસ્થા (અર્થાત્ શેષ સ્વરૂપ) સર્વ મનોયોગમાં કહ્યા પ્રમાણે યથાયોગ્ય જાણવી.
નિશ્ચયનયથી ર મનયોગ અને ૨ વચનયોગ પૂર્વે જે ૪ મનયોગ તથા ૪ વચનયોગ કહ્યા તે અતિશૂલ વ્યવહારનયના અભિપ્રાયથી કહ્યા છે. પરંતુ શુદ્ધ નયના અભિપ્રાય પ્રમાણે તો સર્વ મનોવિજ્ઞાન અથવા સર્વે વચનો જો અદુષ્ટ વિવક્ષાપૂર્વક (પરની હિતબુદ્ધિયુક્ત) હોય તો સત્ય અને અજ્ઞાનાદિ દુષ્ટ આશયપૂર્વક હોય તો
For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org