________________
માટે શ્રી જિનેશ્વરના ચરણકમળ પાસે (આહારક શરીરનું) ગમન થાય છે. ll૧ી'
એવા પ્રકારનાં કારણે ઉત્પન્ન થયે ચૌદ પૂર્વધર વડે જે શરીરનું સાહસ એટલે ગ્રહણ થાય તે માહિર શરીર કહેવાય. અથવા જે શરીર વડે શ્રીવલી ભગવંત પાસે જીવ આદિ સૂક્ષ્મ પદાર્થો નીદરાય એટલે ગ્રહણ થાય તે હિા૨ શરીર.
તથા આહારને પચાવવામાં કારણભૂત અને તેજલેશ્યાદિ તેજસૂને બહાર કાઢવામાં કારણભૂત એવાં જે ઉષ્ણ પુગલો તે તૈનસ્ કહેવાય; અને તેવા પ્રકારનાં તેજસ્ પુદ્ગલો વડે બનેલું જે શરીર તે સૈવત શરીર કહેવાય.
તથા કર્મ વડે બનેલું જે શરીર તે ફાર્મ શરીર, અર્થાત્ ૮ કર્મોનો સમુદાય તે કામણ શરીર. (એ રીતે ૫ શરીરોનો વ્યુત્પત્તિ અર્થ કહ્યો).
એ પ્રમાણે એ ૫ શરીર સામાન્યથી સર્વે જીવને હોય છે. અને જો વિશેષ જીવભેદથી વિચારીએ તો પણ પંઘ મમ્ = અનેક જીવો આશ્રયિ (મનુષ્યોને) એ પાંચે શરીરો હોય છે. વાયુ તથા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને ઔદારિક - વૈક્રિય-તૈજસ-કાર્પણ એ ચાર શરીર હોય છે, પરંતુ આહારક શરીર ન હોય. કારણ કે આહારક શરીર તો ચૌદ પૂર્વધર મુનિઓને જ હોય છે. એ પ૩મી ગાથાનો અર્થ સમાપ્ત. /પ૩ll અવતરણ : હવે દેવ આદિકને કેટલાં શરીર હોય? તે આ ગાથામાં કહેવાય છે :
येउव्यिय तेए कम्मए य सुर - नारया य तिसरीरा ।
सेसे गिंदिय - वियला, ओरालिय तेय कम्मइगा ॥५४॥ - માથાર્થ : દેવ તથા નારકો વૈક્રિય-તૈજસ-કાશ્મણ એ ૩ શરીરવાળા હોય છે, અને શેષ એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિય જીવો ઔદારિક-તૈજસ-કાશ્મણ એ ૩ શરીરવાળા છે. //૫૪ - વ્યાધ્યાર્થ :- જેઓને ૩ શરીર હોય તે ત્રણ શરીરવાળા કહેવાય અને તે દેવ તથા નારકો હોય છે.
પ્રશ્ન :- કયા ત્રણ શરીરો દેવ - નારકોને હોય છે?
ઉત્તર :- વૈક્રિય, તૈજસુ, કામણ. એમને ઔદારિક શરીર હોય નહિ, કારણ કે ઔદારિક શરીર તો તિર્યંચ-મનુષ્યોને જ હોય. તેમ આહારક શરીર પણ ન હોય, કારણ કે તે ૧૪ પૂર્વધર મનુષ્યને જ હોય છે. તથા એ કહેલા જીવોથી બાકી રહેલા જીવો પૃથ્વી-અપૂ-તેજસુ-અને વનસ્પતિ એ ૪ એકેન્દ્રિયો તથા સંપૂર્ણ ઈન્દ્રિયો અને મનના વિકલપણાથી (રહિતપણાથી) વિકલેન્દ્રિય જીવો એટલે દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય – ચતુરિન્દ્રિય – અસંજ્ઞી પંચેન્દ્રિય એ સર્વે ઔદારિક તૈજસ્ અને કાશ્મણ એ ૩ શરીરવાળા જ હોય છે; કારણ કે પ્રથમ તો ભવ પ્રત્યયિક વૈક્રિયશરીર એમને હોય નહિ, કારણ કે તે ભવપ્રત્યયિક વૈક્રિય શરીર તો દેવ - નારકોને જ હોય; તેમ એ જીવોને ઉત્તર વૈક્રિય શરીર પણ ન હોય, કારણ કે તેવા પ્રકારની લબ્ધિનો અભાવ છે. તેમજ આહારક શરીર ન હોવાનું કારણ તો પ્રથમ કહ્યા પ્રમાણે વિચારવું. એ પ્રમાણે ૫૪મી ગાથાનો ૧. જન્મથી જ જે શરીર પ્રાપ્ત થાય તે મૂળ શરીર અથવા ભવપ્રત્યયિક શરીર કહેવાય. ૨. આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિ મહાત્માને જ હોય- એ કારણ વિચારવું.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org