________________
मस्सूरए य थिबुगे, सूइ पडागा अणेगसंठाणा ।
पुढवी दग अगणि मारुय - वणस्सईणं च संटाणा ॥५२॥ Tથાર્થ પૃથ્વીકાયનું સંસ્થાન મસૂરની આકૃતિ સરખું છે, અપકાયનું તિબુક (પરપોટા) સરખું, અગ્નિનું સોય સરખું, વાયુનું પતાકા સરખું અને વનસ્પતિનું સંસ્થાન અનેક વિવિધ આકૃતિવાળું છે. /પર/
વ્યાધ્યિાર્થ : મસૂર એટલે માળવા આદિ દેશમાં પ્રસિધ્ધ મસૂરકના આકારવાળું એક જાતિનું ધાન્ય થાય છે; તેવા આકારવાળું ઢવી = પૃથ્વીકાયના શરીરનું હુંડક સંસ્થાન જાણવું. તથા ના = અપૂકાયિક જીવોનું સ્ટિબુક-બિંદુ સરખા આકારવાળું, અગ્નિકાય જીવોનું સોયના આકારવાળું, વાયુકાય જીવોનું પતાકા આકારનું અને વાસ્તi સંશા એટલે વનસ્પતિઓના શરીરનાં સંસ્થાન અનેક આકારવાળાં છે. (આ પદમાં ૧ (વ) પદ પૂર્વે કહેલા પુઢવી આદિ પદોની અપેક્ષાએ સમુચ્ચય અર્થમાં છે.) એ પ૨ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //પર// ૧૦૦૦ ગાથા ||
૩વતર : અહીં ૧૪ માર્ગણાધારમાં ૧૪ જીવસમાસ કહેવાના ચાલુ વિષયમાં ત્રીજા કાયમfખા દ્વારમાં જીવસમાસ કહેવાય છે. (અને તે કાયમાર્ગણાના પ્રસંગમાં જ યોનિ-કુલ-સંઘયણ-સંસ્થાન આદિ દ્વાર કહ્યાં.) તે ય શબ્દ જેમ પૃથ્વી આદિ જીવોના સમુદાયના અર્થવાળો છે, તેમ ઔદારિકાદિ શરીરના પણ અર્થવાળો છે. અર્થાત્ હોય એટલે ઔદારિકાદિ ૫ શરીર. જેથી આ ચાલુ કાયદ્વારના વાચ્યત્વને આશ્રયીને જ આ પ્રસ્તુત કાયદ્વારમાં ઔદારિકાદિ શરીરનો પણ વિચાર કરવા માટે આ ગાથા કહેવાય છે. (અર્થાત્ ૫ શરીર અને તેના સ્વામી કહેવાય છે.) :
ओरालिय वेउब्बिय, आहारय तेयए य कम्मयए । पंच मणुएसु चउरो, वाऊ पंचिंदियतिरिच्छे ॥५३॥
થાર્થ : ઔદારિક - વૈક્રિય - આહારક - તૈજસુ અને કાશ્મણ એ ૫ શરીર છે. અને મનુષ્યમાં એ પાંચે શરીર છે. તથા વાયુકાય જીવોને અને પંચેન્દ્રિય તિર્યંચોને (આહારક રહિત) ૪ શરીર છે. પક્ષી
વ્યાવ્યા : ઉદ્વાર એટલે શ્રી તીર્થંકર ભગવંતના શરીરની અપેક્ષાએ સમગ્ર ૩ ભુવનના અતિ ઉત્તમ પુદ્ગલો વડે રચાયેલું શરીર તે ઔદારિક શરીર. અથવા કાર એટલે મ્હારતામાત્ર વડે જ (સ્થૂલતામાત્ર વડે) સાર-પ્રધાન, અર્થાત્ વૈક્રિયાદિ શરીરનાં પુગલોની અપેક્ષાએ સ્કૂલ એવા પ્રકારનાં પુગલો વડે બનેલું તે ઔદારિક શરીર. અથવા કાર એટલે શેષ સ્વાભાવિક સર્વ શરીરની અપેક્ષાએ મહાપ્રમાણવાળું (ત્યાં ઉદાર એ જ ઔદારિક - ઈતિ તદ્ધિત), કારણ કે વૈક્રિય શરીર તો ઉત્તર વૈક્રિય અવસ્થામાં જ ૧ લાખ યોજનના પ્રમાણવાળું થાય છે, અને સ્વાભાવિક (જન્મ) વૈક્રિય શરીર તો ઉત્કૃષ્ટથી પણ ૫૦૦ ધનુષ પ્રમાણનું છે. પરંતુ ઔદારિક શરીર તો સહજથી પણ (જન્મશરીરથી પણ) સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યોની અપેક્ષાએ ૧. અર્થાત્ શેષ વૈક્રિય મૂળ શરીરની અપેક્ષાએ.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org