________________
પણ એ પ્રમાણે જ (૨ પ્રકારની) વેદના કહેવી; પરંતુ તફાવત એ જ કે આ પાંચમી પૃથ્વીમાં શીતસ્પર્શવાળાં ઘણાં પ્રતરો હોવાથી શીતવેદના વેદનારા ઘણા નારકો જાણવા, અને ઉષ્ણવેદના વેદનારા અલ્પ નારકો જાણવા. કારણ કે એ પૃથ્વીમાં ઉષ્ણસ્પર્શવાળાં સ્થાનો અલ્પ છે. માટે એ રીતે તફાવત જાણવો. તથા ૬ઠી અને ૭મી પૃથ્વીના નારકો એકાંતે (કેવળ) શીતવેદના જ સહન કરે છે. કારણ કે એ ૨પૃથ્વીઓમાં પૂર્વે કહેલા શીતસ્પર્શથી (અર્થાત્ હિમથી અનંતગુણ સ્પર્શ જે ૪-૫મી પૃથ્વીનો કહ્યો છે તે શીતસ્પર્શથી) પણ અત્યંત તીવ્ર શીતસ્પર્શ હોય છે. એ પ્રમાણે સ્પર્શવેદના હોવાથી જે કેટલાક નારકો અહીં ઉષ્ણવેદના અનુભવનારા કહ્યા છે તે સર્વે નારકો શીતયોનિ વાળા જાણવા. અને જેટલા નારકો શીતવેદના અનુભવનારા કહ્યા છે, તે સર્વે
યોનિ વાળા જાણવા. જો અહીં શીતવેદના અનુભવનારા નારકોની શીત યોનિ જ હોય અને ઉષ્ણવેદના વેદનાર નારકોની ઉષ્ણ યોનિ જ હોય તો સજાતીયપણાથી અતિવેદના ન હોય, અને નારકોને તો સર્વ – પદાર્થ – પરિણામ એવો હોવો જોઈએ કે જેથી તેઓને વેદના અધિક અધિક થાય, તે કારણથી વેદના અને યોનિનો પરસ્પર વિપર્યભાવ (નારક જીવોમાં) વર્તે છે.
એ પ્રમાણે યોનિ તથા વેદનાનો વિપર્યય વિચારીએ તો પહેલી ૩ પૃથ્વીના સર્વ નારકો તથા ચોથી પૃથ્વીમાંનાં ઘણાં સ્થાનોમાં (રહેનાર ઘણા નારકો), અને પાંચમી પૃથ્વીમાંનાં અલ્પ સ્થાનોમાં (અલ્પ પ્રતરોમાં રહેનારા થોડા નારકો) શીત યોનિવાળા જ નારકો છે. અને ચોથી પૃથ્વીનાં અલ્પ સ્થાનોમાં, પાંચમી પૃથ્વીનાં ઘણાં સ્થાનોમાં તથા છઠ્ઠી – સાતમી પૃથ્વીમાં રહેનારા નારકો સર્વે ઉષ્ણુયોનિ વાળા છે એમ સિદ્ધ થયું. હવે એ યોનિસંબંધમાં ઘણા વિસ્તાર વડે સર્યું. યોનિસ્વરૂપના વિશેષ જિજ્ઞાસુએ પ્રજ્ઞાપના સૂત્રોમાંથી વિશેષ વિસ્તાર જાણવો. (કે જેમાં યોનિપ્રજ્ઞાપના અધિકાર કહ્યો છે.)
આ ગ્રંથના મૂળ વૃત્તિકારે તો પહેલી ૩ પૃથ્વીઓમાં નારકોની ઉષ્ણુયોનિ જ કહી છે. ચોથી પૃથ્વીના કેટલાક પહેલાં પ્રતરોમાં ઉષ્ણયોનિ અને શેષ પ્રતિરોમાં શીતયોનિ તેમજ નીચેની ૩ પૃથ્વીઓ (પ-૬-૭)માં કેવળ શીતયોનિ જ કહી છે. એ વાત શ્રી પ્રજ્ઞાપના સૂત્રના અભિપ્રાયથી વિચારતાં બહુ વિસંવાદવાળી જણાય છે. એ બાબતમાં સત્ય તત્ત્વ તો શ્રી બહુશ્રુતો જ જાણે.
‘તિવિદ સેસાણ' ઈતિ. પૂર્વે કહેલા જીવોથી શેષ રહેલા પૃથ્વી – અપૂ-વાયુ - વનસ્પતિ – વિકસેન્દ્રિય અને સમૂર્ણિમ પંચેન્દ્રિયોની યોનિ ટાણે પ્રકારની સંભવે છે. ત્યાં શીતસ્પર્શવાળા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા જીવોની શીત યોનિ, ઉષ્ણસ્પર્શવાળા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા જીવોની ૩Mયોનિ અને શીતોષ્ણ સ્પર્શવાળા ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા જીવોની શીતોષ્ણ યોનિ હોય એ તાત્પર્ય છે. એ પ્રમાણે ૪૭મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૪ળા
વિતર : પૂર્વોક્ત સ્વરૂપવાળી યોનિમાં ઉત્પન્ન થયેલાં જીવો યથાયોગ્ય ૬ સંઘયણમાં વર્તે છે. (એટલે ૬ સંઘયણવાળા હોય છે). તે કારણથી સંહનનનું – સંઘયણના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે આ ૪૮મી ગાથા કહેવાય છે :
वारिसहनारायं, वजनाराययं च नारायं । अद्धं चिय नारायं, खीलिय छेवठ्ठ संघयणं ॥४८॥
Jain Education International
For Private 4
ersonal Use Only
www.jainelibrary.org