________________
એટલે સચિત્ત અને અચિત્ત ઉભય સ્વરૂપવાળી છે, કારણ કે તે ગર્ભમાં શુક્રના તથા રુધિરનાં પુદ્ગલો અચિત્ત છે, અને સ્ત્રીના શરીરના અવયવો તો સચિત્ત છે, તે અતિપ્રસિદ્ધ છે.
તથા શેષ એ કેન્દ્રિય, વિકસેન્દ્રિય અને સમૂર્છાિમ પંચેન્દ્રિય જીવોની યોનિ સચિત્ત, અચિત્ત તથા મિશ્ર એમ ત્રણ પ્રકારની સંભવે છે; કારણ કે એ એકેન્દ્રિયાદિકમાંના કેટલાક જીવો તો અન્ય જીવોએ આત્મસાત્ (સ્વદેહાશ્રયરૂપે) કરેલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે, માટે તેવા જીવોની સચિત્ત યોનિ છે. કેટલાક જીવો અન્ય જીવોએ સ્વાધીન નહિ કરેલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે, માટે તેવા જીવોની અચિત્ત યોનિ છે. અને કેટલાક જીવો તો અન્ય જીવોએ આત્મસાત્ કરેલા તેમજ આત્મસાતું નહિ કરેલા એવા ઉભય સ્વરૂપવાળા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે; માટે તેઓની મિશ્ર યોનિ છે, એ તાત્પર્ય છે. એ પ્રમાણે આ ૪૬ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો ૪૬
સવતર : પૂર્વ ગાથામાં સચિત્તાદિ ૩ પ્રકારની યોનિનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં શીત આદિ ૩ પ્રકારની યોનિનું સ્વરૂપ કહે છે, તે આ પ્રમાણે :
सीओसिणजोणीया, सव्वे देवा य गब्भवक्कंती ।
उसिणा य तेउकाए, दुह नरए तिविह सेसाणं ॥४७॥ Tથાર્થ સર્વે દેવો તથા સર્વે ગર્ભજ જીવો શીતોષ્ણ યોનિવાળા છે. અગ્નિકાયના જીવો ઉષ્ણ યોનિવાળા છે, નારકો શીત તથા ઉષ્ણ એ ૨ પ્રકારની યોનિવાળા છે અને શેષ સર્વ જીવોની (શીત – ઉષ્ણ – તથા શીતોષ્ણ એ) ત્રણ પ્રકારની યોનિ છે. Il૪શા.
વ્યથાર્થ : ભવનવાસી ઇત્યાદિ સર્વે પણ દેવો શીતોષ્ણ યોનિ વાળા છે, કારણ કે તેઓનું ઉત્પત્તિક્ષેત્ર શીતોષ્ણ (મિશ્ર) સ્પર્શના પરિણામવાળું છે. અર્થાત્ એ ઉત્પત્તિક્ષેત્ર એકાન્ત શીતસ્પર્શવાળું નહીં, તેમજ એકાન્ત ઉષ્ણસ્પર્શવાળું પણ નહીં, પરંતુ અનુષ્ણશીત (ઉષ્ણ નહીં તેમજ શીત પણ નહીં એવું મધ્યમ પરિણામવાળું) હોય છે. એ પ્રમાણે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો તથા ગર્ભજ મનુષ્યો પણ સર્વે શીતોષ્ણ યોનિવાળા છે એમ જાણવું. તે૩I] એટલે તૈજસ્કાયિક (અગ્નિકાયિક) જીવોની ઉષ્ણ યોનિ હોય છે, કારણ કે અગ્નિજીવો ઉષ્ણસ્પર્શવાળા ક્ષેત્રમાં જ ઉત્પન્ન થાય છે.
નરT = નારકોની યોનિ ૨ પ્રકારની છે. ત્યાં કેટલાક નારકોની શીત યોનિ, અને કેટલાક નારકોની ઉષ્ણ યોનિ હોય છે, એ તાત્પર્ય છે. અહીં ભાવાર્થ એ છે કે -
પહેલી ૩ પૃથ્વીઓમાં તો નારકો એકાન્ત (કેવળ) ઉષ્ણવેદના જ અનુભવે છે. તે ઉષ્ણવેદના અહીંના ખેરના અંગારાના અગ્નિથી પણ અનંતગુણ ઉષ્ણ હોય છે. તથા ચોથી પૃથ્વીમાં પણ ઘણા નારકો કેવળ ઉષ્ણસ્પર્શ – વેદના જ અનુભવે છે, કારણ કે એ પૃથ્વીમાં પણ ઘણાં પ્રતરોમાં પૂર્વોક્ત સ્વરૂપવાળો ઉષ્ણસ્પર્શરૂપ પરિણામ વર્તે છે માટે એ પ્રમાણે જાણવું. તેમજ એ પૃથ્વીમાં કેટલાક અલ્પ નારકો શીતવેદના જ સહન કરે છે, કારણ કે એ પૃથ્વીનાં કેટલાંક પ્રતરોમાં અહીંના હિમથી પણ અનંતગુણો શીતસ્પર્શ વર્તે છે. વળી પાંચમી પૃથ્વીમાં
Jain Education International
For Privat 4
ersonal Use Only
www.jainelibrary.org