SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (ગુપ્ત) યોનિપણું વિચારવું. તથા વિકલેન્દ્રિય પદના (વિનિરિયા|| એ ગાથામાં કહેલા પદના) ગ્રહણથી અહીં દ્વીન્દ્રિય - ત્રીન્દ્રિય - ચતુરિન્દ્રિય - સમૂ૦ તિર્યંચ પંચેન્દ્રિય તથા સમૂ૦ મનુષ્ય ગ્રહણ કરાય છે. કારણ કે એ પાંચે જીવો મનરહિત હોવાથી સંપૂર્ણ ઇન્દ્રિયોથી બનતાં વિશિષ્ટ કાર્ય કરવા અસમર્થ હોય છે. તેથી એ પાંચે જીવોને વાસ્તવિક રીતે વિકસેન્દ્રિયપણું જ ગણાય. તેથી એ દ્વીન્દ્રિયાદિ પાંચ પ્રકારના જીવોને વિવૃતયોનિ એટલે શ્રી કેવલિભગવંતે દેખેલા કોઈ પ્રકાર વડે અગુપ્ત સ્વરૂપ (અર્થાતુ સ્પષ્ટ દેખાતી) યોનિ જાણવી. વળી ગર્ભમાં જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ – મનુષ્યો ઉત્પન્ન થાય છે, તે ગર્ભજ મનુષ્યોની તથા ગર્ભજ તિર્યંચોની સંવૃતવિવૃતા. યોનિ જાણવી; અર્થાત્ આવૃત-ઢંકાયેલા અને અનાવૃત- નહિ ઢંકાયેલા એમ ઉભયસ્વરૂપ જાણવી. આ સંવૃતવિવૃતા યોનિ ઢંકાયેલા અને નહિ ઢંકાયેલા - ઉભયસ્વરૂપવાળી કેવી રીતે? તેનો વિચાર અતીન્દ્રિય જ્ઞાનીઓથી - શ્રી સર્વજ્ઞોથી જ જાણી શકાય તેવો છે. માત્ર મનુષ્યની સંવૃતવિવૃત યોનિનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ લખેલું દેખાય છે, તે આ પ્રમાણે :- સ્ત્રીઓની નાભિની નીચે બે શિરા (નસો) થી નીચે અધોમુખે (નીચે મુખવાળી) કોશક (કમલડોડા સરખા) આકારવાળી યોનિ છે. તેની બહાર આંબાની મંજરી સરખા માંસના ફોડલા ઋતુકાલે (સ્ત્રીઓના માસિક ધર્મ વખતે) ફૂટે છે. તેમાંથી રુધિર ઝરે છે. તેમાંથી કેટલાંક રુધિર-બિંદુઓ યોનિમાં પ્રવેશ કરે છે. તે રુધિર બિંદુઓમાં પુરૂષના શુક્રનો સંબંધ પામીને (અર્થાત્ રુધિર અને શુક્રનાં સંયોગમાં) જીવ તેમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કલલ', અર્બુદ, માંસપેશી ઇત્યાદિ ક્રમથી સર્વ અવયવો પ્રાપ્ત થાય છે; અને ત્યારબાદ (અમુક કાળે) યોનિથી બહાર નીકળે છે. એ ૪પમી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૪પા. અવત{UT : પૂર્વ ગાથામાં સંવૃતાદિ ૩ પ્રકારની યોનિ કહીને હવે આ ગાથામાં સચિત્તાદિ ૩ પ્રકારની યોનિ કહે છે : अञ्चित्ता खलु जोणी, नेरइयाणं तहेव देवाणं । मीसा य गब्भवसही, तिविहा जोणी उ सेसाणं ॥४६॥ માથાર્થ : નારકોની તથા દેવોની યોનિ નિશ્ચય અચિત્ત હોય છે. ગર્ભજ જીવોની મિશ્ર યોનિ હોય છે અને શેષ સર્વ જીવોની ત્રણ પ્રકારની યોનિ હોય છે. ૪૬ll - વ્યાધ્યાર્થ : નારકોની તથા દેવોની યોનિ અચિત્ત હોય છે. જો કે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો તો ત્યાં પણ વ્યાસ - રહેલા છે, તો પણ નારક-દેવોનું ઉત્પત્તિક્ષેત્ર – ઉત્પત્તિસ્થાન કોઈપણ જીવે પરિગૃહીત નહિ કરેલું હોવાથી (એટલે સૂક્ષ્મ એકેન્દ્રિયોએ પોતાના આશ્રયરૂપે નહિ કરેલું હોવાથી) નારક-દેવોનું ઉત્પત્તિસ્થાન - યોનિ અચિત્ત છે. તથા દમ પદ વડે અહીં ગર્ભજ જીવો કહ્યા છે. તેઓની વદિ = વસતિ = યોનિ મિશ્ર ૧. કલલ = જળરૂપ અવસ્થા, અબુંદ = જળના પરપોટા સરખી અવસ્થા, અને ત્યારબાદ તે પરપોટો બંધાઈને માંસપેશી સરખો દૃઢ થાય, ઈત્યાદિ ક્રમે કલલાદિ અવસ્થા તંદુલવૈતાલિક આદિ શાસ્ત્રોથી જાણવા યોગ્ય છે. ૨. કોઈપણ જીવે પોતાના પરિગ્રહરૂપે એટલે મમત્વ સ્વરૂપથી સ્વઆશ્રય રૂપે નહિ કરેલું, તે અપરિગૃહીત ક્ષેત્ર - અચિત્તક્ષેત્ર ગણાય. ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy