________________
ઉત્તર :- ના, તેમ પણ નહિ; કારણ કે ઉત્પત્તિસ્થાન જો કે ઘણાં છે તો પણ શ્રી કેવલિભગવંતે દેખેલા કેટલાક ધર્મો વડે એક સરખાં ઉત્પત્તિસ્થાનો ઘણાં હોય તો પણ તે સર્વે ૧ યોનિ તરીકે જ ગણાય છે. તેથી અનંત જીવોને શ્રી કેવલિભગવંતે દેખેલા કેટલાક સદંશ ધર્મો વડે પરસ્પર અંતર્ગતપણે વિચારીએ તો યોનિઓ ૮૪ લાખ જ છે, એથી જૂન નથી, તેમ અધિક પણ નથી. અને તે ૮૪ લાખ યોનિઓ અતિપ્રસિદ્ધ હોવાથી આ ગ્રંથમાં જો કે કહી નથી, તો પણ તે આ પ્રમાણે જાણવી :
“પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય એ એકેકની (દરેકની) સાત સાત લાખ યોનિ છે. IT વિકસેન્દ્રિયોની દરેકની બે બે લાખ યોનિ છે. નારકની ૪ લાખ તથા દેવની ૪ લાખ યોનિ છે, પંચેન્દ્રિય તિર્યંચોની ૪ લાખ તથા મનુષ્યની ૧૪ લાખ યોનિ છે. //રા'
કન :- વોનિ અને સુ એ બેમાં તફાવત શું?
ઉત્તર :- વોનિ એટલે ઉત્પત્તિસ્થાન. જેમ છાણ એ વીંછી વગેરેનું ઉત્પત્તિસ્થાન છે, માટે વીંછી વગેરે જીવોની છાણ એ યોનિ છે; અને ન તો વર્ણાદિ-ભેદવાળું છે, અને તે એકજ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવોનું પણ ઘણા પ્રકારનું સંભવે છે. જેમ છાણ વગેરે એક જ પ્રકારની યોનિમાં ઉત્પન્ન વીંછી વગેરે જીવો પણ કપિલવર્સી, રક્તવર્ણી ઇત્યાદિ અનેક ભેદવાળા હોય છે. જેથી કુલ અનેક પ્રકારનું હોય છે. વિશેષ વિસ્તારથી સર્યું. એ પ્રમાણે ૪૪મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૪૪ો :
નવતર : પૂર્વ ગાથાઓમાં જીવોનાં કુલ કહીને હવે આ ગાથામાં જીવોની ૮૪ લાખ યોનિના અંતર્ગત ભેદરૂપ સંવૃત-વિવૃત આદિ ધર્મભેદે યોનિઓના ભેદ કહે છે. તેમજ તે સંવૃતાદિ યોનિ કયા કયા જીવોને હોય? તે જીવભેદ પણ કહેવાય છે :
एगिदिय नेरइया, संवुडजोणी य हुंति देवा य ।
विगलिंदियाण वियडा, संवुडवियडा य गभमि ॥४५॥ પથાર્થ એકેન્દ્રિય-નારક અને દેવો એ ત્રણે સંવૃત યોનિવાળા છે. વિકલેન્દ્રિયોને વિવૃતા યોનિ છે અને ગર્ભજ જીવોને (સંજ્ઞી મનુષ્ય – તિર્યંચોને) સંવૃતવિવૃતા નામની (મિશ્ર) યોનિ છે. ૪પા
વ્યારધાર્થ : એકેન્દ્રિયો અને નારકજીવો સર્વ સંવૃતયોનિવાળા છે. ત્યાં નારકો સંવૃત યોનિવાળા કેવી રીતે છે? તે કહેવાય છે કે-નારકોને ઉત્પન્ન થવાનાં સ્થાનરૂપ નિષ્ફટો ઢંકાયેલા ગવાક્ષ સરખાં છે માટે તથા સર્વે દેવોપણ સંવૃત યોનિવાળા જ છે. કહ્યું છે કે, “વેવસાણંતિ દેવદૂig siાની સંવિમા મત્તા, સરીરી IIT૩વવન્ના' ઇત્યાદિ સૂત્રવચનથી દેવો સર્વે વસ્ત્રથી ઢાંકેલી દેવશયામાં દેવદૂષ્ય વસ્ત્રની અંદર સંવૃત-ઢંકાયેલા સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સર્વે એકેન્દ્રિયોને પણ શ્રી કેવલિભગવંતે દેખેલા કોઈપણ પ્રકારે સંવૃત ૧. અર્થ - “દેવદૂષ્યવસ્ત્રથી ઢાંકેલી દેવામાં અંગુલના અસંખ્યાતમા ભાગ માત્ર શરીરની અવગાહના વડે ઉત્પન્ન થયા.' અહીં દેવશયા પલંગના આકારવાળી હોય છે, અને દેવદૂષ્ય એટલે અતિ ઉત્તમ દિવ્ય રેશમી વસ્ત્રથી ઢંકાયેલી હોય છે. તે દેવદૂષ્યની અંદર દેવ ઉત્પન્ન થાય છે. -
Jain Education International
For Private
Rersonal Use Only
www.jainelibrary.org