________________
લાખ કુલકોટિ છે. તથા સ્થલચર તિર્યંચો ચતુષ્પદ – ઉર:પરિસર્પ અને ભુજપરિસર્પ એમ ત્રણ પ્રકારના છે, તેમાં ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયોની ૧૦ લાખ કુલકોડિ છે, સર્પ વગેરે ઉર પરિસર્પ તિર્યંચોની ૧૦ લાખ કુલકોડિ છે અને ઘો તથા નકુલ (નોળ) આદિ ભુજપરિસર્પોની ૯ લાખ કુલકોડિ છે.
ચારધાર્થ : ગાથાર્થવતુ. એ પ્રમાણે ૪૨મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૪રા
નવતર : પૂર્વ ગાથાઓમાં તિર્યંચોની કુલકોડિ – સંખ્યા કહીને હવે આ ગાથામાં દેવ - નારક તથા મનુષ્યોનાં કુલની સંખ્યા કહે છે :
छव्वीसा पणुवीसा, सुरनेरइयाण सयसहस्साई । बारस य सयसहस्सा, कुलकोडीणं मणुस्साणं ॥४३॥
થાર્થ : ભવનપતિ આદિ સર્વે દેવોની ૨૬ લાખ કુલ કોડિ છે. નારકોની ર૫ લાખ કુલકોડિ છે, અને મનુષ્યોની ૧૨ લાખ કુલકોડિ છે.
વ્યાધ્યાર્થ : અહીં વ્યાખ્યાર્થ પણ ગાથાના અર્થને અનુસાર જાણવો. એ ૪૩મી ગાથાનો અર્થ સમાપ્ત .ll૪૩ી. નવતર : આ ગાથામાં કુલ કોડિની સર્વ સંખ્યા દર્શાવે છે:
एगा कोडाकोडी, सत्ताणउई भवे सयसहस्सा ।
पन्नासं च सहस्सा, कुलकोडीणं मुणेयव्या ॥४४॥ નાથાર્થ : જીવોનાં કુલ સર્વે મળીને ૧ કોડાકોડિ ૯૭ લાખ ૫૦ હજાર જાણવાં.
વિશેષાર્થ :- તાર્થ = અર્થ કહેવાઈ ગયો છે (અર્થાતુ ગ્રંથમાં ૩૯મી ગાથાના અર્થ પ્રસંગે સમસ્ત વંતૂનાં સાતિરે કોટિકોટી નાનાં એ પદથી કહેવાયો છે), અને આ ભાષાર્થમાં ૪૦મી ગાથાના અવતરણ તરીકે કહ્યો છે.
!! ૮૪ લાખ જીવયોનિનું સ્વરૂપ છે જીવોનાં સર્વ કુલ કહીને હવે ઉત્પત્તિસ્થાનરૂપ જીવોની યોનિનું સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે :- ૫ ધાતુ મિશ્રણ અર્થમાં છે, તેથી યુવતિ એટલે તેજસુ-કાશ્મણ શરીરવાળા જીવો, અન્ય ભવમાં જઈ ઉત્પન્ન થતી વખતે જેને વિષે ઔદારિકાદિ ભવધારણીય શરીરદ્રવ્યો સાથે મિશ્રિત થાય છે, તે યોનિ કહેવાય. અર્થાત્ યોનિ એટલે એકેન્દ્રિયાદિ જીવોનું ઉત્પત્તિસ્થાન. સર્વ જીવોની અપેક્ષાએ તેવી ૮૪ લાખ યોનિ છે. અહીં એમ ન વિચારવું કે જીવો અનન્ત છે તો ઉત્પત્તિસ્થાનરૂપ યોનિઓ પણ અનંત હોવી જોઈએ. કેમ કે જીવોને સામાન્ય આધારભૂત એવો લોક (લોકાકાશ) પણ અસંખ્ય પ્રદેશાત્મક જ છે, તેમજ જીવોના વિશેષ આધારભૂત નરકાવાસ - નિષ્ફટ - દેવશય્યાઓ – પ્રત્યેક જીવોનાં શરીર તથા સાધારણ (નિગોદ) જીવોનાં શરીર તે પણ સર્વે (અથવા સર્વ મળીને) અસંખ્યાત જ છે. એ જ રીતે જીવો અનંત હોવા છતાં પણ ઉત્પત્તિસ્થાનો અનંત કેમ હોય ? ન જ હોય.
પ્રશ્ન :- એ પ્રમાણે જીવો અનંત હોવા છતાં ઉત્પત્તિસ્થાનો પણ અનંત ન હોય તે માની લીધું, પણ તે “અસંખ્યાત” હોય તેમ માનવામાં શો વાંધો?
For Privat Personal Use Only
Jain Education International
www.jainelibrary.org