SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ કહેવાથી શિષ્ય પ્રત્યે કંઈક વિશેષ ઉપકાર જાણીને શ્રી ગ્રંથકર્તા પ્રથમ તે કુલ વગેરે ભાવ અહીં પ્રસંગથી કહે છે. તે આ પ્રમાણે : बारस सत्तय तिन्निय, सत्त य कुलकोडिसयसहस्साइं । નૈયા પુવ - વાળિ - વાળું ચૈવ પરિસંઘા ॥૪૦॥ થાર્થ : પૃથ્વીકાયની ૧૨ લાખ કુલકોટિ, અપકાયની ૭ લાખ કુલકોટિ, અગ્નિકાયની ૩ લાખ કુલકોટિ અને વાયુકાયની ૭ લાખ કુલકોટિ છે. એ પ્રમાણે પૃથ્વીકાયાદિ ૪ નિકાયના જીવોની નિશ્ચય કુલકોટિની સંખ્યા જાણવી. ।।૪૦ગા બાબાર્થ : આ ગાથામાં કહેલો ‘બ્રુહ્રોડિસવસહસ્સારૂં એટલે લાખ કુલકોટિ,’ એ શબ્દ ‘બારસ’ ઈત્યાદિ દરેક પદની સાથે સંબંધવાળો છે, જેથી ૧૨ લાખ કુલકોટિ, ૭ લાખ કુલકોટિ ઇત્યાદિ ક્રમ કુલકોટિનો જાણવો. અર્થાત્ કુલકોટિની એ પરિસંખ્યા = સંખ્યા જાણવી એ સંબંધ છે. તે કુલકોટિની પરિસંખ્યા ૧૨ લાખ ઇત્યાદિ કહી તે કયા કયા જીવોની ? તે કહેવાય છે કે – પુવિ – પૃથ્વીકાય ઇત્યાદિ પદનો પણ અનુક્રમ પૂર્વોક્ત સંખ્યાના અનુક્રમ સાથે જોડવો. તે આ પ્રમાણે :- પૃથ્વીકાય જીવોની ૧૨ લાખ કુલકોટિ જાણવી. અકાય જીવોની ૭ લાખ કુલકોટિ જાણવી. અગ્નિકાય જીવોની ૩ લાખ કુલકોટિ તથા વાયુકાય જીવોની પુનઃ ૭ લાખ કુલકોટિ જાણવી. એ પ્રમાણે ૪૦મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ॥૪૦॥ (શેષ જીવોની કુલકોટિ આગળની ગાથામાં કહેવાશે.) - અવતરણ : પૂર્વ ગાથામાં ૪ એકેન્દ્રિયોની કુલકોટિ કહીને હવે આ ગાથામાં વનસ્પતિકાયની તથા ૩ વિકલેન્દ્રિયોની કુલકોટિની સંખ્યા કહે છે : कुलको डिसयसहस्सा, सत्तट्ठ य नव य अट्टवीसं च । बेइंदिय तेइंदिय, चउरिंदिय हरियकायाणं ॥ ४१ ॥ ગાથાર્થ : દ્વીન્દ્રિયોની ૭ લાખ કુલકોડિ છે, ગીન્દ્રિયોની ૮ લાખ કુલકોડિ, ચતુરિન્દ્રિયની ૯ લાખ કુલકોડિ તથા હરિતકાયની એટલે સમગ્ર વનસ્પતિકાયની ૨૮ લાખ કુલકોડિ છે. 118911 વ્યાવ્યાર્થ : ગાથાર્થવત્ સુગમ છે. II૪૧૫ અવતરણ : પૂર્વ ગાથામાં વિકલેન્દ્રિયની કુલકોડ કહીને હવે આ ગાથામાં પંચેન્દ્રિય નિકાયના જીવભેદોની કુલકોડિ કહે છે. તે આ પ્રમાણે : अध्धत्तेरस बारस, दस दस कुलकोडिसयसहस्साइं । जलयर पक्खि चउप्पय उरभुयसप्पाण नव हुंति ॥ ४२ ॥ ગાથાર્થ : પૂર્વે કહેલા સ્વરૂપવાળા (૩૯મી ગાથામાં કહેલા મત્સ્યાદિ) જલચર પંચેન્દ્રિયોની अध्धत्तेरस સાડાબાર લાખ કુલકોટિ છે, અને પક્ષીઓની (એટલે ખેચર પંચેન્દ્રિયોની) ૧૨ ૧. અહીં યોનિ તથા કુલ એ બેમાં તફાવત એ છે કે યોનિ તે ઉત્પત્તિસ્થાન છે, અને તે એક જ પ્રકારના ઉત્પત્તિસ્થાનમાં જુદી જુદી જાતના પૃથ્વીકાયાદિ જીવો ઉપજે તે ક્રુત્ત તે જીવોની પરસ્પર ભિન્નતાને આધારે ગણાય છે. For Private &Osonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy