________________
(એટલે સર્વ પંચેન્દ્રિય) સકલેન્દ્રિય જાણવા. ૩૮
વ્યાધ્યાર્થ : શીત વાયુ અને આતપ (તાપ) ઇત્યાદિની અભિલાષાથી જે જીવો ત્રસ્થતિ = ચાલે એટલે સ્થાનાન્તર ગતિ કરે તે ત્રસ જીવ કહેવાય. તે દ્વિવિધ = ૨ પ્રકારના કહ્યા છે; અને તે ૨ પ્રકાર વિકસેન્દ્રિય અને સકલેન્દ્રિય એ ૨ ભેદરૂપ જાણવા. ઈન્દ્રિયો પ સંખ્યાવાળી છે. અર્થાતુ ૫ ઇન્દ્રિયો છે, તે પાંચની અપેક્ષાએ જે જીવો વિકલ એટલે હીન સંખ્યાયુક્ત ઇન્દ્રિયોવાળા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવો તે વિશ્વનેન્દ્રિય કહેવાય. એ સિવાયના જેટલા જીવો ત્રસકાયના શેષ અર્થાતુ બાકી રહ્યા, તેટલા સર્વ જીવો સનેન્દ્રિય જાણવા. અહીં ઇન્દ્રિયોની જે ૫ સંખ્યા છે તે સંખ્યા આશ્રયી સંપૂર્ણ (પાંચ) ઇન્દ્રિયો જે જીવોને છે તે જીવો જિનેન્દ્રિય ત્રસ જીવો જાણવા. એ પ્રમાણે ૩૮મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ll૩૮
નવતરVT : પૂર્વ ગાથામાં વિકસેન્દ્રિયાદિ ત્રસ જીવોના દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ ૪ ભેદ કહ્યા તેમાં કીન્દ્રિયાદિ જીવો કયા કયા જાણવા? તે દર્શાવે છે:
संखा गोम्मी भमराइया य विगलिंदिया मुणेयव्वा । पंचिंदिया य जल थल खहयर सुरनारयनरा य ॥३९॥
થાર્થ : શંખ આદિ જીવો બ્રિન્દ્રિય, ગોમી (કાનખજૂરા) આદિ જીવો ત્રીન્દ્રિય, તથા ભ્રમર આદિ જીવો વારિન્દ્રિય. એ પ્રમાણે અનુક્રમે ૩ પ્રકારના વિકસેન્દ્રિયો જાણવા. તથા જલચર - સ્થલચર-ખેચર - દેવ-નારક અને મનુષ્ય એ જીવો પંચેન્દ્રિય જાણવા.
વ્યાધ્યાર્થ : ગાથામાં કહેલા “સા = આદિ' શબ્દ સંરવા = શંખ ઇત્યાદિ પ્રત્યેક ભેદની સાથે સંબંધવાળો છે, તેથી સંવ = શંખ આદિ કીન્દ્રિય જીવો છે, નોખ્ખી = કાનખજૂરા આદિ ત્રીન્દ્રિય જીવો છે, અને મમરાયા = ભ્રમર આદિ ત્રીન્દ્રિય જીવો છે. અને એ સર્વે વિરુનેન્દ્રિય જીવો જાણવા. અને પૂર્વ ગાથામાં જે સકલેન્દ્રિયપણું (સકલ-સમગ્ર ઇન્દ્રિયોવાળા) જે પંચેન્દ્રિય જીવો કહ્યા તે જલચર ઇત્યાદિ જાણવા.
તે પંચેન્દ્રિય જીવો આ પ્રમાણે : 17 = જળને વિષે ઘર = ચાલે, પર્યટન કરે, - ભમે તે તિવર પંચેન્દ્રિય જીવો મત્સ્ય તથા મગર વગેરે જ જાણવા. તથા ગાય – બળદ - રોઝ વગેરે જીવો થવર વેન્દ્રિય જાણવા. કાગ - બગ વગેરે વેવર પેવેન્દ્રિય જીવો છે. (એ ત્રણ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવો છે.) તથા ભવનપતિ આદિ ટેવ પંન્દ્રિય તથા રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં ઉત્પન્ન થયેલાં તે (સાત પ્રકારના) નાર પંન્દ્રિય, કર્મભૂમિ ઇત્યાદિ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય પંન્દ્રિય. (એ પ્રમાણે પંચેન્દ્રિય જીવોના ભેદ કહ્યા). આ ૩૯મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૩૯
નવતર : એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં શ્રાવ માર્ગણા દ્વારે જીવસમાસનું નિરૂપણ કરવા માટે પૃથ્વીકાય વગેરે ૬ પ્રકારની કાયમાર્ગણા કહી. એ છ પ્રકારની કાયમાર્ગણાવાળા (એટલે ૬ નિકાયના) જીવોમાં સર્વ પ્રાણીઓની મળીને ઘણાં કુલોની કંઈક અધિક ૧ કોડાકોડિ જેટલી સંખ્યા છે. તથા સંવૃત, વિવૃત આદિ ભિન્ન ભિન્ન પ્રકારે ૮૪ લાખ યોનિ છે. ૬ સંઘયણ તથા ૬ સંસ્થાન ઇત્યાદિ અનેક ભાવ (એ ૬ કાય જીવોમાં) સંભવે છે; તો પણ એ જીવોના કુલ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org