________________
થાર્થ : સેવાલ - લીલ - કૃષ્ણક - કવય તથા કુહુણા એ સર્વ બાદર સાધારણ વનસ્પતિકાયના ભેદ છે. અને સર્વ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જળમાં, સ્થળમાં તથા આકાશમાં (લોકાકાશમાં) સર્વત્ર વ્યાપ્ત છે. //૩૬
વ્યાધ્યાર્થ સેવાન તે જળ ઉપર થતી – થનારી પ્રસિદ્ધ છે. પુન = કાષ્ઠાદિક ઉપર થનારી ઉલ્લીવિશેષ (લીલવિશેષ). ગ્નિ = પાણીના ઘડામાં થનારી અને પ્રાયઃ વર્ષાઋતુમાં ઉત્પન્ન થનારી ઉલ્લી – લીલવિશેષ. વય = ભૂમિફોડા. કુદUT - સર્પછત્રાદિરૂપ એક જાતિના ભૂમિફોડા છે. એ કવય તથા કુહુણા અન્ય સ્થાનો એટલે ગ્રંથાન્તરોમાં પ્રત્યેક વનસ્પતિરૂપે કહ્યા છે, અને અહીં તો સાધારણ વનસ્પતિકાયરૂપે કહ્યા, માટે એમાં તત્ત્વ શું છે તે શ્રી કેવલી ભગવંત જાણે.
ઉપર કહેલ સેવાલ આદિ સર્વે બાદર સાધારણ વનસ્પતિકાય છે. અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો તો સર્વે સર્વત્ર એટલે સામાન્યથી ૧૪ રજ્જુ પ્રમાણ લોકાકાશમાં વ્યાપ્ત છે. અને વિશેષથી તો જલ, સ્થલ તથા આકાશમાં અનિયતપણે રહેલ છે. વળી બાદર સાધારણ વનસ્પતિકાય તો પૃથ્વી, જળ, સ્થળ ઇત્યાદિમાં પણ નિયત – અમુક અમુક સ્થાને જ રહેલ છે, એ તાત્પર્ય છે. એ પ્રમાણે ૩૬ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૩૬
વિતરણ : આ સ્થાને સિદ્ધાંતમાં કાનૂ-મૂના-પદ્રવ ઇત્યાદિ બાદર સાધારણ વનસ્પતિના ઘણા ભેદ કહ્યા છે અને સૂચવેલા છે, અને અહીં તો સેવાલ આદિ કેટલાક અલ્પ ભેદ જ કહ્યા છે, માટે શેષ સર્વ ભેદના સંગ્રહ માટે સર્વ બાદર સાધારણ વનસ્પતિકાયનું સામાન્યથી લક્ષણ કહે છે. તે આ પ્રમાણે :
પૂર્વ ગાથામાં વનસ્પતિના સાધારણ તથા પ્રત્યેક એ ર ભેદ કહ્યા તે સાધારણ અને પ્રત્યેક વનસ્પતિનું લક્ષણ આ ગાથામાં કહે છે : ૧. સિદ્ધાંતોમાં બાદર સાધારણ વનસ્પતિના આલૂ ઈત્યાદિ ભેદ આ પ્રમાણે :
साहारणसरीरा उ, णेगहा ते पकित्तिआ | મનુ મૂન વેવ, સિવેરે તહેવ ૨ ||૧દા ઉત્તરાધ્યયને !
हिरिली सिरिली सिस्सिरिली, जावई केअकंदली । पलंडू लसणकंदे, कंदली अकुहुव्वए ||९७|| लोहणी हूअ थीहू अ, कूहगा य तहेव य । कन्हे अ वज्जकंदे य, कंदे सूरणए तहा ।।९८।। अस्सकन्नी अ बोधव्वा, सीहकन्नी तहेव य । मुसुंढी य हलिद्दा य णेगहा एवमायओ ।।९९।।
અર્થ:- સાધારણ શરીરવાળા જીવો તે અનેક પ્રકારના કહ્યા છે. તેમાંના કેટલાએકનાં નામ આ પ્રમાણે : આલૂ - મૂલા - અદ્રક (આદ) ઇત્યાદિ ગાથામાં કહેલા અનેક ભેદ તે કોઈ કોઈ દેશવિશેષમાં પ્રસિદ્ધ જાણવા. પુનઃ શ્રી પ્રજ્ઞાપનાજીમાં બાદર અનંતકાયના ભેદ તથા લક્ષણો અતિસવિસ્તર કહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org