________________
ગુચ્છ એટલે સમુદાય, અર્થાત્ એક જ સ્થાનમાં ઘણાં ફળ વિગેરેનાં ઝુમખાં ઉગે તે તે ગુચ્છા – ઝુમખાંઓની મુખ્યતાએ વૃત્તાક (વેંગણ) આદિ વનસ્પતિઓ મુઘ્ન વનસ્પતિ કહેવાય. તથા પ્રથમ ઊગેલી એક જ લતાના મૂળમાં બીજી ઘણી લતાઓ ઊગવાથી લતાઓનું જે ગાઢ જાળું બાઝે તે લતાજાળનું નામ ગુલ્મ વનસ્પતિ કહેવાય, અને તેવી ગુલ્મપ્રધાન વનસ્પતિઓ નવમાલિકાદિ તે ગુલ્મવનસ્પતિ કહેવાય. તથા ત્રપુષી આદિ વછી વનસ્પતિ છે, શ્યામાક આદિ તૃણ વનસ્પતિ છે. તથા પર્વ એટલે સંધિઓ - સાંધા - ગાંઠા – તેમાંથી જ ઊગનારી શેલડી આદિ પર્વજ્ઞ વનસ્પતિઓ છે.
અહીં વલ્લી, તૃણ તથા પર્વજ એ ૩ વનસ્પતિભેદ પૂર્વે કહેલા બીજરુહ, સંમૂર્ચ્છજ તથા પર્વજ આદિ ભેદોમાં તેમજ ફળપ્રધાનાદિ (ફળ ઇત્યાદિ ભેદવાળા) વનસ્પતિભેદોમાં જો કે કોઈનો કોઈમાં (કોઈ ભેદનો કોઈ બીજા ભેદમાં) અંતર્ભાવ થાય છે, તો પણ અહીં પુનઃકથન દોષ ન જાણવો. કારણ કે પૂર્વે કહેલાં (મૂલબીજ આદિ) ભેદ સામાન્યથી કહ્યા છે, અને આ (કંદ આદિ) ભેદ વિશેષભેદરૂપે કહ્યા છે.
વળી આ સ્થાને અન્ય શાસ્ત્રોમાં વનસ્પતિના બીજા પણ ભેદ કહ્યા છે, અને તે ભેદ અહીં કહેલા ભેદોના ઉપલક્ષણરૂપ હોવાથી તે ભેદો આ સ્થાને પણ ગ્રહણ કરવા. તે આ પ્રમાણે :
ચંપકલતા વગેરે નતા વનસ્પતિ છે. નાળિયેરી વગેરે નતાવાય વનસ્પતિ છે. કારણ કે એ વનસ્પતિઓને અનેક શાખાઓનો અભાવ હોવાથી (અર્થાત્ એક જ શાખારૂપ હોવાથી) લતાસ્વરૂપ ગણાય છે. તથા ત્વચાનો - છાલનો આકાર વલય સરખો ફરતો ગોળ હોવાથી (નાળિયેરી આદિ વનસ્પતિઓ) લતાવલય સ્વરૂપ ગણાય છે. તથા ઠુઠ્ઠા એ એક જાતની સર્પછત્રક વગેરે રૂપ, ભૂમિસ્ફોટક (કૂતરાના કાન અથવા બિલ્લીના ટોપ ઇત્યાદિ નામથી પ્રસિદ્ધ ચોમાસામાં ઊગતી અનંતકાય વનસ્પતિ સરખી) વનસ્પતિ છે. તથા બીજી નવરુદ્ઘ એટલે પદ્મ આદિ કમળો, તથા ઔધિતૃ એટલે શાલિ આદિ ધાન્યરૂપ વનસ્પતિ તથા રિતાય તંદૂલેયક આદિ વનસ્પતિ ઇત્યાદિ બીજા પણ વનસ્પતિભેદ શ્રી સિદ્ધાંતને અનુસારે જાણવા. એ પ્રમાણે ૩૫મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. II૩૫।।
નવતર : પૂર્વ ગાથાઓમાં સામાન્યથી બાદર વનસ્પતિકાયના ભેદ કહીને હવે આ ગાથામાં સાધારણ વનસ્પતિના વિશેષ ભેદ કહે છે. તે આ પ્રમાણે :
सेवाल पणग किन्हग, कवया कुहुणा य बायरो काओ । सव्वो य सुहुमकाओ, सव्वत्थ जलत्थलागासे || ३६ ||
૧. પ્રત્યેક વનસ્પતિના ૧૨ ભેદ ક્રમશઃ જે સર્વ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે તે ૧૨ ભેદ આ પ્રમાણે - (૧) વૃક્ષ - (૨)ગુચ્છ (૩) ગુલ્મ (૪) લતા (૫) વલ્લી (૬) પર્વગ (૭) તૃણ (૮) વલય (૯) હરિતક. (૧૦) ઔષધિ (૧૧) જલરુહ અને (૧૨) કુણા.
Jain Education International
For Private & Personal Use Only ૪૬
www.jainelibrary.org