________________
બહાર રહેલા તૃણાદિ પદાર્થોને સંવર્ણીને એટલે એકત્ર કરીને (એટલે પોતાનામાં આંટવીને) વિવક્ષિત ક્ષેત્રમાં લાવી નાખે તે સંવર્ણ વાયુ કહેવાય. “વત્રાહિ ય' ઇત્યાદિ પદવાળું ગાથાનું ઉત્તરાર્ધ પૂર્વ ગાથા પ્રમાણે (અર્થથી) કહેવું. એ પ્રમાણે ૩૩મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. [૩૩
નવતર : પૂર્વ ગાથામાં બાદર વાયુકાયના ભેદ કહીને હવે આ ગાથામાં બાદર વનસ્પતિના ભેદ કહે છે, તે આ પ્રમાણે :
मूलग्गपोरबीया, कंदा तह खंधबीय बीयरुहा ।
सम्मुच्छिमा य भणिया, पत्तेय अणंतकाया य ॥३४॥ ગથાર્થ : મૂળબીજ - અગ્રબીજ - પર્વબીજ - કંદબીજ તથા અંઘબીજ - બીજબીજા અને સમૂર્છાિમા એ ૭ પ્રકારની પ્રત્યેક વનસ્પતિ તથા ૭ પ્રકારની અનંતકાય વનસ્પતિ કહી છે. Il૩૪ો.
વ્યાધ્યાર્થ : જે વનસ્પતિનું મૂળ એ જ બીજ છે, તે મૂલબીજ વનસ્પતિ કમળકંદ તથા કેળ વગેરે છે. જે વનસ્પતિનું બીજ અગ્રભાગે હોય તે કોરટ- નાગવલ્લી ઇત્યાદિ વનસ્પતિઓ
ઘવીન કહેવાય. જે વનસ્પતિઓનું પર્વ એ જ બીજ છે. તે શેલડી આદિ વનસ્પતિઓ પર્વવીન કહેવાય. ગાથામાં કહેલાં વા એ પદને પણ બીજ શબ્દનો સંબંધ જોડાય છે. તેથી જે વનસ્પતિઓનો કંદ એ જ બીજ છે તે સૂરણ વગેરે ઢંઢવીને વનસ્પતિ કહેવાય. જે વનસ્પતિઓનો સ્કંધ એ જ બીજ છે તેવી શક્લકી – પારિભદ્ર ઈત્યાદિ વનસ્પતિઓ છંધવીના કહેવાય. જે વનસ્પતિઓ બીજથી ઉગનારી હોય છે તેવી ડાંગર-મગ આદિ ઔષધિરૂપ વનસ્પતિઓ વીનરુદું કહેવાય. વળી તેવા પ્રકારના લોકપ્રસિદ્ધ બીજના અભાવે બળેલી ભૂમિ આદિકમાં પણ જે વનસ્પતિઓ સંપૂર્ણક્તિ એટલે સમૂચ્છે છે - પ્રગટ થાય છે ઊગે છે તેવી તૃણાદિ વનસ્પતિઓ સમૂર્છાિમ કહેવાય છે,
પ્રશ્ન :- ઉપર કહેલી મૂળબીજ ઇત્યાદિ ૭ ભેદવાળી કઈ વનસ્પતિઓ જાણવી?
ઉત્તર :- “પત્તે’ ઇતિ. એક એક પ્રતિ તે પ્રત્યેક એટલે એક એકનું દરેકનું જુદું જુદું શરીર તે પ્રત્યે શરીર, અને તેના શરીરના સંબંધથી તેમાં રહેલા (એટલે એકેક શરીરમાં જુદા જુદા એકેક રહેલા) જીવો પણ પ્રત્યેક કહેવાય, અને તેવા જીવોવાળી (અથવા તેવા શરીરયુક્ત જીવોવાળી) વનસ્પતિઓ પણ પ્રત્યેક વનસ્પતિ ગણાય છે. અર્થાત્ એ પ્રત્યેક વનસ્પતિઓમાં જે એક વિવક્ષિત જીવનું શરીર તે બીજાનું શરીર નથી. (એટલે તે શરીરમાં તે જ એક જીવ રહ્યો છે, પરંતુ બીજો જીવ તેમાં હોય નહિ). એ પ્રમાણે હોવા છતાં એટલે કે જુદાં જુદાં શરીરો હોવા છતાં જુદાં જુદાં ન દેખાતા એક જ મૂળાદિ શરીરનો પ્રતિભાસ થાય છે, તેનું કારણ સરસવોના દાણાની બનાવેલી સળીમાં જેમ સર્વ સરસવોનો સળીરૂપે એકત્વભાવ દેખાય છે. તેમ અહીં પણ તથા પ્રકારના પરિણામ વડે મૂળ-સ્કંધ ઈત્યાદિ ૧ શરીરરૂપે પ્રતિભાસમાન થાય છે. કહ્યું
૧. અર્થાત્ જે વનસ્પતિનું મૂળ વાવ્યાથી જ તે વનસ્પતિ ઊગે તો તે મૂત્તવન. એ અનુસાર અઝબીજ આદિ વનસ્પતિઓનો અર્થ પણ વિચારવો.
Jain Education International
For Private XXersonal Use Only
www.jainelibrary.org