________________
થાઈ : અંગારાનો અગ્નિ. જુવાલાગ્નિ, જવાલા (અપ્રતિબદ્ધ જવાલા) તથા શુદ્ધ અગ્નિ એ અગ્નિકાયના બાદરના ભેદ છે, તેમજ વર્ણાદિક વડે અગ્નિના બીજા ભેદ પણ જાણવા, પરંતુ આ કહેલા ભેદો સૂમ અગ્નિકાયના ન હોય. ૩૨
વ્યાધ્ધિાર્થ : અહીં બળી ગયેલ અને ધૂમરહિત થયેલ કાષ્ઠ તે ૩ર (અર્થાતુ ભડકા રહિત બળતું જાજવલ્યમાન કાષ્ઠ તે અંગાર), અથવા લોખંડ આદિકમાં વ્યાપ્ત થયેલો અગ્નિ પણ ઉપર કહેવાય. કેટલાક આચાર્યો જુવાલાદિરહિત અગ્નિને અંગાર કહે છે. તથા ક્વીન = અગ્નિના સંબંધવાળી શિખારૂપ અગ્નિ (અર્થાત્ કાષ્ઠાદિકના સંબંધવાળો ભડકો), ર્વિ = અગ્નિ સાથે સંબંધરહિત તુટેલી શિખારૂપ અગ્નિ (અર્થાત્ કાષ્ઠાદિકના સંબંધ વિનાનો ભડકો). કેટલાક આચાર્યો જ્વાલા તથા અર્ચિનો અર્થ પરસ્પર ફેરફારવાળો કહે છે. મુર = ભસ્મમિશ્રિત છૂટા છૂટા અગ્નિકણ. શુદ્ધાનિ = વીજળીનો અગ્નિ. કેટલાક આચાર્યો ધૂમાડા રહિત બળતા અંગારાને શુદ્ધ અગ્નિ કહે છે, અને બીજા કેટલાક આચાર્યો પૂર્વોક્ત અંગારાદિ ભેદથી જુદા ભેદવાળો કે જે મહાનગરના દાહરૂપ તથા ઈટને પકવવા માટે (ઈટમાં વ્યાપ્ત) થયેલો અગ્નિ તે શુદ્ધાગ્નિ કહે છે. આ અર્થવાળા પક્ષમાં ઉલ્કાપાત ઇત્યાદિ અગ્નિઓનું શુદ્ધ અગ્નિ ઉપલક્ષણ થાય છે. તથા વન્નાદિ ઇત્યાદિ ઉત્તરાર્ધનો અર્થ પૂર્વગાથાર્થવત્ કહેવો. એ પ્રમાણે ૩૨મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૩૨//
અવતરણ : પૂર્વ ગાથામાં અગ્નિકાયના ભેદ કહીને હવે આ ગાળામાં બાદર વાયુજાવના ભેદ કહેવાય છે. તે આ પ્રમાણે :
वाउभामे उक्कलि, मंडलि गुंजा महा घण तणूया । वनाईहि य भेया, सुहुमाणं नत्थि ते भेया ॥३३॥
થાર્થ : ઉદ્ભ્રામકવાયુ - ઉત્કલિકાવાયુ - મંડલિવાયુ – ગુંજવાય - મહાવાયુ - ઘનવાયુ તથા તનવાયુ, તેમજ વર્ણાદિક વડે વાયુકાયના બીજા પણ અનેક ભેદ છે અને તેવા ભેદ સૂક્ષ્મ વાયુકાયના ન હોય. //૩૩ી. - વ્યારથાર્થ : અહીં ગાથામાં કહેલા (ઉત્કલિકાદિ) ભેદથી જુદો મંદ વાયુ ઇત્યાદિ વાયુ જે ઊર્ધ્વગતિએ વાય છે તે ટુબ્રા વાયુ, જે વાયુ રહી રહીને વાય તે રૂતિ વીવું, વંટોળિયારૂપે જે વાયુ તે નંતિ વીયે, જે વાયુ ગુંજારવ ધ્વનિ કરતો થાય છે તે ન વાયુ, વૃક્ષાદિને ભાંગતો (તોફાની) જે વાયુ વાય છે તે માવા, તથા ઘનવાયુ અને તનવીતો ઘનોદધિ આદિકને આધારભૂત છે તે પ્રસિદ્ધ છે. અહીં પ્રસ્તુત વિષયને અનુસરીને ગાથામાં પ્રારંભે કહેલો.વી શબ્દ વાયુના સર્વ ભેદોમાં જોડેલો છે. વળી સંવર્ણ વાયુ ઇત્યાદિ ભેદો પણ અન્ય ગ્રંથોમાં કહ્યા છે, તે સર્વ ગાથામાં પ્રારંભે કહેલા વાડ = વાયુ શબ્દથી સંગૃહીત થયેલા જાણવા. ત્યાં જે વાયુ ૧. અર્થાત જ્વાલાના અર્થમાં અર્ચિનો અર્થ કહે છે, અને અર્ચિના અર્થમાં જુવાલાનો અર્થ કહે છે. એ પરસ્પર વ્યત્યયાર્થ જાણવો. ૨. મહાનગરનો દાહ તથા ઈટના પાકનો અગ્નિ જેમ શુદ્ધાગ્નિ કહેવાય છે, તેમ એવા પ્રકારના બીજા પણ કણગ-ઉલ્કાપાત-વીજળી ઈત્યાદિ અગ્નિ તે શુદ્ધાગ્નિ જાણવા એ ઉપલક્ષણનું તાત્પર્ય છે. અહીં કણગ એટલે લોકપ્રસિદ્ધ ખરતા તારા જાણવા.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org