________________
કહ્યો?
ઉત્તર :- એ વાત સત્ય છે, પરંતુ કોઈ કોઈ મણિભેદમાં પરસ્પર કોઈ મણિભેદનું કોઈક રીતે અંતર્ગતપણું હોવાથી વિરોધ ન જાણવો, તો પણ તત્ત્વ તો શ્રીબહુશ્રતો જ જાણે. - તથા એ ખર બાદર પૃથ્વીકાયના પૂર્વે કહેલા સર્વે ભેદોથી બીજા પ્રકારના પણ ઘણા ભેદ વર્ણ - ગંધ - રસ – સ્પર્શ ઇત્યાદિ વડે થાય છે તે જાણવું. વળી જે પૃથ્વીકાય જીવો સૂક્ષ્મ નામકર્મના ઉદયથી અતિસૂક્ષ્મ છે; અને સમગ્ર લોકાકાશમાં વ્યાપ્ત થયેલાં છે, તે જીવોના “શુદ્ધ પૃથ્વી – શર્કરા - વાલુકા” ઇત્યાદિ ગાથામાં કહેલા ભેદ નથી; તેમજ ઇન્દ્રિયગોચર થઈ શકે એવા વર્ણાદિથી ઉત્પન્ન થયેલા (કૃષ્ણમૃત્તિકાદિ) ભેદ તે પણ સૂક્ષ્મ પૃથ્વીકાયના નથી. કારણ કે તે જીવો અતિસૂક્ષ્મ છે, માટે તે સૂક્ષ્મ પૃથ્વીકાય જીવોને તો પર્યાપ્ત તથા અપર્યાપ્ત ભેદથી ૨ પ્રકારના જ પૂર્વે કહ્યા છે. ૨૯૩૦
નવતર : પૂર્વ ગાથામાં બાદર પૃથ્વીકાયના પ્રતિભેદ કહીને હવે આ ગાથામાં બાદર અપકાયના ભેદ કહેવાય છે. તે આ પ્રમાણે :
ओसा य हिमं महिगा, हरतणु सुद्धोदए घणोए या ।
वण्णाईहि य भेया, सुहुमाणं नत्थि ते भेया ॥३१॥ Tથાર્થ : ઓસ – હિમ – ધૂમરી – હરતનુ - શુદ્ધ જળ – ઘનોદધિ એ બાદર અપુના ભેદ છે, તેમજ વર્ણાદિક વડે પણ બાદર અપકાયના બીજા અનેક ભેદ છે, અને તેવા ભેદ સૂક્ષ્મ અકાયના હોય નહિ. /૩૧/l
વ્યાધ્યિાર્થ: શરદ આદિ ઋતુમાં રાત્રિના પશ્ચાતું ભાગમાં (પરોઢીએ) થતી સૂક્ષ્મ વૃષ્ટિ તે મોસ (અથવા અવશ્યાય) કહેવાય છે. હિમ પ્રસિદ્ધ છે. મટિકા એટલે ગર્ભમાસ (જે માસમાં મેઘ વાદળરૂપી ગર્ભમાં રહે તે – વૈશાખ- જેઠ) માં થતી સૂમ વૃષ્ટિરૂપ ધૂમાડા સરખી ધૂમરી. હરતનું એટલે સ્નેહવાળી (જળગર્ભવાળી) પૃથ્વીમાંથી ઉત્પન્ન થઈને ઘાસના અગ્રભાગે જઈને ઠરેલા જળના બિંદુ. શુદ્ધોદ = સમુદ્ર તથા મોટા સરોવર - દ્રહ ઈત્યાદિના અતિમધ્યભાગમાં રહેલું જળ. ધનોટ = ઘનોદધિનું જળ. આ ઘનોદક ભેદ દશવૈકાલિક આદિ શાસ્ત્રોમાં ગ્રહણ કરેલા (કહેલા) શિરાજળ - અંતરિક્ષજળ અને કરા° ઈત્યાદિ જળના ભેદ ગ્રહણ કરવા માટે ઉપલક્ષણ (સૂચક) જાણવું. ગાથામાં કહેલ વેન્નાદિ ય ખેલા ઈત્યાદિ ઉત્તરાર્ધનો અર્થ પૂર્વલી ૩૦મી ગાથામાં કહેલાં એ જ પદોના અર્થના અનુસારે કહેવો, પરંતુ પૃથ્વીકાયના સ્થાને અપૂકાય શબ્દ કહેવો. એ પ્રમાણે ૩૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૩૧
લવતરUT : પૂર્વ ગાથામાં અકાયના ભેદ કહીને હવે આ ગાથામાં બાદર વિનાના પ્રતિભેદ કહે છે તે આ પ્રમાણે :
इंगाल जाल अच्छी, मुम्मुर सुद्धागणी य अगणी य ।
वण्णाईहि य भेया, सुहमाणं नत्थि ते भेया ॥३२॥ ૧. નદી અથવા કૂવા વગેરેમાં જળની શિરા-સર ફૂટે છે તેમાંનું જળ. ૨. વર્ષાદનું જળ. ૩. કાચો જળગર્ભ જે પથ્થરના રૂપમાં વર્ષે છે તે જળના પથરા તથા જળની શિલાઓ.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org