________________
લોકોપયોગી લોખંડ વગેરે પદાર્થો તો અગ્નિ આદિ શસ્ત્રથી હણાવા વડે અચિત્ત થયેલા હોય છે, અને અહીં તો ચાલુ પ્રકરણમાં સચિત્ત પૃથ્વીભેદો ગ્રહણ કરવાના છે માટે. પુનઃ કોઈ કહે કે અયઃપિંડાદિ અવસ્થા પહેલાં તે અયઃ = લોખંડ આદિ ધાતુ તત્ત્વ દેખાતું નથી; માટે ધાતુઓ તો અયઃપિંડાદિ જ છે, એ પ્રમાણે કહેનારને આ પ્રમાણે કહેવું કે - અયઃપિંડાદિ અવસ્થા પહેલાં એટલે ધાતુ અવસ્થામાં પણ તે લોખંડ, તામ્ર ઇત્યાદિ વિદ્યમાન છે જ. અગ્નિ આદિ સામગ્રીના કારણથી તે ધાતુઓનો મેલ બળી જવાથી તે ધાતુઓનું વિશિષ્ટ સ્વરૂપ (સ્વચ્છ સ્વરૂપ) પ્રગટ થાય છે, જેથી તે લોખંડ વગેરે લોકોપયોગી બને છે. માટે તે લોકોપયોગી લોખંડ વગેરેની પ્રથમ અવસ્થા એટલે ભૂમિગત મૃત્તિકા પથ્થ૨ સ૨ખી અવસ્થા તે સચિત્ત પૃથ્વીકાયાદિરૂપે ગ્રહણ કરાય છે. તથા વ = હીરો, હરિતાન, હિંગુતુ અને મસિત એ ત્રણે લોકપ્રસિદ્ધ છે. સીસન (સીસું) એ પણ ધાતુવિશેષ છે. અંગન = સૌવીરાંજન (અર્થાત્ સુરમો), પ્રવાલ = વિદ્યુમ (અર્થાત્ પરવાળાં), અમ્રપત્ત = એ લોકપ્રસિદ્ધ છે (અર્થાત્ અબરખ). જ્ઞદ્મવાનુંા = સૂક્ષ્મ - બારીક અબરખ મિશ્રિત વાલુકા - રેતી. એ સર્વે ખર બાદર પૃથ્વીકાયના ભેદ છે. હૈં કારનું અહીં પણ ગ્રહણ હોવાથી ખર પૃથ્વીના કેવળ એટલા જ ભેદ છે એમ નહીં પરંતુ મળિવિજ્ઞાા = મણિભેદો (મણિરત્નના અનેક ભેદ) પણ ખર બાદર પૃથ્વીકાય છે. એ પ્રમાણે ૨૭મી તથા ૨૮મી એ ૨ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ।।૨૭।।૨૮।।
=
અવતર : પૂર્વ ગાથામાં ખર બાદર પૃથ્વીકાયના ભેદોમાં પર્યન્તે જે મણિરત્નના અનેક ભેદ કહ્યા તે મણિરત્નના કયા કયા ભેદ છે ? તે ૨ ગાથામાં કહે છે ઃ
गोमेज य रुपए, अंके फलिहे य लोहियक्खे य । चंदप्पह वेरुलिए, जलकंते सूरकंते य ॥ २९ ॥ गेरुय चंदण वचग, भुयमोए तह मसारगल्ले अ । वाईहि य भेया, सुहुमाणं नत्थि ते भेया ॥ ३० ॥
થાર્થ : ગોમેદ્યકમણિ,રુચકમણિ,અંકરત્ન,સ્ફટિકરત્ન,લોહિતાક્ષરત્ન, ચંદ્રપ્રભમણિ, વૈસૂર્યરત્ન, જલકાંતમણિ, સૂર્યકાંતમણિ, ગૈરુકમણિ, ચંદનમણિ, વચ્ચકરત્ન, ભુજમોચકમણિ, તથા મસારગલ્લમણિ એ ખર બાદર પૃથ્વીકાયના ભેદ છે. તથા ખર પૃથ્વીના વર્ણાદિક ભેદે બીજા પણ અનેક ભેદ છે, અને તેવા ભેદ સૂક્ષ્મ પૃથ્વીકાયના નથી. ૫૨૯૩૦ના
વ્યાધ્વાર્થ : ગોમેજ્જક (ગોમેદ્યક), રુચક નામનો મણિ, અંકરત્ન, સ્ફટિકરત્ન, લોહિતાક્ષમણિ,ચંદ્રપ્રભમણિ,વૈસૂર્યમણિ,જલકાંતમણિ, અને સૂર્યકાંતમણિ, તથા ગૈરુકમણિ, ચંદનમણિ, વચ્ચકમણિ, ભુજમોચકમણિ તથા મસારગન્નમણિ એ સર્વે પણ ખર બાદર પૃથ્વીકાયના ભેદ છે.
પ્રશ્ન :- ગ્રંથાન્તરોમાં મણિના ભેદનો ક્રમ તો આ પ્રમાણે કહેવાય છે કે ‘ગોમેધક - રુચક - અંક - સ્ફટિક - લોહિતાક્ષ - મરકત – મસારગલ્લ - ભુજમોચક - ઈંદ્રનીલ - ચંદન - ગૈરુક - હંસ - પુલક – સૌગંધિક - એ મણિના ભેદનો ક્રમ જાણવો, તથા ચંદ્રપ્રભ, વૈસૂર્ય, જલકાંત તથા સૂર્યકાંત' આ પ્રમાણે મણિના ભેદનો ક્રમ કહ્યો છે તો આ ગ્રંથમાં પૂર્વોક્ત ક્રમ કેવી રીતે
Jain Education International
www.jainelibrary.org
૪૧
For Private & Personal Use Only