________________
વ્યાધ્યિાર્થ : પૃથ્વીકાય – અપૂકાય – અગ્નિકાય - વાયુકાય તથા વનસ્પતિકાય પણ જે સાધારણ વનસ્પતિકાય અર્થાત્ નિગોદ નામની વનસ્પતિકાય- એ પાંચે કાય દરેક સૂક્ષ્મ - બાદર, પર્યાપ્ત – અપર્યાપ્ત ભેદથી (એટલે સૂ. અપર્યાપ્ત, સૂ. પર્યાપ્ત; બા. અપર્યાપ્ત, બા. પર્યાપ્ત એ પ્રમાણે) ૪ પ્રકારની છે. અર્થાત્ એ પાંચે કાય પૃથક પૃથક (જુદી જુદી) ૪-૪ પ્રકારની છે અને જે પ્રત્યેક સ્વરૂપ (એટલે પ્રત્યેક વનસ્પતિકાય રૂ૫) લીંબડા – આમ્રવૃક્ષ - કોસમ્બવૃક્ષ - જંબૂવૃક્ષ વગેરે વનસ્પતિઓ, તેમજ દ્વીન્દ્રિય -શ્રીન્દ્રિય - ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ ત્રીય જીવો તે દરેક પર્યાપ્ત તથા અપર્યાપ્ત – સૂક્ષ્મ અને બાદર એવા ર ભેદ હોતા નથી. કારણ કે એ જીવોને બાદર નામકર્મના ઉદયથી કેવળ બાદરપણું જ છે.
એ પ્રમાણે પૃથ્વીકાયાદિ જીવોનું નિરૂપણ કરીને હવે તે પૃથ્વીકાયાદિ જીવોમાં (કાયમાર્ગણામાં) જીવસમાસનો (ગુણસ્થાનનો) વિચાર કહે છે. તે આ પ્રમાણે :
વીત તરત ઇત્યાદિ. પૂર્વોક્ત સ્વરૂપવાળા ત્રસકાયિક જીવોમાં સામાન્યથી વિચારીએ તો ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસ પ્રાપ્ત થાય છે; એ સંબંધમાં વિશેષ વિચાર તો સ્વતઃ કરવા યોગ્ય છે. શેષ પ્રત્યેક વનસ્પતિકાય સુધીના પાંચ નિકાયના જીવો તો સર્વ મિથ્યાદૃષ્ટિ (રૂપ ૧ ગુણસ્થાનવાળા જ) છે. કારણ કે તેવા પ્રકારની વિશુદ્ધિના અભાવે શેષ ગુણસ્થાનકોનો તેમને અભાવ છે. અહીં કરણ અપર્યાપ્ત પૃથ્વીકાયાદિ જીવોમાં સાસ્વાદન સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાન ન કહેવાનું કારણ તો પૂર્વે કહ્યું છે તે પ્રમાણે જ જાણવું. એ પ્રમાણે ૨૬ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. // ૨૬/I
પ્રશ્ન :- અહીં બાદર પૃથ્વીકાયાદિ જીવોને પર્યાપ્ત અને અપર્યાપ્ત એ ૨ ભેટવાળા કહ્યા, તો એ જીવોના એ ૨-૨ ભેદ જ સંભવે છે? અથવા તો બીજા પણ કોઈ ભેદ સંભવે છે? (અર્થાત્ એ બે ભેદ સિવાયના બીજા કોઈ ભેદ છે ?).
૩ત્તર :- બીજા ભેદ પણ સંભવે છે; પરંતુ તે બીજા પ્રકારના ભેદ અન્ય સ્થાને સવિસ્તરપણે કહેલા હોવાથી અહીં તો દિગ્દર્શનમાત્રથી જ એ ૨-૨ ભેદ દર્શાવવાના હોવાથી બીજા સર્વે ભેદ કહ્યા નથી. (અર્થાત્ બીજા ભેદો અન્ય ગ્રંથોમાં રહ્યા છે.).
પ્રશ્ન :- બાદર પૃથ્વીકાયાદિકના એ ૨-૨ ભેદ સિવાયના બીજા પ્રકારના ભેદ જે અન્ય સ્થાને (અન્ય ગ્રંથોમાં) કહ્યા છે તે કેવી રીતે (કયા કયા) કહેલા છે?
ઉત્તર :- બાદર પૃથ્વીકાય ૨ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે ૧ ગ્લ@ બાદર પૃથ્વીકાય, ૨ ખર બાદર પૃથ્વીકાય. ત્યાં કૃષ્ણવર્ણની, નીલવર્ણની, પીતવર્ણની, રક્તવર્ણની તથા શ્વેતવર્ણની એ ૫ પ્રકારના વર્ણવાળી મૃત્તિકા-માટી, પાંડુ મૃત્તિકા અને પનક મૃત્તિકા, એ પ્રમાણે ૭ પ્રકારની માટીના ભેદથી શ્લષ્ણ બાદરપૃથ્વીકાય જીવો ૭ પ્રકારના છે. ત્યાં કિંચિત્ ઉજ્જવલ મૃત્તિકા જ કે જે લોકમાં “પાંડય' નામથી પ્રસિદ્ધ છે તે પાંડુ મૃત્તિકા કહેવાય છે. આ પાંડુ મૃત્તિકા ૧. સાસ્વાદન ગુણસ્થાન અતિ અલ્પકાળ હોવાથી, તથા અનંતાનુબંધી કષાયના ઉદયવડે મિથ્યાત્વ સન્મુખ કરેલું હોવાથી એ ૨ કારણથી આ જીવોમાં સમ્યગદૃષ્ટિપણાની વિવક્ષા નથી.
Jain Education International
For Private Beersonal Use Only
www.jainelibrary.org