________________
હોય છે. ।।૨૫
વ્યાધ્યાર્થ : અહીં આહારાદિનાં પુદ્ગલો ગ્રહણ કરવામાં તથા તે તે રૂપે પરિણમાવવામાં કારણભૂત એવી જીવની જે શક્તિવિશેષ તે પર્યાપ્તિ અને તે પર્યાપ્તિ (શક્તિ) સાધ્યના ભેદથી ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે :
જે શક્તિ વડે આહારનાં પુદ્ગલો ગ્રહણ કરી ખલ-૨સ રૂપે પરિણમાવે તે ૧ આહારપર્યાપ્તિ. જે શક્તિ વડે ૨સરૂપ થયેલા આહાર ને રસ – રુધિર - માંસ - મેદ - અસ્થિ - મજ્જા અને શુક્ર એ ૭ ધાતુરૂપે પરિણમાવે તે ૨ શરીરપર્યાપ્તિ. જે શક્તિ વડે ધાતુરૂપે પરિણમેલા આહારને ઇન્દ્રિયરૂપે પરિણમાવે તે ૩ ન્દ્રિયપર્યાપ્તિ. જે શક્તિ વડે શ્વાસોચ્છ્વાસ વર્ગણાનાં પુદ્ગલદ્રવ્યોને ગ્રહણ કરી શ્વાસોચ્છ્વાસરૂપે પરિણમાવી મૂકે-વિસર્જે તે શક્તિ ૪ શ્ર્વાસોચ્છ્વાસ પર્યાતિ. તથા જે શક્તિ વડે જીવ ભાષાવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરી ભાષારૂપે પરિણમાવી મૂકે - વિસર્જે તે ૫ ભાષાપર્યાપ્તિ. અને જે શક્તિ વડે જીવ મનઃપ્રાયોગ્ય પુદ્ગલવર્ગણાત્મક દ્રવ્યો ગ્રહણ કરી મનપણે પરિણમાવી મૂકે તે ૬ મન:પર્યાપ્તિ. એ પ્રમાણે ગાથાના પૂર્વાર્ધમાં ગ્રહણ કરેલા (કહેલા) ‘પર્યાતિ (પદ્ધત્તી)' શબ્દને સર્વ સ્થાને જોડવાથી ૬ પર્યાપ્તિઓ જાણવી.
પ્રશ્ન :- શું એ સર્વ પર્યાપ્તિઓ સર્વ જીવોને હોય છે ? (અર્થાત્ સર્વ જીવોને એ છએ પર્યાપ્તિઓ હોય છે કે હીનાધિક હોય છે ?)
ઉત્તર :- ના, સર્વ જીવોને સર્વ પર્યાપ્તિઓ હોય નહિ. તે દર્શાવવાને કહે છે કે - વત્તરિ ઇત્યાદિ. અહીં સંબંધ અનુક્રમે જોડવો, તે આ પ્રમાણે – એકેન્દ્રિયોને પહેલી ૪ પર્યાપ્તિઓ જ હોય છે, કારણ કે એકેન્દ્રિયોને ભાષા તથા મનનો અભાવ છે. ગાથામાં કહેલાં વિન્ત શબ્દથી અહીં મનવિકલ જીવો ગ્રહણ કરવા, અને તે પરિશેષપણાથી (બાકી રહેલાં) દ્વીન્દ્રિય – શ્રીન્દ્રિય · ચતુરિન્દ્રિય - તથા અસંજ્ઞિ પંચેન્દ્રિય જાણવા. એ જીવોને પહેલી ૫ જ પર્યાપ્તિઓ હોય છે, પરંતુ મન:પર્યાપ્તિ હોતી નથી. કારણ કે એ જીવોને મનનો (મનોવિજ્ઞાનનો) અભાવ છે. તથા સંક્ષિ પંચેન્દ્રિય જીવોને તો એ છ એ પર્યાપ્તિઓ હોય છે, કારણ કે તેઓને તો મનનો સદ્ભાવ પણ હોય છે. એ પ્રમાણે ૨૫મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૫।।
અવતરળ : સવિસ્ત૨૫ણે ઇન્દ્રિયમાર્ગણારૂપ બીજું દ્વાર કહ્યું. હવે ત્રીજું વ્હાયમા{T રૂપ દ્વાર કહેવાય છે :
पुढवि दग अगणि मारुय-साहारणकाइया चउद्धा उ । पत्तेय तसा दुविहा, चोद्दस तस सेसया मिच्छा ||२६||
ગાથાર્થ : પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય તથા સાધારણ વનસ્પતિકાય એ પાંચે પ્રત્યેક (દરેક) ૪-૪ પ્રકારના છે, અને પ્રત્યેક વનસ્પતિકાય તથા ત્રસકાય એ બંને ૨-૨ પ્રકારના છે. ત્યાં ત્રસકાયમાર્ગણામાં ૧૪ જીવસમાસ (ગુણસ્થાન) છે, અને ત્રસ સિવાયના શેષ સર્વે કાયના જીવો મિથ્યાદૃષ્ટિ (રૂપ ૧ જ ગુણસ્થાનવાળા) છે. I૨૬॥
Jain Education International
३८
For Private & Personal Use Only
www.jainelibrary.org