________________
ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયસહિત ગણતાં એ ૭ જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ૨-૨ ભેદ વડે ગણતાં ૧૪ પ્રકારના ગ્રામ = ભૂતગ્રામ – જીવસમૂહ – જીવભેદ થાય છે;'
- એ રીતે જે ૧૪ પ્રકારે જીવભેદ વર્ણવ્યા છે તે જ અહીં પાંચ ઇન્દ્રિયોના આશ્રયપણે કહ્યા છે એમ જાણવું.
એ રીતે ઇન્દ્રિયદ્વાર કહેવાના પ્રસ્તુત વિષયમાં ઇન્દ્રિયોના આશ્રયભૂત ૧૪ પ્રકારના એકેન્દ્રિયાદિ જીવો કહીને હવે એ જ ૧૪ પ્રકારના જીવભેદોમાં જેને વિષે જેટલા જીવસમાસ (જેટલા ગુણસ્થાન) સંભવે તેને વિષે તેટલાં ગુણસ્થાન દર્શાવવા માટે કહે છે કે પંવિત્રિાનું ઈત્યાદિ. જે જીવોને પ ઈન્દ્રિયો છે તે પંચેન્દ્રિય જીવો પર્યાપ્ત તથા અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય એમ ૪ પ્રકારના છે તેને વિષે (એટલે સામાન્યથી પંચેન્દ્રિય માર્ગણામાં) ૧૪ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. અહીં સામાન્યથી નારક વગેરે તથા મનુષ્યો પંચેન્દ્રિય કહેવાય છે, અને એ બધામાં મળીને (ઓઘથી) પૂર્વોક્ત ૧૪ ગુણસ્થાનો પ્રાપ્ત થાય છે એ તાત્પર્ય છે. શેષ સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયાદિ ૧૦ જીવભેદો મિથ્યાદૃષ્ટિ જ હોય છે, કારણ કે તથા પ્રકારની વિશુદ્ધિના અભાવથી એ ૧૦ જીવોમાં શેષ ૧૩ ગુણસ્થાનોનો અભાવ છે.
પ્રફન :- કરણ પર્યાપ્ત બાદર પૃથ્વી, અપુ, વનસ્પતિમાં, તથા કરણ અપર્યાપ્ત હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયમાં સાસ્વાદન સમ્યગુદૃષ્ટિ(રૂપ બીજું ગુણસ્થાન) પ્રાપ્ત થાય છે. તો તે સાસ્વાદન ગુણસ્થાન કેમ ન કહ્યું?
ઉત્તર :- એ વાત જો કે સત્ય છે, પરંતુ એ જીવોમાં સાસ્વાદન ગુણસ્થાન અતિઅલ્પકાળવાળું હોવાથી અહીં તેની ગણતરી કરી નથી, અથવા તે સાસ્વાદનભાવ અનંતાનુબંધી કષાયના ઉદય વડે અત્યંત કલુષિત – મલિન હોવાથી તથા મિથ્યાત્વનો ઉદય તુર્તમાં થનારો હોવાથી (નિકટ કરેલો હોવાથી) એ સાસ્વાદનભાવને અહીં મિથ્યાત્વરૂપે જ ગણેલો છે, માટે બીજું ગુણસ્થાન ૧૦જીવભેદમાં ન કહ્યું તે અવિરુદ્ધ છે. એ પ્રમાણે ૨ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૩૨૪ો.
વતUT : પ્ર - ૨૩-૨૪મી ગાથામાં દોઢ ગાથાવડે (પ્રથમની દોઢ ગાથા વડે) સૂક્ષ્મ એકેન્દ્રિય – બાદર એકેન્દ્રિય - ડીન્દ્રિય - ત્રીન્દ્રિય - ચતુરિન્દ્રિય - અસંગ્નિ પંચેન્દ્રિય તથા સંશિ પંચેન્દ્રિય એ સાતે જીવભેદ પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે વિશેષણો વડે વિશેષિત કર્યા છતા ૧૪ ભેદ કહ્યા. તો તે પર્યાદ્ધિઓ કઈ કઈ છે કે જેના વડે જીવ પર્યાપ્ત કહેવાય છે ? અને જેના રહિતપણાથી જ ન હોવાથી) જીવો અપર્યાપ્તપણે પામે છે? એ આશંકા કરીને હવે પ્રસંગથી તે પર્યાક્ષિકોનું સ્વરૂપ નિરૂપણ કરવા માટે આ ૨૫મી ગાથા કહેવાય છે તે આ પ્રમાણે :
आहार सरीरिंदिय, पञ्जत्ती आणपाण भासमणे ।
चत्तारि पंच छप्पिय, एगिदिय विगलसन्नीणं ॥२५॥
થાર્થ : આહાર - શરીર - ઇન્દ્રિય – આનપાન (ઉચ્છવાસ) – ભાષા તથા મન એ ૬ પર્યાતિઓ છે, તેમાં એકેન્દ્રિયોને પર્યામિ, વિકલેન્દ્રિયોને પે પર્યાપ્તિ અને સંશિને ૬ પર્યાપ્તિ
For Private 29ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org