________________
તથા ઉપર રહેલાં ૩ પ્રતરોમાં નીચેના પ્રતરનાં વિમાન ૩પરિમાઘસ્તન શૈવેયક, મધ્યમપ્રતરગત વિમાનો ૩પરિમમધ્યમ શૈવેયક અને ઉપરના ખતરનાં વિમાનો ૩પરિમોપરિમ રૈવેય કહેવાય છે (એ ત્રીજું ટિક કહ્યું).
એ જ વાત ગાથામાં કહી છે કે તિન્ન તિગ્નિ ઇત્યાદિ. શેષ ભાવાર્થ કહેવાઈ ગયો છે. (અર્થાત્ સવ્વ વિનય ઇત્યાદિ પદોનો ભાવાર્થ સુગમ છે, અને એ પ નામો પણ પ્રથમ કહેવાઈ ગયાં છે. તેથી અહીં વ્યાખ્યાર્થમાં કહ્યાં નથી.) ઇતિ ૨૧મી ગાથાનો અર્થ. ૨૧
વતUT : એ પ્રમાણે નારકાદિ ૪ ગતિઓ (એટલે ૧૪ માર્ગણામાંની પહેલી ગતિ માર્ગણા) કહી, અને હવે “ફાફળાદિ ય, નીવસમાસાપુરાંતવ્વા = ગત્યાદિ માર્ગણા દ્વાર વડે જીવસમાસ એટલે ૧૪ ગુણસ્થાન જાણવા યોગ્ય છે.” એમ જે બીજી ગાથામાં કહ્યું હતું તે ઉદ્દેશને અનુસરીને એ ચારે ગતિઓમાં ગુણસ્થાનરૂપ જીવસમાસ કહેવાય છે, તે આ પ્રમાણે :
सुरनारएसु चउरो, जीवसमासा य पंच तिरिएसु ।
मणुयगईए चउदस, मिच्छद्दिठी अपज्जत्ता ।।२२।। નાથા : દેવ અને નારકને વિષે ૪ જીવસમાસ (ગુણસ્થાન) છે, તિર્યંચોમાં ૫ ગુણસ્થાન છે. મનુષ્યગતિમાં ૧૪ ગુણસ્થાન છે, અને એ ચારે ગતિના અપર્યાપ્ત જીવોમાં (લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં) ૧ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાન છે. ૨૨ll
વ્યાધ્યાર્થ : દેવોમાં અને નારકોમાં એ બંનેમાં પ્રત્યેકમાં ૪ જીવસમાસ પ્રાપ્ત થાય છે. એટલે મિથ્યાદ્રષ્ટિ - સાસ્વાદન-મિશ્ર અને અવિરત સમ્યગુદૃષ્ટિ એ પ્રથમનાં ૪ ગુણસ્થાન સામાન્યથી હોય છે. અને વિશેષ ભેદથી વિચારીએ તો – અનુત્તર દેવોમાં અવિરત સમ્યગુદૃષ્ટિ નામનું એક જ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. દેશવિરતાદિ ગુણસ્થાનો દેવ તથા નારકોને હોય નહિ, કારણ કે તેઓને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય અવશ્ય હોય છે, અને તે અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી વિરતિનો દેશથી પણ લેશમાત્ર પણ) સંભવ હોતો નથી.
તથા તિર્યંચગતિમાં ૫ ગુણસ્થાન છે; તેમાં ૪ ગુણસ્થાનો તો દેવ - નારકને કહ્યાં તે જ લેવાં; અને પાંચમું દેશવિરતિ ગુણસ્થાન હોય છે; કારણ કે કેટલાક તિર્યંચોને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ક્ષયોપશમ હોવાથી દેશવિરતિનો પણ તેમનામાં સંભવ છે. પરંતુ પ્રમત્તસંયત આદિ ગુણસ્થાનો તિર્યચોમાં પ્રાપ્ત થતા નથી, કારણ કે તિર્યંચોને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય અવશ્ય હોય છે, અને પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે સર્વવિરતિનો અભાવ હોય છે.
તથા મનુષ્યગતિમાં તો ચૌદ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે, કારણ કે મનુષ્યોને મોહનીયકર્મની સર્વપ્રકૃતિઓનો ઉદય, ક્ષય તથા ક્ષયોપશમ વગેરે હોય છે. એ સામાન્ય વિચાર કહ્યો અને હવે કંઈક વિશેષ વિચારથી ગુણસ્થાનપ્રાપ્તિનું દિગ્દર્શન માત્ર મનુષ્યાદિકમાં દર્શાવાય છે તે આ પ્રમાણે – “
મિટ્ટી ' ઇત્યાદિ. જે મનુષ્ય તથા તિર્યંચો લબ્ધિથી અપર્યાપ્ત છે, તે સર્વે મિથ્યાદૃષ્ટિ જ હોય છે; કારણ કે અપર્યાપ્ત જીવો સંકિલષ્ટ અધ્યવસાયવાળા હોવાથી તેઓમાં શેષ ગુણસ્થાનનો અસંભવ છે. એ પ્રમાણે (વિશેષ વિચારમાં) કર્મભૂમિ - અકર્મભૂમિજ
Jain Education International
For Private34ersonal Use Only
www.jainelibrary.org