________________
(બીજી પ્રતોમાં) નરનો પદને બદલે તિરિતોu - એવો પાઠ છે, તે અસંગત જ જણાય છે, કારણ કે “ગતિરતિક જ્યોતિષીઓ નરત્નોઇ = નરલોકમાં છે' એમ કહીએ ત્યારે જ સંચિા સેસ એ પદ સંગતિવાળું થાય, પરંતુ બીજી રીતે એ પદ સંગતિવાળું ન થાય. કારણ કે તિર્યગુલોક સિવાય બીજા કોઈ પણ સ્થાને જ્યોતિષીઓનો સર્વથા અભાવ જ છે. તેમજ તિર્યલોકમાં ગતિરતિક છે, એ વ્યાખ્યાર્થ પણ ઘટતો નથી, કારણ કે સ્થિતિરતિક જ્યોતિષીઓ પણ તિર્યગુલોકમાં જ છે. એ (પદવિપર્યયની ચર્ચાના) વિસ્તારથી સર્યું. ઇતિ ૧૯મી ગાથાનો અર્થ ૧૯ાા
વિતરણ : પૂર્વ ગાથામાં જ્યોતિષી દેવોના ભેદ કહીને હવે આ ગાથામાં કલ્પોપગ વૈમાનિક દેવોના ભેદ કહે છે :
सोहम्मीसाणसणं - कुमारमाहिंदबंभलंतयया ।
सुक्कसहस्साराणय, पाणय तह आरणचुयया ॥२०॥ માથાર્થ : સૌધર્મ – ઈશાન - સનસ્કુમાર - મહેન્દ્ર - બ્રહ્મ – લાંતક - શુક્ર - સહસ્ત્રાર - આનત – પ્રાણત તથા આરણ અને અય્યત (એ ૧૨ પ્રકારના કલ્પદેવલોક છે.) ૨૦ણી
વ્યારાર્થ : એ ગાથા અતિપ્રસિદ્ધ અર્થવાળી છે.
નવતર : પૂર્વ ગાથામાં ૧૨ પ્રકારના કલ્પોપન્ન દેવ કહીને હવે કલ્પાતીત વૈમાનિક દેવોના વિશેષ ભેદ દર્શાવાય છે. તે આ પ્રમાણે :
हेट्ठिम मज्झिम उवरिम गेवेजा तिण्णि तिणि तिण्णेय ।
सव्वट्ठ विजय वेजय जयंत अपराजिया अवरे ॥२१॥ પથાર્થ : ૩ હેઢિમ રૈવેયક, ૩ મધ્યમ રૈવેયક તથા ૩ ઉપરિમ રૈવેયક (એ પ્રમાણે ૯ રૈવેયક દેવ છે) તથા બીજા સર્વાર્થ-વિજય - વૈજયંત - જયંત અને અપરાજિત (એ પાંચ અનુત્તર દેવ છે). [૨૧]
વ્યાધ્યાર્થ : અહીં રૈવેયક વિમાનોના ૯ પ્રતર છે. તેમાં નીચેના ૩ પ્રતર ઉધતન વેય કહેવાય છે. મધ્યમના ૩ પ્રતર મધ્યમ વેચવ અને ઉપરના ૩ પ્રતરો તે ૩પરિતન શૈવેયક કહેવાય છે. એ રૈવેયકનાં ટાણે ત્રણ – ત્રાણ પ્રતિરોની દરેકની (એટલે દરેક રાણની) ત્રણ – ત્રણ સંજ્ઞા છે, (એટલે દરેક ટાણના સમુદાયની બીજી ત્રણ – ત્રણ સંજ્ઞા છે) તેથી નવ પ્રકારના રૈવેયક સિદ્ધ છે. ત્યાં નીચેના ત્રણ પ્રતરોમાં પણ જે સર્વથા નીચે રહેલું પ્રતર તેને વિષે જે વિમાનો છે તે વધસ્તનાતન શૈવેયક કહેવાય છે. એ જ નીચેના ૩ પ્રતરોમાં મધ્ય પ્રતરે રહેલાં વિમાનો ધસ્તનધ્યમ શૈવેય કહેવાય છે. અને ઉપરના ત્રીજા પ્રતરમાં રહેલાં વિમાનો અઘતનોપરિતન રૈવેયક્ક કહેવાય છે.
તથા મધ્યવર્તી ત્રણ પ્રતરોમાં નીચેના પ્રતરનાં વિમાન મધ્યમાઘસ્તન શૈવેયક, મધ્યમ પ્રતરગત વિમાનો મધ્યમ મધ્યમ રૈવેયક અને ઉપરના પ્રતરનાં વિમાનો મધ્યમોરિન શૈવેયક કહેવાય છે. (એ મધ્યમત્રિક કહ્યું.) ૧-૨, આ બે વાક્યોમાં પ્રથમના વાક્યમાં નરનો પદની મુખ્યતાએ અર્થ વિચારવો, અને બીજા વાક્યમાં “ગતિરતિક પદની મુખ્યતાએ અર્થ વિચારવો; જેથી બે ભાવાર્થ ભિન્ન જણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org