________________
અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (2) દિશિકુમાર (૯) વાયુકુમાર તથા (૧૦) મા સ્વનિતકુમાર - એ ૧૦ પ્રકારના ભવનપતિ દેવો છે. //વશા
નવતર : પૂર્વ ગાથામાં ભવનપતિ દેવોના ૧૦ ભેદ કહીને હવે આ ગાથામાં વ્યત્તર દેવોના ૮ ભેદ કહે છે:
किंनर किंपुरिस महोरगा य गंधव्य रक्खसा जक्खा ।
भूया य पिसाया वि य, अट्टविहा वाणमंतरिया ॥१८॥ માથાર્થ : કિન્નર - કિંપુરુષ –મહોરગ - ગંધર્વ - રાક્ષસ - યક્ષ – ભૂત અને પિશાચ એ ૮ પ્રકારના વાણવ્યન્તર' દેવો છે. ll૧૮
વ્યાધ્યાર્થી : આ ગાથામાં પણ કિન્નરાદિ વાણવ્યન્તરોનો ક્રમ(ગાથાનો પદસંબંધ બેસાડવાના ઈત્યાદિ કારણથી) ભિન્ન પ્રકારનો છે. કારણ કે સિદ્ધાન્તોમાં ઘણા સ્થાને એ ૮ વાણવ્યન્તરોનો ક્રમ આ પ્રમાણે કહ્યો છે કે – “પિશાચ – ભૂત - યક્ષ – રાક્ષસ - કિન્નર - કિંપુરુષ - મહોરગ - ગંધર્વ - એ ૮ પ્રકારના વાણવ્યન્તર કહ્યા છે. એ પ્રમાણે સિદ્ધાન્તોમાં કહેલો અનુક્રમ છે. તે કારણથી આ ગ્રંથમાં વાણવ્યત્તરોના ભેદનો કિન્નર આદિ રૂપે ક્રમ કહેવાનું કારણ સ્વતઃ વિચારવું. એ પ્રમાણે ૧૮મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૮
અવતરણ : પૂર્વ ગાથામાં વ્યન્તરોના ૮ ભેદ કહીને હવે આ ગાથામાં જ્યોતિષી દેવીના ભેદ કહેવાય છે તે આ પ્રમાણે :
चंदा सूरा य गहा, नक्खत्ता तारगा य पंचविहा ।
जोइसिया नरलोए, गइरयओ संठिया सेसा ॥१९॥
થાર્થ : ચંદ્ર - સૂર્ય ગ્રહ - નક્ષત્ર તથા તારા એ ૫ પ્રકારના જ્યોતિષી દેવો છે, તે પાંચે પ્રકારના જ્યોતિષીઓ આ મનુષ્ય લોકમાં તિરતિક (ગતિ કરવામાં રતિવાળા) છે. અને શેષ પાંચ પ્રકારના જ્યોતિષીઓ જે મનુષ્યલોકની બહાર છે. તે સંસ્થિત જ્યોતિષીઓ (સ્થિર જ્યોતિષી) છે. ./૧૯ી
વ્યાધ્યાર્થ: અસંખ્યાત ચંદ્ર અને અસંખ્યાત સૂર્ય એ પ્રમાણે ગ્રહ, નક્ષત્ર તથા તારા, પ્રત્યેક અસંખ્ય અસંખ્ય છે. એ પ્રમાણે ૫ પ્રકારના જ્યોતિષી દેવો છે. પ્ર -એ પાંચ પ્રકારના જ્યોતિષીઓ તે અહીં દેખાતા ચંદ્રાદિકની પેઠે સર્વે ચલ છે કે કેટલાક સ્થિર પણ છે? એ પ્રમાણે આશંકા કરીને હવે તેનો ઉત્તર કહે છે કે – નરો, રિયો ઇતિ. = નરલોક એટલે મનુષ્યલોક પર્વતની અભ્યત્તર રહેલા છે તે સર્વે પણ ડુિં = ગતિમાં (ભ્રમણ કરવામાં) રતિ = સ્વાભાવિક વૃત્તિ-પ્રવૃત્તિવાળા તે ગતિરતિષ્ઠા છે. (અર્થાત્ મનુષ્યક્ષેત્રાન્તરવર્તી જ્યોતિષીઓ ગતિરતિક છે - ચલ છે.) અને શેષ એટલે માનુષોત્તર પર્વતથી આગળ સ્વયંભૂરમણ સમુદ્ર સુધીમાં જેટલા જ્યોતિષીઓ છે તે સર્વે પણ સંસ્થિત એટલે ભ્રમણ નહિ કરવાના ધર્મ વડે પોતાના સ્થાને જ સ્થિર રહેલા છે. આ ગાથામાં કોઈ પ્રત્યંતરે ૧. વ્યત્તર તથા વાણવ્યન્તર એ બંનેમાં વિશેષ ભેદ ન ગણતાં આ ગ્રન્થમાં વ્યન્તર દેવોના ૮ ભેદ કહ્યા છે; અને વાણવ્યન્તર તો અણપત્રી ઈત્યાદિ ૮ પ્રકારના છે તે ગ્રંથાન્તરથી જાણવા.
Jain Education International
For Privat 33 Personal Use Only
www.jainelibrary.org