________________
“પોવ! ” ઈતિ. વિમાનમાં ઉત્પન્ન થયેલા નવીન દેવોને (એટલે નવા ઉત્પન્ન થયેલા દેવોને) (૧) મજ્જનકરણ (૨) અલંકારગ્રહણ (૩) વ્યવસાય સમાગમન (૪) પુસ્તકવાંચન (પ) સિદ્ધાયતન પૂજન અને (૬) ઈન્દ્રાદિકની સેવા ઇત્યાદિ જે આવશ્યક કાર્યો તે વન્ય કહેવાય; તેવા કલ્પને જેઓ પ્રાપ્ત થયા છે, આશ્રય કરે છે, અર્થાત્ સેવે છે તે ત્વોપ એટલે ૧૨ દેવલોકના વૈમાનિક દેવો જાણવા. કારણ કે એ બારે દેવલોકના દેવોમાં પૂર્વોક્ત કલ્પ પ્રવર્તે છે માટે. અને તેથી ઉપરના જે રૈવેયક તથા અનુત્તરના દેવો છે તે સર્વે ન્યાતીત દેવો કહેવાય છે; કારણ કે એ દેવોને પૂર્વોક્ત સ્વરૂપવાળા કલ્પનો અભાવ છે. તે કલ્પાતીત દેવોને ગાથામાં દર્શાવે છે કે ગ્રીવા એટલે લોકરૂપી પુરુષાકારના ગ્રીવાસ્થાને (ડોક-કંઠસ્થાને) રહેલાં વિમાનો તે શૈવેયક કહેવાય; અને તેમાં ઉત્પન્ન થયેલા દેવો પણ ઉપચારથી રૈવેયક સેવ કહેવાય. તથા
– એટલે નથી ઉત્તર એટલે પ્રધાન બીજા દેવો જેનાથી તે (અર્થાત્ જે દેવોથી બીજા પ્રધાન-ઉત્તમ દેવો નથી તેવા અતિ ઉત્તમ દેવો તે) અનુત્તર સેવ કહેવાય. તે વિમાનો તેમજ તેમાં વસનાર દેવો એ બંને નુત્તર કહેવાય. તે વિજય-વિજયન્ત-જયંત-અપરાજિત તથા સર્વાર્થસિદ્ધ એ પ વિમાનમાં જ વસનારા દેવો અનુત્તર દેવ કહેવાય છે. એ બંને સ્વરૂપવાળા દેવો (અર્થાત્ ત્રૈવેયક અને અનુત્તર આ બંને પ્રકારના દેવો) ન્યાતીત દેવો જાણવા; કારણ કે એ દેવોને અહંઈન્દ્રપણા વડે મજ્જનકરણ ઇત્યાદિ કલ્પનો સર્વથા અભાવે છે. એ ૧૬મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ll૧૬)
વતર : પૂર્વ ગાથામાં ૪ પ્રકારના દેવોમાં જે પ્રથમ ભવનવાસી દેવો કહ્યા તેના ૧૦ પ્રતિભેદ છે તે આ ગાથામાં દર્શાવાય છે :
असुरा नाग सुवन्ना, दीयोदहि थणिय विज दिसिनामा । __ वायग्गिकुमारावि य, दसेव भणिया भवणवासी ॥१७॥
થાર્થ : (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) દ્વીપકુમાર (પ). ઉદધિકુમાર (૬) સ્વનિતકુમાર* (૭) વિઘુકુમાર (૮) દિશિકુમાર - એ નામવાળા તથા (૯) વાયુકુમાર (૧૦) અગ્નિકુમાર એ દસ પ્રકારના જ ભવનવાસી દેવો કહ્યા છે. ૧૭ના
વ્યાધ્ધિાર્થ : ગાથામાં કુમાર = કુમાર એ શબ્દ પ્રત્યેક ભેદ સાથે જોડવો. તેથી (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) દીપકુમાર (૫) ઉદધિકુમાર (૬) સ્વનિતકુમાર (૭) વિદુકુમાર (૮) દિશિકુમાર (૯) વાયુકુમાર (૧૦) અગ્નિકુમાર, એ પ્રમાણે ૧૦ પ્રકારના જ ભવનવાસી દેવો છે. અહીં ગાથાના પદોનો સંબંધ તથા અનુક્રમ બરાબર બેસાડવાના ઇત્યાદિ કારણથી કોઈક રીતે પણ આ ગાથા એવા ક્રમવાળી કહી છે. પરંતુ સિદ્ધાન્તોમાં તો એ ૧૦ પ્રકારના ભવનવાસી દેવો આ કહેવાતા ક્રમ પ્રમાણે ગણાય છે. તે ક્રમ આ પ્રમાણે – (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિદ્યુકુમાર (૫) ૧. એ દેવોમાં પરસ્પર સ્વામી - સેવકભાવ ન હોવાથી કોઈ નાનો મોટો નથી, જેથી સર્વે દેવો પોતે જ સ્વામી સરખા હોવાથી નિન્દ્ર કહેવાય છે. ૨. મેઘકમાર.
Jain Education International
For Private 83rsonal Use Only
www.jainelibrary.org