________________
નાતિકાર્ય મનુષ્યો ૩ પ્રકારના છે. જે કારણથી શ્રી પ્રજ્ઞાપનાજીમાં કહ્યું છે કે -
અંબષ્ટા - કલંદા - વિદેહા – વેંઢગા - હરિયા અને ચુંચુણા એ ૬ પ્રકારની નિશ્ચય ઇભ્ય જાતિ (ઉત્તમ જાતિ) છે.
એ ઉપર કહેલી ૬ ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલાં મનુષ્ય નાતિક્ષાર્થ કહેવાય. પરંતુ એ ૬ પ્રકારની જાતિઓ વર્તમાનકાળે જણાતી નથી. (પ્રસિદ્ધ નથી.)
જૂનાર્ય મનુષ્યો પણ ઉગ્રકુલ – ભોગકુલ - રાજન્યકુલ – ઇક્વાકુકુલ – જ્ઞાતિકુલ અને કૌરવકુલના ભેદથી ૬ પ્રકારના છે.
કર્મા મનુષ્યો કે જેઓ આર્યકર્મ (ઉત્તમ વ્યાપારાદિ ધંધો) કરે છે પરંતુ નિંદનીય (નીચો ધંધો) કરતા નથી તે દૂષિક (દોશી), ગાંધિક (ગાંધી), સૌત્રિક (સુતરિયા), કાર્યાસિક (કપાસી), કૌટુંભિક ઈત્યાદિ ભેદથી (કર્માય મનુષ્યો પણ) અનેક પ્રકારના છે.
શિન્વાર્ય મનુષ્યો પણ ઉત્તમ શિલ્પકાર્ય કરનારા તે પણ - સુન્નાક, લેપ્યકાર, શંખકાર, દન્તકાર, ચિત્રકાર વગેરે અનેક પ્રકારના છે.
માર્ય મનુષ્યો કે જેઓ અર્ધમાગધી ભાષા વડે બોલે છે અને જેઓમાં ૧૮ ભેદવાળી બ્રાહ્મીલિપિ પ્રવર્તે છે, તે ૧૮ ‘મેદવાળી બ્રાહ્મી લિપિ હાલમાં પ્રસિદ્ધિમાં જણાતી નથી. (અર્થાત્ બ્રાહ્મી લિપિના ૧૮ ભેદ સર્વે પ્રાયઃ પ્રસિદ્ધ નથી.) જ્ઞાનાર્થ મનુષ્યો તે મતિજ્ઞાન - શ્રતજ્ઞાન ઇત્યાદિ યુક્ત હોય તે. (પરંતુ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગશાનવંત મિથ્યાષ્ટિ મનુષ્યો જ્ઞાનાર્ય કહેવાય નહિ.) રનાર્થ મનુષ્યો કે જેઓ ક્ષાયિક સમ્યત્વાદિ સભ્યત્વયુક્ત હોય તે. વારિત્રા મનુષ્યો કે જેઓ સામાયિકચારિત્રો ઈત્યાદિ ચારિત્રાવાળા હોય છે.
પ્લેચ્છ મનુષ્યોના ભેદ . મિનિવૃત્તિ ય એ પદમાં ૧ (વ)કાર સમુચ્ચયવાચક છે. જે મનુષ્યોમાં ધર્મનું નામ પણ જણાતું નથી પરંતુ કેવળ અપેય-પાન, અભણ્યનું ભક્ષણ, અને અગમ્યના ગમન ઇત્યાદિમાં આસકત થયેલા હોય તથા શાસ્ત્ર આદિમાં અપ્રસિદ્ધ (નહિ કહેલો) એવો વેષ પહેરનારા તથા તેવી ભાષા બોલનારા ઈત્યાદિ (અશાસ્ત્રોક્ત) આચાર-વિચારવાળા તે અનાર્યમનુષ્યો સ્વૈચ્છ એવા નામથી ઓળખાય છે. તે મ્લેચ્છ મનુષ્યો ઘણા પ્રકારના છે. તે આ પ્રમાણે :
“શક- યવન - શબર - બબ્બર - કાય - મુસંડ - ઉડંગ - ઉપકણ - આરબ - હૂણ - ૧. દેવનાગરી આદિ કેટલીક લિપિઓ અદ્યાપિ પ્રસિદ્ધ છે. પ્રજ્ઞાપનાદિકમાં બ્રાહ્મી આદિ ૧૮ લિપિ તે જ કહી છે. અહીં બ્રાહ્મીના ૧૮ ભેદ કહ્યા છે તે વિચારવું. ૨. સાયિક - ઉપશમ અને ક્ષયોપશમ એ ૩ સમ્યક્તવાળા અથવા પ્રજ્ઞાપનાજીમાં ૧૦ પ્રકારના સમ્યકત્વવાળા તે સરાગ દર્શનાર્ય, અને ૧૧ થી ૧૪ ગુણસ્થાનક સુધીના વીતરાગ દર્શનાર્ય કહ્યા છે. ૩. સામાયિક - છેદોપસ્થાપન - પરિહાર - સૂક્ષ્મસંપરાય અને યથાવાત એ ૫ ચારિત્ર. ૪. અહિ કહેલાં શક બબ્બર યવન ઈત્યાદિ નામોથી પણ અધિક નામો શ્રી પ્રજ્ઞાપનાજીમાં છે. તથા આ નામોમાંથી
રાસયુક્ત પદો ઉપરથી અર્થ લખેલો હોવાથી કદાચ ફેરફારવાળું પણ હશે તે વિચારવું. તથા એ અનાર્યોના ભેદ પ્રાય: તે તે નામના દેશોના નામ ઉપરથી થયેલા છે એમ શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં કહ્યું છે.
Jain Education International
For Private & Psonal Use Only
www.jainelibrary.org