________________
જે મનુષ્યના આર્ય અને પ્લેચ્છ એ ૨ ભેદ હેય ધર્મોથી દૂર ગયેલા તે કાર્ય મનુષ્યો ઋદ્ધિ પ્રાપ્ત તથા અઋદ્ધિપ્રાપ્ત એમ બે પ્રકારના છે. ત્યાં ત્રદ્ધિપ્રાપ્ત મા મનુષ્યો ૬ પ્રકારના છે. તે આ પ્રમાણે તીર્થંકર - ચક્રવર્તી - વાસુદેવ - બળદેવ – ચારણમુનિ અને વિદ્યાધર. તથા ૩દ્ધિાર કાર્ય મનુષ્યો ૯ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે : ક્ષેત્રથી આર્ય, જાતિથી આર્ય,કલથી આર્ય, કર્મથી, શિલ્પથી, ભાષાથી, જ્ઞાનથી, દર્શનથી તથા ચારિત્રાથી. ત્યાં ક્ષેત્રથી માઈ તે જેઓ આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થયા હોય. જે ક્ષેત્રોને વિષે શ્રીતીર્થંકરભગવંતોની તથા શ્રીતીર્થંકરભગવંતના મુનિમહાત્માઓની અને શ્રી તીર્થંકરભગવંતોના ધર્મની પ્રવૃત્તિ હોય, તેવા ક્ષેત્રો આર્યક્ષેત્ર કહેવાય છે. તે આર્યક્ષેત્રોનાં નામ આ પ્રમાણે. (૧) મગધ દેશ - રાજગૃહનગર. (૧૪) સાંડિલ્યદેશ - નંદિપુરનગર. (૨) અંગદેશ - ચંપાનગરી. (૧૫) મલયદેશ - ભદિલપુરનગર. (૩) વંગદેશ - તામ્રલિપ્તિનગરી. (૧૬) વૈરાટદેશ - વસનગર. (૪) કલિંગદેશ - કંચનપુરનગર. (૧૭) આવરણદેશ - અચ્છાનગરી (૫) કાશીદેશ - વાણારસીનગરી. (૧૮) દશાર્ણદેશ - મૃત્તિકાવતી નગરી. (૬) કોશલદેશ - સાકેતનગર. (૧૯) ચેદીદશ - શુક્તિમતીનગરી. (૭) કુરૂદેશ - ગજપુરનગર. (૨૦) સિંધુસૌવીરદેશ - વીતભયાનગરી. (૮) કુશાર્તદેશ - સૌરીપુરનગર. (૨૧) સૂરસેનદેશ - મથુરાનગરી. (૯) પંચાલદેશ - કાંપિલ્યપુરનગર. (૨૨) ભંગીદેશ - પાપાનગરી. (૧૦) જાંગલાદેશ - અહિચ્છત્રાનગરી. (૨૩) વૃત્તદેશ - માપપુરનગર. (૧૧) સૌરાષ્ટ્રદેશ - દ્વારિકા નગરી. (૨૪) કુણાલદેશ - શ્રાવતિનગરી. (૧૨) વિદેહદેશ - મિથિલાનગરી. (૨૫) લાટદેશ - કોટિવર્ષાનગરી. (૧૩) વત્સદેશ - કોસાખીનગરી. (ગા) (અર્ધ) કૈકેયીદેશ-શ્વેતામ્બિકાનગરી
એ પ્રમાણે ર૫ દેશ સંપૂર્ણ અને કેકેયીદેશ ના મળી રપો દેશ આર્યક્ષેત્ર છે. એ રપા દેશોમાં જ શ્રી તીર્થકરો - ચક્રવર્તિઓ - બળદેવો અને વાસુદેવોની ઉત્પત્તિ કહી છે. અહીં તાત્પર્યાર્થ એ છે કે – રાજગૃહી નગર તે રાજધાની છે, અને મગધ તે દેશ છે, તથા અંગ દેશ છે અને ચંપાનગર રાજધાની છે, વંગ દેશ છે ને તામ્રલિતિ રાજધાની છે. એ પ્રમાણે યાવતુ lી કેતકીદેશ અને શ્વેતામ્બિકા રાજધાની સુધી સર્વત્ર દેશ અને રાજધાનીનો અનુક્રમ જાણવો. એ પ્રમાણે એ રપા દેશ કાર્યક્ષેત્રો કહ્યાં છે. તેથી એ આર્યક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય ક્ષેત્રથી આર્ય કહેવાય. એ પ્રયાસત્તિ વડે ભરતક્ષેત્રમાં રહેલા જ આર્યક્ષેત્ર તથા ક્ષેત્રાર્ય મનુષ્યો કહ્યા, અને તે ભરતક્ષેત્રવર્તિ આર્ય મનુષ્યોના ઉપલક્ષણથી મહાવિદેહાન્તર્ગત વિજયોના મધ્ય ખંડાદિકમાં પણ બીજા ઘણાં ક્ષેત્રાર્થ મનુષ્યો છે તેમ જાણવું (હવે જાતિ-આર્ય મનુષ્યોનું સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે) : ૧. કેતકી અથવા કૈકેયીદેશ બંને એક જ દેશનાં નામાન્તર છે. ૨. જે સ્થાને રહેલા હોય તે સ્થાનનું સ્વરૂપ કહેવું તે પ્રત્યારસન્ન (અતિનિકટવર્તિ) અથવા પ્રત્યક્ષત્તિ સ્વરૂપ અહીં આપણે ભરતક્ષેત્રમાં રહેલા હોવાથી ભરતક્ષેત્રના ૨પી આર્યદેશોનું સ્વરૂપ (પ્રત્યાત્તિ વડે) કહ્યું.
Jain Education International
For Private Beersonal Use Only
www.jainelibrary.org