________________
મેરૂથી ઉત્તર ક્ષેત્રમાં ૨૮ અન્તર્લીપ ! પૂર્વે જે અંતર્લીપનું સ્વરૂપ કહ્યું તે ભરતક્ષેત્ર તરફના ૨૮ અન્તર્કંપનું કહ્યું, અને હવે મેરૂથી ઉત્તરે રહેલા ઐરાવતક્ષેત્ર પાસેના ૨૮ અન્તર્લીપોનું સ્વરૂપ કહેવાય છે. તે આ પ્રમાણેઃ મેરૂથી ઉત્તર દિશામાં પણ એ જ નામવાળા એ જ પ્રમાણવાળા ઇત્યાદિ સર્વ સ્વરૂપમાં સરખા ૨૮ અન્તર્લીપો છે એમ જાણવું. પરંતુ ત્યાં હિમવાનું પર્વતને સ્થાને – બદલે ઐરાવત ક્ષેત્રના પર્યન્ત રહેલો શિખરી પર્વત કહેવો. બીજું સર્વ સ્વરૂપ કંઈ પણ તફાવત વિનાનું જાણવું. એ પ્રમાણે સંક્ષેપથી પ૬ અન્તરદ્વીપનું સ્વરૂપ કહ્યું, અને સવિસ્તર સ્વરૂપ તો શ્રી જીવાભિગમ આદિ શાસ્ત્રોથી જાણવું. વળી અહીંના ૨૮ અંતરીપોમાં કલ્પવૃક્ષાદિકનું જ સ્વરૂપ કહાં તે હૈમવત આદિ ૩૦ અકર્મભૂમિઓમાં પણ તેમજ જાણવું, પરંતુ હૈમવતાદિ ભોગભૂમિઓમાં આયુષ્ય વગેરે ભિન્નભિન્ન પ્રમાણવાળું છે; અને તે સર્વ બીજા ઘણા ગ્રંથોમાં અતિપ્રસિદ્ધ હોવાથી અહીં કહાં નથી. બીજાં સ્થાનોમાં - ગ્રંથોમાં અંતરદ્વીપનું સ્વરૂપ અલ્પ જ કહેલું છે તેથી અહીં વિશેષ સ્વરૂપ દર્શાવ્યું.
! મનુષ્યોના સમૂર્છાિમ અને ગર્ભજ એ ૨ ભેદ | સામાન્ય ભેદથી કહેલા એ કર્મભૂમિજ આદિ ત્રણે ભેદવાળા મનુષ્યો પણ પુનઃ સોયા = ભેદસહિત વર્તે છે, તે કયા પ્રકારના ભેદસહિત (ભદવાળા) છે ? ઉત્તર: “સચ્છિમાં ' ઈત્યાદિ. સંગૂર્જીન એટલે ગર્ભની અપેક્ષારહિતે વમન કરેલા પિત્ત વગેરેમાં જ એમ જ ઉત્પન્ન થવું તે-સંમૂચ્છે. અને તે સંપૂર્છા થી ઉત્પન્ન થયેલા તે અંગૂર્જીન મનુષ્યો કહેવાય. એ સમૂર્છાિમ મનુષ્યો મનુષ્યક્ષેત્રમાં જ અને ગર્ભજ મનુષ્યોના જ ઉચ્ચારાદિકમાં (વડીનીતિ – લઘુનીતિ ઇત્યાદિમાં) ઉત્પન્ન થાય છે. પરંતુ બીજે સ્થાને ઉત્પન્ન થતા નથી. જે કારણથી શ્રી પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે કે :
હે ભગવંત! સમૂર્ણિમ મનુષ્યો કયા સ્થાને સમૂચ્છે છે (જન્મે છે)? ઉત્તર : હે ગૌતમ! મનુષ્યક્ષેત્રને વિષે, (અને તેથી) ૪૫ લાખ યોજન જેટલા ક્ષેત્રમાં, અઢી દ્વીપ-સમુદ્રમાં; તેમાં પણ ૧૫ કર્મભૂમિ તથા ૩૦ અકર્મભૂમિમાં અને પ૬ અન્તર્લીપમાં નિશ્ચયે ગર્ભજ મનુષ્યોના જ ઉચ્ચારમાં (વડીનીતિમાં), પ્રશ્રવણમાં (લઘુનીતિમાં), કફ-બળખામાં, નાકના મનમાં, વમનમાં, પિત્તમાં, પરૂમાં, રૂધિરમાં, શુક્રમાં, ખરી પડેલાં શુક્રપુદ્ગલોમાં, સ્ત્રી-પુરુષના સંગમમાં, તથા નગરની ખાળમાં (ગટરોમાં) ઇત્યાદિ સર્વ અશુચિસ્થાનોમાં સમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે.
એ સમૂર્છાિમ મનુષ્ય અંગુલના અસંખ્યાતમા ભાગમાત્ર જેટલી અવગાહનાવાળા, અસંશિ, મિથ્યાદૃષ્ટિ, સર્વપર્યાપ્તિ વડે અપર્યાપ્તા અને અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા જ નિશ્ચય કાળ કરે છે, એવા સ્વરૂપવાળા તે સમૂર્છાિમ મનુષ્ય જાણવા.”
તથા સ્ત્રીઓના ગર્ભમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો તે અર્બન મનુષ્ય પ્રસિદ્ધ જ છે.
Jain Education International
For Private Resonal Use Only
www.jainelibrary.org