________________
સમૂહ વડે સદાકાળ શોભતાં રહ્યાં છે.
(૯) Jહાર વૃક્ષ-આ વૃક્ષો વિશ્રસા પરિણામથી જ (સ્વભાવથી જ) પ્રાકાર વડે વીંટાયેલ - રક્ષિત તથા સોપાનની (પગથીની) પંક્તિ વડે વિચિત્ર તથા શાલા – રતિગૃહ – ગવાક્ષ - છૂપા અને પ્રગટ અનેક ઓરડા તથા સુંદર ભૂમિતલ ઇત્યાદિ વડે અલંકૃત વિચિત્ર ભવન સરખા આકાર વડે વ્યાપ્ત થયેલાં સદાકાળ શોભતાં રહે છે. (અર્થાત્ યુગલિકોને આ વૃક્ષો ગૃહ ઘર તરીકે ઉપયોગમાં આવે છે.)
(૧૦) નનવૃક્ષ - આ વૃક્ષો વિશ્રસા પરિણામથી જ દેદીપ્યમાન, અત્યંત તેજસ્વી, અતિસૂક્ષ્મ, સુકોમળ એવા દેવદૂષ્યવસ્ટા સરખાં ઉત્તમ વિચિત્ર વસ્ત્રો વડે વ્યાપ્ત થયાં છતાં સદાકાળ શોભતાં રહે છે. (અર્થાતુ આ વૃક્ષો યુગલિકોને વસ્ત્રા પહેરવાના ઉપયોગમાં આવે છે.)
પ૬ અંતરદ્વીપના યુગલિકોનું વિશેષ સ્વરૂપ છે. વળી બીજી વાત એ છે કે આ અંતરદ્વીપના યુગલિક મનુષ્યો સ્વભાવથી ભદ્રિક, વિનયવાન, શાંત, અલ્પ ક્રોધ - માન - માયા – લોભવાળા, અલ્પ ઇચ્છાવાળા, ઉત્સુકતા રહિત, સ્વેચ્છાચારી, વાયુસરખા વેગવાળા, ત્યાં મમત્વના કારણરૂપ સુવર્ણ – મણિ – મોતી ઇત્યાદિ અનેક ઉત્તમ વસ્તુઓ હોવા છતાં પણ તે વસ્તુઓમાં મમત્વ – મૂચ્છ તથા કદાગ્રહ રહિત, સર્વથા વૈરાનુબંધરહિત, પરસ્પર સ્વામી-સેવક ઇત્યાદિ ભાવરહિત, અને તેથી જ સર્વે અહમિન્દ્ર સરખા, ત્યાં હસ્તિ – અશ્વ – ઊંટ – ગાય - ભેંસ ઇત્યાદિ હોવા છતાં પણ તેના ઉપભોગથી રહિત, પગથી જ ચાલનારા, અને રોગ તથા વેદનાદિકથી રહિત હોય છે.
આ યુગલિકો ૧ દિવસના અંતરે આહાર ગ્રહણ કરે છે. એ સર્વે ને ૬૪ પૃષ્ઠકરંડક હોય છે. આ યુગલિકો છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે સ્ત્રીપુરુષને જોડલે જન્મ આપે છે, ૭૯ દિવસ સુધી સંતાનની પરિપાલના કરે છે, તથા સ્નેહ અને કષાય (રાગદ્વેષ) અલ્પ હોવાથી મરણ પામીને અવશ્ય સ્વર્ગમાં જ જાય છે. તથા આ યુગલક્ષેત્રમાં રહેલા વ્યાઘ-સિંહ-સર્પ ઇત્યાદિ વન્ય જીવોના સમૂહ પણ ક્રૂરતાદિ દોષરહિત હોય છે. તેઓ પરસ્પર એકબીજાનું ભક્ષણ કરવામાં પ્રવર્તતા નથી; અને તે કારણથી એ જંગલના પ્રાણિઓ પણ દેવગતિમાં જ જનારા હોય છે. વળી આ દ્વીપોમાં શાલિ-વ્રીહિ ઈત્યાદિ ધાન્યો પણ સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. પરંતુ ત્યાંના મનુષ્ય વગેરે તે ધાન્ય ખાતા નથી. ત્યાંની ભૂમિની માટી તથા વૃક્ષોનાં પુષ્પ – ફળ પણ સાકરથી અધિક સ્વાદવાળાં તથા ઘણા ગુણવાળાં હોય છે, તેથી તે મનુષ્યોના ઉપભોગમાં આવે છે.
તથા આ દ્વીપોમાં ડાંસ - મચ્છર - જૂ - માંકણ ઇત્યાદિ તેમજ ચંદ્રગ્રહણ – સૂર્યગ્રહણ વિગેરે થતાં નથી. વળી તે ક્ષેત્રોની ભૂમિ પણ રેતી – કાંટા - કાદવ ઇત્યાદિથી રહિત અને સર્વસ્થાને સરખા તલવાળી (સપાટ પ્રદેશવાળી) અતિમનોહર હોય છે. એ પ્રમાણે યુગલક્ષેત્રનો અધિક વિસ્તાર કરવાથી સર્યું. (આ સર્વ સ્વરૂપ મેરૂથી દક્ષિણદિશાના ૨૮
અન્તર્લીપોનું કહ્યું.). Jain Education International
For Private P ersonal Use Only
www.jainelibrary.org