________________
| યુગલિકને ઉપભોગ્ય ૧૦ પ્રકારના કલ્પવૃક્ષનું સ્વરૂપ છે એ યુગલિક મનુષ્યો ૧૦ પ્રકારના કલ્પવૃક્ષથી આજીવિકાવાળા હોય છે. તે ૧૦ પ્રકારના વૃક્ષ આ પ્રમાણે : “મત્તાંગ - ભૂંગાંગ- ત્રુટિતાંગ'- દીપશિખા - જ્યોતિષ્ક:- ચિત્રાંગ - ચિરસ - મણિકાંગ‘- ગૃહાકાર અને અનગ્ન એ ૧૦ કલ્પવૃક્ષ છે.' ત્યાં કયું કલ્પવૃક્ષ કયાં ઉપયોગમાં આવે છે તે કહેવાય છે.
(૧) મત્તાં વૃક્ષ - આ પહેલા પ્રકારનાં કલ્પવૃક્ષો વિશિષ્ટ બળ - વીર્ય - કાન્તિના કારણરૂપ એવાં, વિશ્રા પરિણામે પરિણત, ઉત્તમ સુગંધી યુક્ત તથા સ્વાદવાળી, અનેક પ્રકારની મદિરાથી ભરેલા કોશક (મદિરાપાત્ર-વિશેષ) સરખાં ફળો વડે શોભી રહ્યાં હોય છે. એ કલ્પવૃક્ષો પાસેથી તે યુગલિક મનુષ્યોને મદિરારસની પ્રાપ્તિ થાય છે.
(૨) ઝું વૃક્ષ – જેમ અહીં મણિ અને સોનાનાં બનેલા વિવિધ પ્રકારના વાસણ (થાળી - વાટકા - ઇત્યાદિ) હોય છે, તેમ તે ભૃગાંગ વૃક્ષો પણ વિશ્રસા પરિણામે પરિણત એવા થાળાં, કચોળા ઇત્યાદિ વિવિધ પ્રકારના પાત્રો સરખાં ફળો વડે શોભતાં દેખાય છે. જેથી તે ભૂંગાંગ વૃક્ષોવડે યુગલિક મનુષ્યોને ઉત્તમ પાત્રોની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આગળ કહેવાતાં ટિતાં વૃક્ષ આદિ વૃક્ષોમાં જે જે વસ્તુની ઉત્પત્તિ કહેવાશે, તે તે વસ્તુઓ તે તે વૃક્ષ પાસેથી પ્રાપ્ત થાય છે એમ જાણવું.
(૩) ગુટિતાં વૃક્ષ - આ સુટિતાંગ નામનાં કલ્પવૃક્ષો તત – વિતત - ઘન - શુષિર એ ૪ પ્રકારના તથા એ જ ચારના બીજા ઘણા ભેદવાળાં વાંજીત્રો સરખાં ફળો વડે શોભતાં રહ્યાં છે.
ત્યાં તત એટલે વીણા વગેરે વાજીંત્ર જાણવાં; વિતત તે પટહ-ઢોલ ઇત્યાદિ, ઘન તે કાંસીતાલ (કંસારાં) ઈત્યાદિ, અને શુષિર તે કાહલ (શરણાઈ, ભુંગળ) ઇત્યાદિ.
(૪) વીપfશરવાવૃક્ષ - જેમ અહીં ધૃત-તૈલાદિ સ્નેહથી બળથી સુવર્ણરત્નની દીવીઓ ઉદ્યોત-પ્રકાશ કરતી દેખાય છે. તેમ તે દીપશિખા વૃક્ષો પણ વિશ્રસા પરિણામે પરિણત એવા ઉત્કૃષ્ટ પ્રકાશ વડે સર્વ પદાર્થને પ્રકાશતાં રહ્યાં છે.
(૫) ખ્યોતિ:શિવ -- આ વૃક્ષો સૂર્યના બિંબની માફક પોતાના અતિશય તેજ વડે ત્યાં રહેલા સર્વ પદાર્થોને પ્રકાશ કરે છે.
(૬) વિત્રાં વૃક્ષ - આ વૃક્ષો વિવિધ પ્રકારના સરસ સુગંધીવાળા પંચવર્ણ પુષ્પો તથા પુષ્પની માળાઓ વડે વ્યાપ્ત થયેલાં સદાકાળ શોભે છે.
(૭) ત્રિરસવૃક્ષ – અહીં જેમ કલમશાલીના ચોખા, ઉત્તમ દાળ, પકવાન્ન અને શાક-પાન ઇત્યાદિની જે મધુરતા છે તેથી પણ અધિક મધુર સ્વાદ વગેરે ગુણવાળા વિચિત્ર સ્વાદિમાદિ સ્વાદ્ય પદાર્થો તથા ખાદ્ય પદાર્થો વડે પરિપૂર્ણ એવા ગર્ભવાળાં ફળો વડે શોભતાં સદાકાળ રહ્યાં છે. (અર્થાતું આ વૃક્ષો સ્વાદિષ્ટ આહારના ઉપયોગમાં આવે છે.) :
(૮) મહાવૃક્ષ - આ વૃક્ષો વિશ્રસા પરિણામે પરિણત તથા નિર્મળ મહામૂલ્યવાળા અને ત્રણ ભુવનમાં એક સારરૂપ દેદીપ્યમાન હાર- કડાં – બાજુબંધ અને નુપૂર આદિ ભૂષણોના ૧. “વિશ્રસા પરિણામે પરિણત' એટલે કોઈના બનાવ્યા વિના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલા.
For Private & Ząrsonal Use Only
Jain Education International
www.jainelibrary.org