SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ તથા વસીય - ક્રોધાદિ કષાયો તે કષાયમોહનીયકર્મના ઉદયથી થાય છે. તથા ત્રાળ - અજ્ઞાન જે વિપરીત બોધરૂપ મતિઅજ્ઞાન આદિ ત્રણ અજ્ઞાન તે જ્ઞાનાવરણ અને મિથ્યાત્વમોહનીય એ બે કર્મના ઉદયથી થાય છે. અહીં પ્રથમ જે એ અજ્ઞાનના જ મતિ અર્થ : કણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજસલેશ્યા, પત્રલેશ્યા અને શmલેયા નામવાળી તે લેયાઓ વર્ણના સંબંધમાં (વર્ણ એટલે ચિત્ર રંગવાનું દ્રવ્ય, તેને મેળવવામાં એટલે કદમવતુ આર્ટ્સ કરવામાં) જેમ શ્લેષદ્રવ્ય (નેહવાળું જળ, ગુગળ, ગુંદર વા રોગાન આદિ દ્રવ્ય) તેમ કર્મનો બંધ અને સ્થિતિબંધ એ બન્નેને કરનારી છે (એમ જાણવું). [૧] અને જો લેશ્યાઓ યોગપરિણામરૂપ છે એમ કહીએ તો નો પડિપUાં ટિઝuTHT હસીયાણો એ વચનથી (યોગથી પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધ હોય, અને કષાયથી સ્થિતિબંધ તથા અનુભાગબંધ હોય એ વચનથી) લેશ્યાઓ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં જ હેતુભૂત થાય, પરન્તુ કર્મની સ્થિતિમાં હેતુભૂત ન થાય. [એ વ્યાખ્યાથી યોગપરિણામરૂપ લેગ્યા નથી એમ સિદ્ધ કર્યું. વળી વેશ્યાઓ કર્મનો નિચન્દ છે એમ માનીએ તો જ્યાં સુધી કષાયોદય હોય ત્યાં સુધી કર્મના નિસ્પન્દનો પણ સદ્દભાવ હોવાથી વેશ્યાઓ કર્મની સ્થિતિમાં હેતુભૂત છે એ વાત પણ ઘટી શકે છે જ, અને એ કારણથી જ ઉપશાન્તમોહ તથા ક્ષીણમોહ અવસ્થામાં કર્મબંધનો સદૂભાવ હોવા છતાં પણ સ્થિતિબંધ થતો નથી. જે કારણથી કહ્યું છે કે – ‘પઢમસમયે વર્લ્ડ વીયસમયે વેડ્ડાં તતિ સમયે નિશ્નિuri [તે કર્મ પ્રથમ સમયે બાંધ્યું, બીજે સમયે વેધું, અને ત્રીજે સમયે નિર્જી'. વળી અહીં કોઈ પ્રશ્ન કરે કે -- જો વેશ્યા કર્મનો નિસ્ટન્દ છે, તો સમુચ્છિન્નક્રિયા નામના શુક્લધ્યાને ધ્યાતા (કેવલી)ને પણ ચાર કર્મનો સદૂભાવ હોવાથી તે ચાર કર્મ)ના નિસ્યદના સર્ભાવથી વેશ્યાનો સદ્ભાવ હોવો જોઈએ તે કેમ નથી? તો તેનો ઉત્તર કહેવાય છે કે – એવો કંઈ નિયમ નથી કે નિસ્વજવંત સદાકાળ નિચન્દસહિત જ હોય; કારણ કે કોઈ વખત નિસ્યદવાળી વસ્તુઓ પણ તથા પ્રકારની અવસ્થામાં નિસ્યદરહિત દેખાય છે આ સર્વ વ્યાખ્યામાં વેશ્યાઓ કર્મનો નિસ્યજ છે એમ યુક્તિ પ્રયુક્તિથી સિદ્ધ કર્યું. [હવે શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં જે યોગપરિણામરૂપ લેશ્યા કહી છે, તેમજ આ વૃત્તિકર્તાએ પણ પોતાનો અભિપ્રાય તે વૃત્તિને અનુસારે જ દર્શાવ્યો છે તે યોગપરિણામરૂપ લેશ્યાનું ખંડન [૨વસ્તુ વ્યાવક્ષતે એ પદથી ગુરુ પોતે જ કરે છે તે આ પ્રમાણે –] વળી પ્રથમ જે કહ્યું કે “યોગપરિણામ એજ વેશ્યા' તે પણ અસાધક છે એિ વચન પણ લક્ષ્યને સિદ્ધ કરનાર નથી, કારણ કે – કિરણો વિગેરે જો કે સૂર્યાદિકના અભાવે હોય નહિ, પરન્તુ તે કારણથી કિરણો વિગેરે સૂર્યરૂપ જ છે એમ ન કહેવાય. જે કારણથી કહ્યું છે કે – यच्च चन्द्रप्रभाद्यत्र, ज्ञातं तज्ज्ञातमात्रकम् । प्रभा पुद्गलरूपा यत्तधर्मो नोपपद्यते ।।१।। [અર્થ : વળી અહીં [પ્રાયઃ વેશ્યાના સંબંધમાં જે ચંદ્રપ્રભાદિકનું ઉદાહરણ આપ્યું તે તો ઉદાહરણમાત્ર જ છે. કારણ કે – પ્રભા જે પુગલસ્વરૂપ છે તે ચંદ્રાદિકનો ધર્મ છે એમ સિદ્ધ નથી |૧||. એ પુરવસ્તુ વ્યાવક્ષતે એ પદથી પ્રારંભીને અહીં સુધીમાં ગુરુકથિત વ્યાખ્યા સમાપ્ત થઈ, હવે વૃત્તિકર્તા પોતે કહે છે-]. વળી અન્ય આચાર્યો એમ કહે છે કે - કામણશરીરની માફક આઠ કર્મથી જુદાં જ કાર્મણ વર્ગણાના દ્રવ્યોથી બનેલાં કર્મલેશ્યાનાં દ્રવ્યો છે. અર્થાત કાર્મણ વર્ગણામાંથી જેમ કાર્પણ શરીર બન્યું છે તેવી જ રીતે કા જ લેશ્યાદ્રવ્યો પણ બનેલાં છે, જેથી વેશ્યાદ્રવ્યો તે કાર્મણ વર્ગણાનાં જ દ્રવ્યો છે]. માટે હવે એ સર્વ બાબતમાં (ભિન્ન ભિન્ન કથનમાં) તત્ત્વ શું છે તે શ્રી સર્વજ્ઞો જાણે. એ પ્રમાણે લેગ્યાઓના સંબંધમાં યોગાન્તર્ગત દ્રવ્ય, એટલે આ વૃત્તિકર્તાના અર્થ પ્રમાણે પાંચ શરીરનામકર્મનાં દ્રવ્ય, કર્મનિસ્ટન્ટ અને કાર્મણવર્ગણાનાં સ્વતંત્ર દ્રવ્યો એ ત્રણ અભિપ્રાય કહેવાયા. એ સંબંધમાં તત્ત્વ શું છે તે શ્રી સર્વજ્ઞો જાણે. સમજવામાં તો પહેલો અને ત્રીજો અભિપ્રાય સુગમતાથી સમજી શકાય છે. તત્ત્વાર્થવૃત્તિકર્તા એ કર્મના નિસ્યદરૂપ અને વર્ણમાત્ર માને છે. Jain Education International For Pxxta & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy