________________
અજ્ઞાનાદિક ભેદોમાં (ત્રણ અજ્ઞાનમાં) ક્ષાયોપશમિકભાવ કહ્યો તે વસ્તુના અવબોધમાત્રની અપેક્ષાએ જ કહ્યો (પરન્તુ વિપરીત કે અવિપરીતના વિશેષથી નહિ). કારણ કે - વસ્તુનો અવબોધ સર્વ પણ એટલે વિપરીત અવબોધ હોય અથવા તો અવિપરીત અવબોધ હોય તો પણ અવબોધ તો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જ થાય છે. અને એજ બોધમાં વિપર્યાસપણારૂપ જે અજ્ઞાનભાવ થાય છે તે તો જ્ઞાનાવરણ અને મિથ્યાત્વમોહનીય એ બે કર્મના ઉદયથી જ થાય છે. માટે એક જ અજ્ઞાનમાં ક્ષયોપશમભાવ અને ઔદિયકભાવ એ બે ભાવ કહેવા વિરોધવાળા નથી. એ પ્રમાણે બીજા જીવગુણોમાં પણ (જ્યાં બે ભાવની પ્રાપ્તિ હોય ત્યાં) વિરોધનો પરિહાર જાણવો.
તથા અનય - અયતપણું એટલે અવિરતિપણું તે પણ અપ્રત્યાખ્યાનાવરણ કાયના ઉદયથી થાય છે. અને ખ્રસ્ત‰ળી - અસંક્ષિપણું મનઃઅપર્યાપ્તિનામ કર્મના ઉદયથી અને જ્ઞાનાવરણીયાદિકના ઉદયથી થાય છે. મિચ્છા - મિથ્યાત્વ તે મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી થાય છે. આહારે - આહારકપણું એ ક્ષુધા વેદનીય તથા આહાર પર્યાપ્તિ આદિ નામકર્મના ઉદયથી થાય છે. એ પ્રમાણે યથાયોગ્ય પોતપોતાના કર્મના ઉદય વડે ઉત્પન્ન થતા હોવાથી એ ગતિ આદિ જીવપર્યાયો સર્વે ઔદયિક ભાવમાં ગણાય છે.
૫
પ્રશ્ન: જો એ પ્રમાણે (ઔદયિકભાવના એ જ ભેદો) છે તો પાંચ નિદ્રા-વેદના હાસ્ય-રતિ-અરતિ-આદિ તેમજ અસિદ્ધત્વ, સંસારીપણું ઇત્યાદિ બીજા પણ કર્મોદયથી ઉત્પન્ન થયેલા અનેક પર્યાયો જીવોમાં છે, તો તે પર્યાયોને પણ અહીં (ઔદયિકભાવમાં) કેમ ન ગણ્યા?
ઉત્તરઃ એ પૂછવું સત્ય છે, પરન્તુ એ કહેલા પર્યાયો પણ ઉપલક્ષણથી (આ ભાવમાં) જાણવા, અને સંભવતા એવા બીજા બીજા પર્યાયો પણ (તે ભાવમાં) જાણવા.
હવે પારિગામિળમાવ કહેવાય છે. નિય મન્વિયરિયત્તિ ય સહાવો- જીવત્વ તથા ભવ્યત્વ અને તેથી ઇતર તે અભવ્યત્વ એ ત્રણ જીવના સ્વભાવ છે, અર્થાત્ અનાદિકાળથી વર્તતા ભાવ છે, અથવા આત્મગત સ્વરૂપ છે, અર્થાત્ અનાદિ પરિણામી ભાવ છે - એ ભાવાર્થ છે. એ
૧. ગ્રન્થાન્તરોમાં ૨૧ ઔયિકભાવ કહ્યા છે, તેમાં આ અસંક્ષિપણું ગણ્યું નથી. તેમજ આગળ કહેવાતું આહારીપણું પણ ઘણા ગ્રન્થોમાં ગણ્યું નથી, તેથી જો કે એ બે ભાવ ઔયિક ન હોય એમ તો નથી જ, એ બન્ને ઔદિયકભાવ જ છે. પરન્તુ અહીં ઔદયિકભાવોની સંખ્યાનો નિયમ ન રાખવાની અપેક્ષાએ એ બન્ને ભાવ ગણ્યા છે.
ન
૨. અપર્યાપ્તનામકર્મ ઉચ્છવાસઅપર્યાપ્તનામકર્મ, ભાષાઅપર્યાપ્તનામકર્મ અને મનઃઅપર્યાપ્તનામકર્મ એમ ત્રણ પ્રકારનું છે. માટે અહીં મનઃઅપર્યાપ્તનામકર્મ ગ્રહણ કર્યું, કારણ કે મનના અભાવે જ અસંક્ષિપણું હોય છે. ૩, ક્ષુધાવેદનીય એ અશાતાવેદનીયમાં અન્તર્ગત છે.
૪. આહા૨૫ર્યાપ્તિનામકર્મના ઉદયથી આહારગ્રહણ અને ખલ૨સપરિણમન હોય છે. પરન્તુ (એ) નામકર્મના ઉદયથી ક્ષુધાની ઉત્પત્તિ માનવી એ કંઈક વિચારવા યોગ્ય તો છે, કારણ કે ક્ષુધા ઉત્પન્ન થયા બાદ આહારગ્રહણાદિમાં જ એનું પ્રયોજન છે.
૫. જેમ ક્ષાયોપમિકભાવમાં અન્ય ગ્રંથોમાં ૧૮ સંખ્યાનો, અને ઔયિકભાવમાં ૨૧ સંખ્યાનો નિયમ રાખ્યો છે, તેમ આ ગ્રંથમાં સંખ્યાનિયમ રાખવામાં આવ્યો નથી. કારણ કે ક્ષયોપશમભાવમાં ૨૧ ગણાવ્યા, અને અહીં ૨૮ ગણાવ્યા, અને અસિદ્ધત્વભાવ ગણાવ્યો નથી. એ સર્વ ગ્રંથકર્તાની વિવક્ષામાત્ર જેટલો ભેદ છે, પરન્તુ તેથી વિસંવાદ કે વિરોધ નથી.
Jain Education International
For Privatesonal Use Only
www.jainelibrary.org