SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ जाणगभवियसरीरा, तव्वइरित्ता य सा पुणो दुविहा । મ્મા નોને યા, નોને દંતિ ટુવિહા ૩ ||રૂ૯ || जीवाणमजीवाण य, दुविहा जीवाण होइ नायव्वा । भवमभवसिद्धियाणं, दुविहाण वि होइ सत्तविहा ||५३५|| अजीवकम्मनोदव्वलेसा सा दसविहा उ नायव्वा । चंदाण य सूराण य, गहगणनकूखत्तताराणं ||५३७|| आभरणच्छायणादं सगाण मणिकागिणीण जा लेसा । अजीवदव्वलेसा, नायव्वा दसविहा एसा ||५३८|| जा दव्वकम्मलेसा, सा नियमा छव्विहा उ नायव्वा । किण्हा नीला काऊ, तेऊ पम्हा य सुक्का य ॥ ५३९॥ ગાથાર્થ: જાણગશરીર, ભવ્યશરીર અને તતિરિક્ત એ ત્રણ નિક્ષેપભેદમાંથી તદ્યતિરિક્ત દ્રવ્યલેશ્યા પુનઃ તે બે પ્રકારની છે : ૧. કર્મદ્રવ્યલેશ્યા, ૨. નોકર્મદ્રવ્યલેશ્યા. તેમાં જે નોકર્મદ્રવ્યલેશ્યા, તે બે પ્રકારની છે. II૫૩૫॥ જીવનોકર્મદ્રવ્યલેશ્યા તથા અજીવનોકર્મદ્રવ્યલેશ્યા. તેમાં જીવોની નોકર્મદ્રવ્યલેશ્યા બે પ્રકારની છે એમ જાણવું. તે આ પ્રમાણે – ભવ્યસિદ્ધિ જીવોની (ભવ્યોની)નોકર્મદ્રવ્યલેશ્યા, તથા અભવ્યસિદ્ધિ જીવોની(અભવ્યોની) નોકર્મદ્રવ્યલેશ્યા. ત્યાં એ બન્ને જીવોની નોકર્મદ્રવ્યલેશ્યા પુનઃ સાત સાત પ્રકારની છે. II૫૩૬॥ તથા અજીવનોકર્મદ્રવ્યલેશ્યા તે વળી દશ પ્રકારની જાણવી. તે આ પ્રમાણે - ચંદ્રોની - સૂર્યોની - ગ્રહોની - નક્ષત્રોની - તારાઓની -૫૫૩૭ણા આભરણોની – આચ્છાદનોની – આદર્શોની - મણિરત્નની - કાકિણીરત્નની, એ દશપ્રકારનાં દ્રવ્યોની જે લેશ્યા (તેજવિશેષ) તે દશ પ્રકારની અજીવનોકર્મદ્રવ્યલેશ્યા જાણવી (અહીં આભરણ તે મોતીમાળા વિગેરે અને આચ્છાદન તે સુવર્ણાદિ), ।।૫૩૮।। (એ નોકર્મ દ્રવ્યલેશ્યા કહીને હવે કર્મદ્રવ્યલેશ્યા કહેવાય છે). જે દ્રવ્યકર્મલેશ્યા છે તે નિશ્ચયથી છ પ્રકારની જ જાણવી. તે આ પ્રમાણે – કૃષ્ણલેશ્યા – નીલલેશ્યા – કાપોતલેશ્યા - તેજોલેશ્યા – શુક્લલેશ્યા. ॥૫૩૯। - અહીં ૫૩૭મી ગાથામાં જે સાત પ્રકારની નોકર્મદ્રવ્યલેશ્યા જીવો સંબંધી કહી, તે સંબંધમાં શ્રીનસિંહસૂરિ કૃષ્ણવર્ણાદિ છ અને સાતમી સંયોગજન્ય લેશ્યા જીવો સંબંધી કહે છે, અને બીજા આચાર્યો ઔદારિક, ઔદારિકમિશ્ર ઇત્યાદિ સાત પ્રકારના કાયયોગના ભેદથી સાત પ્રકારની (શરીરસંબંધી) લેશ્યા કહે છે, એ વિશેષ છે. હવે કર્મદ્રવ્યલેશ્યા જે છ પ્રકા૨ની કૃષ્ણલેશ્યા ઇત્યાદિ ભેદથી કહી તે સંબંધમાં શ્રી શાન્તિસૂરિકૃત વૃત્તિનો અક્ષરશઃ ભાવાર્થ કહેવાય છે. તે આ પ્રમાણે – વળી અહીં ર્મદ્રવ્યન્તેશ્યા એમ સામાન્યથી કહેવા છતાં પણ શરીરનામકર્મનાં દ્રવ્યો તે જ કર્મદ્રવ્યલેશ્યા. કેમ કે શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિકર્તાએ કહ્યું છે કે - યોગપરિણામરૂપ લેશ્યા છે, અને લેશ્યા તે યોગપરિણામ કેવી રીતે ? (તે કહે છે-) સયોગી કેવલી શુક્લલેશ્યાપરિણામ સહિત (સ્વાયુષ્યપર્યન્ત) વિચરીને અન્તર્મુહૂર્ત બાકી રહે ત્યારે યોગનિરોધ કરે છે, અને ત્યારબાદ અયોગીપણું તથા અલેશીપણું પ્રાપ્ત કરે છે; તે કારણથી જણાય છે કે – લેશ્યા એ યોગપરિણામ છે. અને તે યોગ શરીરનામકર્મનો જ પરિણામ (પરિણતિ) વિશેષ છે. કહ્યું છે કે – “ર્મ હિ ાર્માસ્ય હ્રાર્થમચેષાં ચ શરીરામ્ (કર્મ તે કાર્યણ શરીરનું પણ કાર્ય છે, તેમજ બીજાં શરીરોનું પણ કાર્ય છે),' તે કારણથી ઔદારિકાદિ શરીરયુક્ત આત્માની જે વીર્યપરિણતિ વિશેષ તે હ્રાયયોગ. તથા ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપારથી ગ્રહણ કરેલ ભાષાદ્રવ્યના સમૂહના સંબંધથી થતો જે જીવવ્યાપાર તે વચનયો. તેમજ ઔદારિકાદિ (ઔદારિક - વૈક્રિય – આહારક) શરીરના વ્યાપારથી ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સમૂહના સંબંધથી થતો જે જીવવ્યાપાર તે મનોયોગ. તે કારણથી કાયાદિ (કાયા-વચન-મનરૂપ) કરણ (વ્યાપારના સાધન) યુક્ત આત્માની જે વીર્યપરિણતિ તે યોગ કહેવાય છે, તેવી જ રીતે (કાયાદિ ક૨ણયુક્ત આત્માની વીર્યપરિણતિવિશેષ તે] તેશ્યા પણ જાણવી. વળી ગુરવસ્તુ વ્યાવક્ષતે - ગુરુવર્ય તો એમ કહે છે કે - કર્મનો નિષ્યન્દ તે લેશ્યા. કારણ કે લેશ્યાઓ કર્મની સ્થિતિમાં હેતુભૂત છે. જેથી કહ્યું છે કે - Jain Education International ताः कृष्णनीलकापोत - तेजसीपद्मशुक्लनामानः । श्लेष इव वर्णबन्धस्य, कर्मबन्धस्थितिविधात्र्यः ||१|| For Private Orsonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy