SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તથા અન્તરે એટલે લવણ સમુદ્રની મધ્યે જે દ્વીપ છે તે સંતરદ્વીપ એકોક ઈત્યાદિ નામવાળા પદ છે. તેને વિષે ઉત્પન્ન થયેલા જે મનુષ્યો તે પણ (ક્ષેત્રનો ક્ષેત્રવાસીમાં) ઉપચારથી અંતરદીપ કહેવાય. ગાથામાં (વ) પદ સમુચ્ચયવાચક છે. છે પ૬ અંતરદ્વીપનું સ્વરૂપ || હવે આ પ૬ અંતરદ્વીપ કયા સ્થાને છે? અને કેવા સ્વરૂપવાળા છે? તે અહીં કહેવાય છે - આ જંબૂઢીપને વિષે ભરતક્ષેત્રના પર્યન્ત ભાગે પૂર્વથી પશ્ચિમની લંબાઈ વડે રહેલા હિમવાનું નામના કુલગિરિ પર્વતના પર્યન્તભાગથી ઈશાનદિશામાં લવણસમુદ્રમાં ૩૦૦ યોજના અવગાહીને (અતિક્રમીને) આગળ જઈએ એટલે હિમવાન પર્વતના પર્યન્તભાગથી ઇશાન કોણને અનુસરતા અનુસરતા ૩૦૦ યોજન સુધી લવણસમુદ્રમાં પ્રવેશ કરીએ ત્યારે તે સ્થાને દરેકનો ૩૦૦ યોજન આયામ-વિખંભ (લંબાઈ-પહોળાઈ) વાળો અને નવસો ઓગણપચાસ યોજનથી કંઈક અધિક (= સાધિક ૯૪૯ યોજન) પરિધિવાળો એવો gો દ્વીપ - નામનો દ્વીપ છે. આ દ્વીપ ૫૦૦ ધનુષ પહોળી અને ૨ ગાઉ ઉંચી એવી ૧ પદ્મવરવેદિકા વડે તથા વનખંડ વડે સર્વબાજુથી વીંટાયેલો છે. (૧ દ્વીપ) એ પ્રમાણે એ જ હિમવાનું પર્વતના પર્યન્તથી દક્ષિણપૂર્વ દિશામાં (અગ્નિકોણમાં) લવણસમુદ્રને ૩૦૦ યોજન અવગાહીએ ત્યાં એકોક દ્વીપનું જે પ્રમાણ ઉપર દર્શાવ્યું તે જ સરખા પ્રમાણવાળો જ સામાસિવ દ્વીપ નામનો દીપ છે. (૨) તથા એજ હિમવાનું પર્વતના પર્યન્તભાગથી દક્ષિણ પશ્ચિમ દિશામાં એટલે નૈØત્યકોણને અનુસરીને ૩00 યોજન લવણસમુદ્રમાં અવગાહી જઈએ તો ત્યાં પૂર્વોક્ત પ્રમાણવાળો વૈપાછળ દ્વીપ નામનો દીપ જાણવો. (૩) તથા એ જ હિમવાનું પર્વતના પર્યન્તભાગથી પશ્ચિમોત્તર દિશામાં એટલે વાયવ્ય કોણને અનુસરીને 300 યોજન લવણસમુદ્રમાં અવગાહી જઈએ તો ત્યાં પૂર્વોક્ત પ્રમાણવાળો જ ના પોનિષ્ઠ દીપ નામનો દીપ પ્રાપ્ત થાય છે. (૪) તિ પ્રથમવતુક્કમ્ | એ પ્રમાણે એ ૪ દ્વિીપ હિમવાનું પર્વતને વિષે જ ચારે વિદિશાઓમાં એક સરખા પ્રમાણાદિવાળા કહેલા છે. હવે અહીંથી આગળ અનુક્રમે આવતા એટલે એકોકાદિ દ્વીપોથી આગળ રહેલાં ભિન્ન ભિન્ન પ્રમાણાદિવાળા ૪ દ્વીપ કહેવાય છે તે આ પ્રમાણે : એકોક દ્વીપની ઈશાનદિશામાં ૪00 યોજન આગળ જઈએ ત્યારે પ્રત્યેક સ્થાને લંબાઈ પહોળાઈમાં ૪00 યોજન પ્રમાણનો અને ૧૨૬૫ યોજનથી કિંચિતુ ન્યૂન પરિધિવાળો દઈ દ્વીપ – નામનો દ્વીપ છે. પૂર્વોક્ત પ્રમાણવાળી વેદિકા તથા ૧ વનખંડ તો સર્વ દ્વીપોની ચારે બાજુએ સરખા પ્રમાણવાળું જ જાણવું. એ પ્રમાણે આભાસિક દ્વીપની અગ્નિકોણમાં ૪૦૦ યોજન આગળ જઈએ તો ત્યાં હયકર્ણ દ્વીપના દર્શાવેલા પ્રમાણ જેટલા સરખા પ્રમાણવાળો ન દ્વીપ નામનો હીપ જાણવો. તથા વૈષાણિક દ્વીપની દક્ષિણ પશ્ચિમ દિશામાં (નૈ ર્જીત્યા કોણમાં) જ (વૈષાણિક દ્વીપથી) ૪00 યોજન દૂર જઈએ ત્યાં હયકર્ણ દ્વીપ સરખા પ્રમાણવાળો ૧. જેમ કર્મભૂમિન તથા કર્મભૂમિન શબ્દ છે તેમ અહીં અંતરદ્વીપન પણ કહેવાય. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy