SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ય (૬) શબ્દથી એકેન્દ્રિય - દ્વીન્દ્રિય - ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવોનો પણ સંગ્રહ-ગ્રહણ જાણવું. એ સર્વે તિર્યંચો કેવા પ્રકારના ? અર્થાત્ કેટલા પ્રકારના છે ? ઉત્તર ઃ- પર્યાપ્તા. અહીં એ - તિર્યંચો જ કેવળ પર્યાપ્ત (તિર્યંચ) કહેવાય એટલું જ નહીં પરંતુ તિર્યંચસ્ત્રીઓ પણ પર્યાપ્ત અને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયેલી હોય છે. પ્રશ્ન :- એ એકેન્દ્રિયાદિ તિર્યંચગતિના જીવો શું એક પર્યાપ્ત ભેદવાળા જ ગણાય છે ? ઉત્તર :- ના. કેવળ પર્યાપ્ત ભેદવાળા જ હોય એમ નહિ, પરંતુ એ એકેન્દ્રિયાદિ તિર્યંચ જીવો અપર્યાપ્ત પણ હોય છે. તે કારણથી એકેન્દ્રિય- દ્વીન્દ્રિય - ત્રીન્દ્રિય - ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ પાંચે પ્રકારના તિર્યંચયોનિવાળા જીવો તથા તિર્યંચસ્ત્રીઓ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બંને ગણાય છે, એ તાત્પર્ય છે. હવે મનુષ્યતિનું નિરૂપણ કરવા માટે કહે છે કે – મનુષ્યગતિમાં મનુષ્યો પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બંને પ્રકારના હોય છે. અહીં ગાથામાં તિર્યંચગતિ તથા મનુષ્યગતિના ભેદ સંબંધમાં વાક્ય પરિસમાપ્તિનું ‘વંતિ' (વંતિ છે) એ પદ અધ્યાહાર્ય છે. એ પ્રમાણે ૧૪મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ।૧૪।। ગવતરળ : પૂર્વ ગાથામાં મનુષ્યના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે ભેદ સામાન્યથી કહીને હવે આ ૧૫મી ગાથામાં એ જ મનુષ્યોના ક્ષેત્રાદિ ભેદથી ભેદ વિચાર કહે છે : ते कम्मभोगभूमय, अंतरदीवा य खेत्तपविभत्ता । सम्मुच्छिमा य गब्भय, आरि-मिलक्खुत्ति य सभेया ||१५|| ગાથાર્થ : તે મનુષ્યો ક્ષેત્રના ભેદથી ર્મભૂમિન, ભોગભૂમિન અને અંતર્દીપન એમ ત્રણ પ્રકારના છે. પુનઃ તે સમ્મÁિમ તથા ગર્ભજ એમ બે પ્રકારના છે; તેમજ આર્ય અને મ્લેચ્છ એ પ્રમાણે પણ બે ભેદના છે. એ પ્રમાણે મનુષ્યો સમૈયા=૩-૨-૨ ભેદસહિત જાણવા. ૧૫॥ વ્યાવ્યાÉ : તે એટલે પૂર્વે કહેલા પર્યાપ્ત તથા અપર્યાપ્ત એ બે પ્રકારના મનુષ્યો પણ વળી શ્વેત્તપવિમત્તા એટલે નિવાસસ્થાનરૂપ ક્ષેત્રના કારણથી પૃથક્ પૃથક્ ભેદે વિચારીએ તો ૩ પ્રકારના થાય છે. તે ૩ પ્રકાર દર્શાવવા માટે કહે છે કે - ખેતી - વ્યાપાર તપ - સંયમ - અનુષ્ઠાન ઇત્યાદિ કર્મ વડે પ્રધાન-ઉત્તમ એવી જે ભૂમિઓ તે ભૂમિઃ ભરત ૫, ઐરાવત ૫, તથા મહાવિદેહ પ, એમ ૧૫ પ્રકારની છે. તેમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો વર્મભૂમિન મનુષ્યો કહેવાય. - તથા મુખ્યન્તે ભોગવાય તે મોઃ શબ્દ – રૂપ – રસ - ગંધ તથા સ્પર્શ એમ ૫ પ્રકારના છે. તે અહીં યુગલિકો સંબંધી વિશિષ્ટ પ્રકારના શબ્દાદિ વિષયો ગ્રહણ કરાય છે. ત્યાં પૂર્વોક્ત કૃષિ (ખેતી) આદિ કર્મથી રહિત અને ભોગ વડે (શબ્દાદિ વિષયોના વિશિષ્ટ ભોગ વડે) પ્રધાન - ઉત્તમ એવી ભૂમિ તે ભોગભૂમિ ૫ હૈમવત - ૫ હરિવર્ષ - પ દેવકુરુ - ૫ ઉત્તરકુરુ - ૫ રમ્યક્ અને ૫ હિરણ્યવત એ પ્રમાણે ૩૦ પ્રકારની છે. તેવી ૩૦ ભોગભૂમિઓને વિષે જ્ઞ = ઉત્પન્ન થયેલા તે મોભૂમિન મનુષ્યો કહેવાય. Jain Education International For Privateersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy