________________
જે પૃથ્વીને વિષે છે, તે રત્નપ્રભ પૃથ્વી કહેવાય. એ પ્રમાણે શર્કરા-પથ્થરના ખંડ (એટલે કાંકરા વગેરેનું) પ્રમ એટલે પ્રકાશન (પ્રગટપણું) એટલે સ્વરૂપે અવસ્થાન જે પૃથ્વીમાં છે તે શાશ્રમ, પૃથ્વી. એ પ્રમાણે બીજી પૃથ્વીઓમાં “પ્રભા' શબ્દનો અર્થ કરવો. તે આ પ્રમાણેઃ વાલુકા એટલે કર્કરા-ધૂલીનું (રેતીનું) પ્રભા=સ્વરૂપાવસ્થાન જેને વિષે છે તે વાસ્તુમાં પૃથ્વી. પંક=કાદવનું સ્વરૂપાવસ્થાન જેમાં છે તે પંઝમ પૃથ્વી, અર્થાત્ કાદવ સરખા દ્રવ્યવાળી પૃથ્વી. ધૂમની પ્રભા જેમાં છે તે ધૂમામ પૃથ્વી, અર્થાત્ ધૂમ સરખાં દ્રવ્યોવાળી પૃથ્વી. તમા=અંધકારની પ્રભા જેમાં છે તે તમઃપ્રભા પૃથ્વી, અર્થાત્ કૃષ્ણવર્ણી ધૂમાડા સરખા દ્રવ્યવાળી પૃથ્વી એમ જાણવું. અન્ય આચાર્યો તો તમે એટલા જ શબ્દના નામવાળી પૃથ્વી માને છે, તેમાં પણ તમરૂપ દ્રવ્યવાળી હોવાથી તમે પૃથ્વી એમ જાણવું. અતિશય તમઃ=અંધકાર તે તમતમઃ, તેની પ્રભા જેમાં છે તે તમસ્તમ: પૃથ્વી, અર્થાત્ અતિશય કૃષ્ણવર્ણા દ્રવ્યોવાળી પૃથ્વી. અહીં પણ કેટલાક આચાર્યો “તમસ્તમા” એટલું જ નામ કહે છે. (પરંતુ તમસ્તમપ્રભા નામ કહેતા નથી.) ત્યાં પણ અતિશય તમોરૂપ (કૃષ્ણવર્સી) દ્રવ્યો હોવાથી તમસ્તમાં પૃથ્વી એવો જ અર્થ જાણવો. એ પ્રમાણે ઘર્માદિ પૃથ્વીઓનાં અનુક્રમે રત્નપ્રભા આદિ નામો તથા એ જ ગોટા તે સત્ય અર્થવાળાં (અર્થાત્ ગુણ ઉપરથી પડેલાં) છે. ત્યાં તે તે પ્રકારના અન્ય અન્ય પર્યાયોને વિષે નમનાતુ - સર્વકાળ નમવાથી એટલે અનુસરવાથી નામ કહેવાય, અને જો = પોતાને ઓળખાવનાર વચનનું ત્રાગતું = યથાર્થપણું પમાડવા વડે રક્ષણ કરનાર હોવાથી ગોત્ર કહેવાય. એ નામો તે ગોત્ર પણ છે માટે રત્નપ્રભાદિ શબ્દો નામ અને ગોત્ર બંને ગણાય છે. એ પ્રમાણે ૧૩મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૩
અવતર : પૂર્વ ગાથાઓમાં નરકગતિનાં એટલે નરક પૃથ્વીઓનાં નામ તથા ગોત્ર કહીને નારક જીવોના ૭ ભેદ કહા, અને હવે આ ગાથામાં તિર્યંચ તથા મનુષ્યગતિના ભેદ કહેવાય છે. તે આ પ્રમાણે :
तिरियगईया पंचिं-दिया य पात्तया तिरक्खीओ। तिरिया य अपजत्ता, मणुया पजत्त इयरे य ॥१४॥
થાર્થ : તિર્યંચગતિના પંચેન્દ્રિયાદિ જીવો તેમજ પંચેન્દ્રિય તિર્યંચીઓ એ બંને પર્યાપ્ત હોય છે, તેમજ સર્વ તિર્યંચો અપર્યાપ્ત પણ હોય છે. તથા મનુષ્યો પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બંને પ્રકારના હોય છે. તે ૧૪ છે.
વ્યાધ્યાર્થ : તિર્યમ્ ગતિમાં ઉત્પન્ન થયેલા જે જીવો તે તિર્યંચગતિવાળા કહેવાય. તે જીવો કયા? ઉત્તર : પંચેન્દ્રિય તિર્યંચગતિવાળા મત્સ્ય – પાડા - મયૂર ઇત્યાદિ અને ગાથામાં કહેલા ૧. શ્રી ક્ષેત્રલોકપ્રકાશ આદિ ગ્રંથોમાં પ્રધાનો અર્થ બહુલતાવાચક છે, તેથી જે પૃથ્વીમાં રત્નોની બહલતા હોય તે ૨તyT ઇત્યાદિ અન્વયાર્થ જાણવો. ૨. પામવાથી. ૩. અર્થાત્ = નામની યથાર્થતાનું 2 = રક્ષણ કરે તે ગોત્ર. ૪. ઘણા ગ્રંથોમાં એમ પણ કહ્યું છે કે પૃથ્વીનાં ઘમ ઈત્યાદિ નામો છે; અને રત્નપ્રભા ઇત્યાદિ ગોત્ર છે. એ પ્રમાણે નામ અને ગોત્ર જુદાં પણ છે અને એક પણ છે.
For Private Personal use only
Jain Education International
www.jainelibrary.org