________________
અહીં ગતિ અને ગતિમાં વર્તનારા જીવો એ બે (આધાર-આધેય)ની અભેદ વિવક્ષાએ જો કે ચાલુ વિષય ગતિનો છે તો પણ ગતિમાં વર્તનારા નારક આદિ જીવના જ ભેદોનું નિરૂપણ કરવા પૂર્વક “રયા ૩’ ઇત્યાદિ વચનથી નારકાદિ જીવોના ભેદો ગાથામાં કહેવાય છે. ત્યાં ગતિ તો પૂર્વોક્ત રીતે પ પ્રકારની કહી, પરંતુ હવે તે ગતિના જીવોના ભેદ વિચારતાં પ્રથમ નારકના જીવભેદ પૃથ્વીના ભેદથી ૭ પ્રકારના જાણવા. અર્થાત્ રત્નપ્રભા આદિ પૃથ્વીના ભેદ સાત પ્રકારના છે, માટે તે પૃથ્વીઓમાં ઉપજનારા નારક જીવો પણ ૭ પ્રકારના જાણવા, એ તાત્પર્ય છે. એ ૧૧મી ગાથાનો અર્થ કહ્યો. ||૧૧||
નવતરણ : જે પૃથ્વીઓના ભેદથી નારક જીવો ૭ પ્રકારના પૂર્વ ગાથામાં કહ્યા તે પૃથ્વીઓના ૭ ભેદ કયા કયા? એ શંકાના સમાધાન માટે હવે આ ૧૨મી ગાથા તે પૃથ્વીઓના ૭ ભેદ નામપૂર્વક ગણાવે છે :
घम्मा वंसा सेला, होइ तहा अंजणा य रिठ्ठा य ।
मघवंति माघवत्ति य, पुढवीणं नामधेयाइं ॥१२॥ માથાર્થ : ઘર્મા – વંશા – શૈલા તથા અંજણા - રિષ્ટા – મઘવતી અને માઘવતી એ પૃથ્વીઓનાં નામ છે. ||૧૨||
વ્યાધ્ધિાર્થ : ઘર્મા – વંશા – શૈલા - અંજના – રિષ્ટા – મઘવતી, (આ પૃથ્વીનું નામ અન્ય ગ્રંથોમાં મઘા પણ ગણાય છે.) અને માઘવતી, એ પ્રમાણે રત્નપ્રભાદિ ૭ પૃથ્વીઓનાં ૭ નામ અનુક્રમે જાણવાં. વળી એ નામો અનાદિ કાળથી એ પ્રમાણે જ ચાલ્યાં આવે છે, અને કોઈપણ પ્રકારના અર્થની અપેક્ષા વિના જ એ ૭ નામો પ્રવર્તેલાં છે. એ પ્રમાણે ૧૨મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૨ા
નવતર : પૂર્વ ગાથામાં પૃથ્વીઓનાં અનાદિ કાળથી ચાલ્યાં આવતાં અર્થશૂન્ય નામો કહ્યાં, અને હવે આ ગાથામાં એ જ ૭ પૃથ્વીઓનાં અર્થવ્યુત્પત્તિવાળા બીજાં નામ કહે છે. તે આ પ્રમાણે :
रयणप्पभा य सक्कर - वालुय पंकप्पभा य धूमपभा । होइ तम - तमतमा वि य, पुढवीणं नामगोत्ताई ॥१३॥
થાર્થ : (૧) રત્નપ્રભા (૨) શર્કરા પ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમઃ પ્રભા (૭) તમસ્તમપ્રભા એ પ્રમાણે ૭ પૃથ્વીઓનાં નામ અને ગોત્ર છે. ૧૩
વ્યથાર્થ આગળ કહેવામાં આવશે એવા ગોમેદક - રૂચક - અંક- લોહિતાક્ષ - વૈર્ય વિગેરે ઘણાં રત્નોની ત્યાં ઉત્પત્તિ હોવાથી, નરકાવાસ વર્જીને પ્રાયઃ શેષ સ્થાને રત્નોની પ્રભા
૧. ગતિ માર્ગણાના ભેદ કહેવા છોડીને ગતિમાં વર્તતા જીવોના ભેદ કેમ કહો છો ? એ પ્રશ્નના સમાધાન તરીકે એ વાક્ય છે.
૨. પૃથ્વીમાં જ્યાં જ્યાં નારક જીવોને ઉપજવા યોગ્ય અનેક નરકાવાસ છે તે સ્થાને અત્યંત અંધકાર છે. જેથી રત્નોની ઉત્પત્તિ તે નરકાવાસમાં ગણી નથી.
Jain Education International
For Privateersonal Use Only
www.jainelibrary.org