________________
= પંચેન્દ્રિય તિર્યંચોમાં અને મનુષ્યોમાં નંતિ = જાય છે - ઉત્પન્ન થાય છે (અર્થાત્ દેવ-નારકમાં ઉત્પન્ન થતા નથી).
- પ્રફન - એ ભવનપતિ આદિ દેવો તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે તે શું પંચેન્દ્રિય તિર્યંચોમાં જ ઉત્પન્ન થાય એમ દર્શાવ્યું છે? કારણ કે અન્ય ગ્રંથોમાં કેટલાક દેવોને એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થતા સાંભળ્યા છે, તો તેમ બને છે કે નહિ?
ઉત્તર:- એ પ્રશ્નનો ઉત્તર ગાથામાં જ કહેવાય છે કે - “મદ રૂઢવિડયા સાઇiતા સુરી નંતિ’ - અહીં દ = અથ શબ્દ વિશેષતા દર્શાવવાને અર્થે (એટલે ગાથાના પૂર્વાર્ધમાં દેવોની જે તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થવા રૂપ સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિય ગતિ કહી તે બાબતમાં કંઈક વિશેષતા તે અપવાદરૂપ વિશેષતા દર્શાવવાને અર્થે) કહેલો છે. તે વિશેષતા કહેવાય છે તે આ પ્રમાણે :
ભવનપતિથી પ્રારંભીને ઈશાન પર્યન્તના (ભવનપતિ - વ્યન્તર - જ્યોતિષી – સૌધર્મ અને ઈશાન દેવાલોકના) દેવોને વિશેષથી વિચારીએ તો એ દેવો બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપકાય, અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ કાયમાં એ ત્રણમાં પણ ઉત્પન્ન થાય છે. પરન્તુ શેષ એકેન્દ્રિયોમાં અને સર્વ વિકલેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી, એ ભાવાર્થ છે. વળી સનત્કુમારથી પ્રારંભીને (સનતકુમાર સહિત) ઉપરના દેવલોકના દેવો પંચેન્દ્રિય તિર્યંચોમાં જ (એટલે પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચોમાં જ) અને મનુષ્યોમાં (પર્યાપ્ત ગર્ભજ મનુષ્યોમાં) ઉત્પન્ન થાય છે, પરન્તુ બીજા કોઈ પણ જીવભેદમાં ઉત્પન્ન થતા નથી. એ ૨૪૬ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ર૪૬. તિ નીવાનાં પતિઃ ||
૧. અહીં દેવો જે પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પથાય છે, તે પ્રત્યેક વનસ્પતિના સર્વ ભેદમાં અથવા એક ભેદનાં સર્વ અંગોમાં (અવયવોમાં) ઉત્પન્ન થતા નથી, તે સંબંધી જે વિશેષ છે તે આ પ્રમાણે – શાલિ વિગેરે ઉત્તમ ધાન્યજાતિના પુષ્પોમાં, બીજમાં અને ફળમાં એ ત્રણ અંગમાં દેવો ઉત્પન્ન થાય છે, પરન્તુ બીજાં (મૂળ-કંદ-સ્કંધ-શાખા-પ્રવાલ-ત્વચા અને પત્ર એ સાત) અંગોમાં ઉત્પન્ન થતા નથી. સ્થા કોરંટક આદિ જે ગુલ્મજાતની વનસ્પતિઓ છે તેના પણ પુષ્પ, બીજ અને ફળ એ ત્રણમાં ઉત્પન્ન થાય છે, પરન્તુ મૂળ આદિ સાત અંગમાં નહિ. તથા ઈશુવાટિકા આદિ (પર્વજતિની) વનસ્પતિઓના મૂળ આદિ નવ અંગમાં ઉત્પન્ન થતા નથી, પરન્તુ સ્કંધમાં ઉત્પન્ન થાય છે. અહીં (ઈક્ષ) ઈક્ષુવાટિક – વીરણ - ઈક્કડ-માસ-સર-વેત્ર - સપ્તપર્ણ - તિમિર આદિ પર્વજાતિની વનસ્પતિઓ જાણવી. વળી એ સર્વના સ્કંધોમાં પણ ચારે વેશ્યાવાળા દેવો ઉત્પન્ન થાય. તથા તાડ વિગેરે (વલયજાતિની વનસ્પતિઓ), તથા એક બીજવાળાં વૃક્ષો (આગ્રાદિક), બહુ બીજવાળાં વૃક્ષો (દાડિમાદિ), તેમજ અનેક પ્રકારની વેલડીઓ (વલ્લીજાતિની વનસ્પતિઓ) એ સર્વ વનસ્પતિઓના (એટલે વલય-વૃક્ષ અને વલ્લી ત્રણ ભેદવાળી વનસ્પતિઓના) પ્રવાલ આદિ પાંચ અંગમાં (પ્રવાલ-પત્ર-પુષ્પ-ફળ અને બીજ પાંચ અંગમાં) દેવો ઉત્પન્ન થાય છે, પરન્તુ મૂળ આદિ પાંચ અંગમાં (મૂળ-કંદ-અંધ-શાખા-ત્વચા એ પાંચ અંગમાં) તેમજ એ કહેલી (ધાન્ય - ઔષધિ, ગુલ્મ, પર્વ, વલય, વૃક્ષ અને વલી એ ૬ પ્રકારની) વનસ્પતિથી શેષ (ગુચ્છ-લતા-જલહ-તૃણ – હરિતક – કુહણા એ ૬ પ્રકારની) વનસ્પતિઓમાં દેવો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સામાન્યથી ગણતાં બાર પ્રકારની પ્રત્યેક વનસ્પતિઓનાં જે દશ દશ અંગ છે, તેમાંથી ૬ પ્રકારની જ વનસ્પતિઓમાં દેવો ઉત્પન્ન થાય છે. તેમજ સામાન્યથી પત્ર-પ્રવાલ - પુષ્પ - ફળ અને બીજ એ પાંચ અંગમાં જ અને તે પણ પ્રશસ્ત - શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ, અને શુભ સ્પર્શવાળા પત્રાદિ અંગમાં દેવો ઉત્પન્ન થાય છે. (તથા સાધારણ વનસ્પતિમાંની તો કોઈ પણ વનસ્પતિમાં દેવો ઉત્પન્ન થતા જ નથી). ઇત્યાદિ ભાવાર્થ શ્રી ભગવતીજીના બાવીશમા શતકની વૃત્તિમાં કહ્યો છે, અને તેનું ઉધ્ધરણ દ્રવ્ય લોકપ્રકાશનાં પાંચમા સર્ગમાં કર્યું છે.
Jain Education International
For Privas C
ersonal Use Only
www.jainelibrary.org