________________
અવતર: એ પ્રમાણે ચારે ગતિના જીવો કઈ કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે, તે ઉત્પત્તિસ્થાન દર્શાવ્યું. અને ગતિમાં ઉત્પન્ન થવાનો તથા તેમાંથી નીકળવાના (મરવાના) વિરહકાળરૂપ જે અન્તર તે આગળ કહેવાનું છે, તે પહેલાં અહીં જે જીવો તેજ ગતિના જીવો તે ગતિમાં) નિરન્તર-પ્રતિસમય ઉત્પન્ન થયા કરે છે, અને નિરન્તર મરણ પામે છે, જેથી તે જીવોમાં ઉત્પત્તિ વિરહ તથા મરણવિરહ પણ સંભવતો જ નથી તેવા નિરન્તર ઉત્પન્ન થતા અને મરણ પામતા (એટલે જેમાં અત્તરદ્વાર પ્રાપ્ત થતું નથી, તેવા જીવો આ ગાથામાં કહેવાય છે અને ત્યારબાદ અત્તરદ્વાર કહેવાશે). તે આ પ્રમાણે :
चयणुववाओ एगिदियाण अविरहियमेव अणुसमयं । हरियाणंता लोगा, सेसा काया असंखेना ॥२४७॥
થાર્થ : એકેન્દ્રિયોનું ચ્યવન (મરણ) અને ઉપપાત - ઉત્પત્તિ પ્રતિસમય અવિરહિત (વિરહરહિત) હોય છે. એમાં પણ હરિત – વનસ્પતિ જીવો પ્રતિસમય અનન્ત લોકાકાશના આકાશપ્રદેશ જેટલા અનન્ના મરે છે અને ઉત્પન્ન થાય છે. તથા શેષ કાયના (પૃથ્વીકાયાદિના) જીવો દરેક અસંખ્યાતા (અસંખ્યાત લોકાકાશના પ્રદેશો જેટલા અસંખ્યાતા) પ્રતિસમય મરે છે, અને ઉત્પન્ન થાય છે. ૨૪૭ના
રીક્ષાર્થ : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ પ્રકારના એકેન્દ્રિયોનું ચ્યવન એટલે ઉદ્વર્તન અર્થાતું મરણ એ વયનો અર્થ છે. તથા ૩વવાનો- ઉપપાત એટલે ઉત્પત્તિ-જન્મ એ ઉપપાતનો અર્થ જાણવો. એ પ્રમાણે એ જન્મ અને મરણ બન્ને પાંચમાં પ્રત્યેકને પ્રતિસમય અવિરહિત એટલે નિરન્તર હોય છે. અર્થાત્ પૃથ્વી આદિ એકેન્દ્રિયોમાં પ્રાણીઓની ઉત્પત્તિ પ્રતિસમય નિરન્તર જ હોય છે, તેમજ મરણ પામી બીજી ગતિમાં જવારૂપ ચ્યવન પણ તેઓમાં પ્રત્યેક જીવને (જીવભેદને) પ્રતિસમય નિરન્તર જ હોય છે, એ ભાવાર્થ છે. અર્થાત્ એ જીવોની ઉત્પત્તિ અને ઉદ્વર્તન (જન્મ અને મરણ) પ્રતિસમય હોવાથી જ તેઓમાં (એકેન્દ્રિયોમાં) કદી પણ અન્તરકાળ (વિરહકાળ) પ્રાપ્ત થતો નથી, એ તાત્પર્ય છે. (એ રીતે એકેન્દ્રિયોમાં પાંચમાં વિરહકાળનો અભાવ કહ્યો).
હવે એ પ્રમાણે જો એકેન્દ્રિય જીવોમાં જન્મ-મરણના અન્તરનો અભાવ હોવાથી સમયે સમયે જન્મ - મરણ ચાલુ જ છે, તો એ પૃથ્વીકાયાદિ પાંચે એકેન્દ્રિય જીવોમાં પ્રત્યેકમાં સમયે સમયે કેટલા જીવો જન્મે છે ? અને કેટલા જીવો મરણ પામતા રહે છે ? તે કહેવાય છે કે – દરિયાાંતા તો = (હરિત એટલે વનસ્પતિ) સામાન્યથી વનસ્પતિ (સાધારણ અને પ્રત્યેક એ બે ભેદની વિવક્ષા વિના સામાન્યથી વિચારતાં વનસ્પતિ) રૂપ એકેન્દ્રિય જીવોમાં તો જેવો આ એક લોકાકાશ છે તેવા અનન્તા લોકાકાશ (અસત્ કલ્પનાએ કલ્પતાં) તે સર્વના જેટલા આકાશપ્રદેશ તેટલા વનસ્પતિજીવો સમયે સમયે ઉત્પન્ન થાય છે, અને મરણ પામે છે. ૧. અહીં સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ એ બે ભેદની જુદી જુદી વિવક્ષા કરીએ તેમજ સાધારણ વનસ્પતિમાં પણ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ અને બાદર સાધારણ વનસ્પતિ એ બે ભેદની જુદી જુદી વિવફા કરીએ તો સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિમાં જ અનંત લોકાકાશના પ્રદેશ જેટલા અનન્ત જીવોનું જન્મ-મરણ પ્રતિસમય પ્રાપ્ત થાય. કારણ કે બન્ને ભેદમાં અનન્ત અનન્ત જીવો છે, અને તે દરેક અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા હોય છે. જેથી અન્તર્મુહૂર્તના
For Privaz & 3ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org