________________
શેષ તિર્યંચો એટલે પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય એ ત્રણ એકેન્દ્રિયો, અને દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય એ ત્રણ વિકલેન્દ્રિયો (એ છકાયના તિર્યંચો) તિર્યંચો'માં અને મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે, પરન્તુ દેવોમાં અને નારકોમાં ઉત્પન્ન થતા નથી. (એ પણ તથાવિધ યોગ્યતાના અભાવે જ જાણવું.)
પ્રશ્ન:- એ પ્રમાણે તિર્યંચોનું તથા મનુષ્યોનું ઉત્પત્તિસ્થાન તો કહ્યું પરન્તુ નારકો અને દેવો કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે ? તે કહો. ઉત્તર:- દેવ - નારકોનું ઉત્પત્તિ સ્થાન આ પ્રમાણે - તમતમયા સયતનપજ્ - અહીં સકલ શબ્દથી ઇન્દ્રિયોની અપેક્ષાએ પરિપૂર્ણ એટલે પંચેન્દ્રિય કહ્યા છે, અને પફૂ એટલે પશુઓ - તિર્યંચો અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચો. જેથી તમસ્તમજા એટલે સાતમી પૃથ્વીના નારકો તો ત્યાંથી (સાતમી પૃથ્વીમાંથી) નીકળ્યા છતા (મરણ પામ્યા છતા) પંચેન્દ્રિય તિર્યંચનમાં જ ઉત્પન્ન થાય છે. પરન્તુ મનુષ્યાદિ ગતિમાં ઉત્પન્ન થતા નથી. એ ભાવાર્થ છે. તથા મgયાર્ડ પાયા ૫ - નવમા આનત દેવલોકથી આરંભીને જે દેવલોકો ઉપર વર્તે છે તે દેવલોકના દેવો એટલે (આનત), પ્રાણત, આરણ, અશ્રુત, નવ રૈવેયક અને પાંચ અનુત્તરવાસી એ (અઢાર) આનતાદિ દેવી ચ્યવીને કેવળ મનુષ્યગતિવાળા જ થાય છે (મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે), પરન્તુ તિર્યંચ આદિ ગતિમાં ઉત્પન્ન થતા નથી. એ ભાવાર્થ છે. એ ૨૪૫ મી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૪પા. - નવતરUT: પૂર્વ ગાથામાં જે નારક તથા દેવોની ગતિ કહી તે સિવાયના શેષ નારક અને દેવો (એટલે પહેલી છ પૃથ્વીના નારકો, અને ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષી તથા સૌધર્મ કલ્પથી આઠમા સહસ્ત્રાર કલ્પ સુધીના દેવો એ સર્વ) મરણ પામીને કઈ કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે? તે આ ગાથામાં કહેવાય છે :
पंचेंदिय तिरियनरे, सुरनेरइया य सेसया जंति ।
अह पुढविउदयहरिए, ईसाणंता सुरा जंति ॥२४६॥ માથાર્થ : શેષ દેવો અને નારકો પંચેન્દ્રિય તિર્યંચોમાં અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, અને ઈશાનકલ્પ સુધીના દેવો (ભવનપતિથી ઈશાન સુધીના દેવો) તે પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયમાં પણ જાય છે. ||૨૪૬ - ટીફાર્થ : સેસયા = પૂર્વે કહેલા દેવ અને નારક સિવાયના દેવ અને નારકો તે ભવનપતિ - વ્યત્તર - જ્યોતિષી - સૌધર્મ - ઈશાન - સનકુમાર - મહેન્દ્ર- બ્રહ્મલોક - લાંતક - મહાશુક્ર અને સહસ્ત્રાર દેવલોકમાં વસનારા દેવો તથા રત્નપ્રભાદિ છે પૃથ્વીના (રત્નપ્રભા-શર્કરા પ્રભા - વાલુકાપ્રભા – પંકપ્રભા – ધૂમપ્રભા અને તમ:પ્રભાના) નારકો એ સર્વે પંવિતિય તિરિયન ૧. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા એટલે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા તિર્યચોમાં અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, પરંતુ અસંખ્ય વર્ષાયુષ્યવાળા યુગલિક તિર્યંચોમાં તથા યુગલિક મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે “ વિગત પુવ્યો’ એ વચનથી એકેન્દ્રિયો અને વિકસેન્દ્રિયો પરભવ સંબંધી આયુષ્ય પૂર્વક્રોડવર્ષથી અધિક બાંધતા નથી. અને દેવ - નારકમાં તો સ્વભાવે જ ઉત્પન્ન થતા નથી. વળી વિશેષ એ છે કે એ કહેલા છ નિકાય સંબંધી જ આ વાત નથી, પરન્ત પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાય પણ પૂર્વક્રોડવર્ષથી અધિક આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી, તે પણ પૂર્વોક્ત આયુષ્યબંધના કારણથી જ.
Jain Education International
For Private & Personal Use Only
- ૩૮૧
www.jainelibrary.org