________________
છે. ત્યારબાદ અનિવૃત્તિ ગુણસ્થાનની અવસ્થામાં (૯મા ગુણસ્થાનમાં) ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓમાંથી પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે; ત્યારબાદ સ્ત્રીવેદ, ત્યારબાદ હાસ્યાદિ ૬ પ્રકૃતિઓ, ત્યારબાદ પુરુષવેદ, ત્યારબાદ સમકાળે અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની એ ૨ ક્રોધને, ત્યારબાદ સંજવલન ક્રોધને, ત્યારબાદ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની એ ર માન, ત્યારબાદ સંજવલન માન, ત્યારબાદ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની ૨ માયા, ત્યારબાદ સંજવલન માયા, ત્યારબાદ અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની ૨ લોભને અને ત્યારબાદ સૂક્ષ્મસંપરાય નામના ૧૦માં ગુણસ્થાનમાં સંજવલન લોભને પણ ઉપશમાવીને સર્વથા (સંપૂર્ણ) ઉપશાન્તમોહપણું પ્રાપ્ત કરે છે, માટે એ જીવો ઉપશાન્ત કષાયી કહેવાય છે.
| ૧૨. ક્ષીણોદ નીવસમાસ . વીળમોદ ઇતિ. જે જીવોનો મોહ (મોહનીયકર્મ) સંપૂર્ણ ક્ષય પામેલ હોય તે ક્ષીણમોહ જીવો કહેવાય. અર્થાત્ ૧૦મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં જે સૂક્ષ્મ સંજ્વલન લોભ ઉદય તથા સત્તામાં હતો તેને પણ સંપૂર્ણ ખપાવીને મોહનીયકર્મના સર્વથા અભાવને પ્રાપ્ત થયેલા જે જીવો તે ક્ષીણમોહી કહેવાય.
|| ૧૩. સોજિનિ નીવસમાસ સોનિવનિનિur ઇતિ. યોગ - વીર્ય - શક્તિ - ઉત્સાહ - પરાક્રમ એ સર્વ યોગના જ પર્યાય શબ્દો (એકાર્યવાચક શબ્દો) છે. એ યોગ મન-વચન અને કાયા એ ત્રણ કરણના ભેદથી ૩ સંજ્ઞા પામે છે. (અર્થાત્ ૩ પ્રકારનો છે.) તે આ પ્રમાણે : (૧) મનયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ. આ ત્રણે પ્રકારનો યોગ પ્રસ્તુત (ચાલુ) વિષયમાં કહેવાતા સ્વરૂપવાળા શ્રી કેવલીભગવંતને હોય છે, તે આ પ્રમાણે : .
મનયોગ તો મન:પર્યવજ્ઞાની વિગેરેએ અથવા અનુત્તર દેવાદિ કે જીવાદિ પદાર્થોનો સંદેહ વા કિંચિત્ સ્વરૂપ મન વડે જ ભગવંતને પૂછ્યું હોય તો તે વખતે ભગવંત પણ મન વડે જ ઉત્તર દર્શાવે ત્યારે હોય છે. વચનયોગ તો સામાન્યથી દેશનાદિક પ્રસંગે હોય છે, અને કાયયોગ તો ચાલવામાં તથા ચક્ષુના પલકારા વિગેરેમાં હોય છે. અહીં યોગસહિત તે સયોગ, અને સયોગ જેમને છે તે સયોગી. અથવા પૂર્વોક્ત સ્વરૂપવાળા યોગ વડે (સહિત) વર્તે તે પણ સયોગી કહેવાય, એવો પાઠાન્તર-અર્થ છે. તથા હેવ એટલે સંપૂર્ણ અર્થાત્ સંપૂર્ણ શેય પદાર્થોને જાણવાથી સંપૂર્ણ જ્ઞાન જેઓને છે તે છેવની કહેવાય; એ પ્રમાણે સયોગી અને કેવલી એ બેના સમાસસંયોગે યોનિદૈવતી કહેવાય. વળી તે સયોગિકેવલી ભગવંતો રાગાદિ દોષને જીતનારા હોવાથી નિન પણ ગણાય છે. જેથી ત્રણ શબ્દના સમાસસંયોગ વડે સોનિવનિન કહેવાય. (એ પ્રમાણે ૧૩મો જીવસમાસ કહો.)
| | ૧૪. યોશિતિ નવસમાસ મનોઈતિ. પૂર્વોક્ત સ્વરૂપવાળો યોગ જેઓને વિદ્યમાન નથી તે યોગી કહેવાય,
Jain Education International
For Private čersonal Use Only
www.jainelibrary.org